ઓલ્ડ ઈઝ ગોલ્ડ….ઇયર કફ ફેસને મળે છે ડિફરન્ટ લુક, તો વાંચો થોડી ટીપ્સ ફેશન બાબતે ને બનો ફેશનેબલ…..

ગર્લ્સમાં ઇયર કફનો વઘતો ફેશન ટ્રેન્ડ, જે આપે છે ડિફરન્ટ લુક

લગ્ન તેમજ કોઇ પણ ફંક્શનમાં જેટલા આઉટફિટ, ફૂટવેઅરનુ મહત્વ હોય છે એટલુ જ મહત્વ ઇઅર રિંગનુ પણ હોય છે. ઇઅર રિંગ વગર કોઇ પણ સ્ત્રીઓનો શ્રૃંગાર અધુરો લાગે છે. આમ, જો તમે ગમે તેટલા સારા કપડા પહેર્યા હોય પણ ઇઅર રિંગ પર વધુ ધ્યાન નથી આપતા તો તમારો આખો લુક જ બગડી જાય છે. તમે કોઇ પણ ફંક્શનમાં તમારા લુકને બધા કરતા એકદમ ડિફરન્ટ કરવા ઇચ્છો છો તો ઇયર કફ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. ઇયર કફ પહેરવાથી ફેસ એકદમ જ ચેન્જ થઇ જાય છે. વેસ્ટર્ન કપડા પર ઇયર કફ પહેરવાથી તમે એક મસ્ત સેક્સી લુક મેળવી શકો છો અને બધા કરતા એકદમ ડિફરન્ટ પણ લાગો છો. જો કે, આજે પણ જ્વેલરી ડિઝાઇનરોમાં આ ઇયર કફ ઇન ડિમાન્ડમાં છે. આ ઇયર કફમાં ઘણી બધી ચેઇનનો સમાવેશ કરવામાં આવેલો હોવાથી તે થોડો હટકે લૂક આપે છે. કોઇ પ્રસંગ, પાર્ટી કે ઇવેન્ટમાં યોગ્ય ડ્રેસીંગ જો પહેરવામાં આવે તો એક્સ્ટ્રા લૂક મળે છે. જો કે કેટલીક વિમેન આવી ઇયર કફ પહેરવાનો વધુ આગ્રહ રાખે છે. સ્ટાઇલીશ દેખાવા માટે અને મોડલીંગમાં આ ઇયર કફનો ઉપયોગ વધુ જોવા મળી રહ્યો છે.

ઇયર કફને તમે એક કાનમાં પણ પહેરી શકો છે અને બે કાનમાં પણ પહેરી શકો છો. જો તમે એક જ કાનમાં ઇયર કફ પહેરવા ઇચ્છો છો તો તમારા વાળને એક બાજુ પીનથી હાફ કરી લો. આમ જો તમે શોર્ટસ અને ટિ-શર્ટ સાથે એક કાનમાં ઇઅર કફ પહેરો છો તો તમારી પર્સનાલિટી આખી અલગ જ પડે છે.
– આજકાલ ફુલોવાળા ઇયર કફ પણ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ફુલના ઇયર કફ પહેરીને તમે એકદમ સ્ટાઇલિશ દેખાઇ શકો છો.
– જો તમારી પાસે વેસ્ટર્ન ગાઉન છે અને તમે તેને કોઇ ફંક્શનમાં પહેરી જવાનુ વિચારી રહ્યા છો તો તેની સાથે તેને મેચિંગ ઇયર કફ લાવો અને તમારા લુકને કમ્પલીટ કરી દો. આમ, જો તમે કોઇ ફંક્શનમાં આ રીતે ગાઉન સાથે ઇયર કફ પહેરો છો તો લુક એકદમ ડિફરન્ટ મેળવી શકો છો.
– ઇન્ડિયન આઉટફિટની સાથે પણ તમે ઇયર કફ ટ્રાય કરી શકો છો. – ઇયર કફ પહેરો ત્યારે હેવી જ્વેલરી પહેરવાનું અવોઇડ કરો.

– જો તમે ઇયર કફ પહેરો છો તો નેકલેસ પહેરવાનુ ટાળજો કારણકે ગળામાં સ્ટાઇલિશ જ્વેલરી લાઉડ લાગશે.
– ઇયર કફ એક સ્ટેટમેન્ટ જ્વેલરી છે એટલે તેને એકલી જ પહેરવી જોઇએ.

– ઇયર કફ ડ્રામેટિક લૂક આપે છે અને એટલે એને બે કાનમાં પહેરવાને બદલે ફકત એક કાનમાં પહેરો તો તે વધારે સારી લાગે છે. ઇયર કફ વેસ્ટર્ન વેર, વેડિંગ કે ઇન્ડિયન ડ્રેસિંગ સાથે ટ્રેડિશનલ મોર શેપનાં ઝૂમખાં પહેરતાં હોવ તો બંને કાનમાં પહેરી શકાય.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અને લેટેસ્ટ ફેશનની માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી