જાણો આ 9 વર્ષનો છોકરાને કેમ કરવુ છે સ્યુસાઇડ..

9 વર્ષનો આ છોકરો કરવા માંગે છે આત્મહત્યા, કારણ જાણીને તમને આઘાત લાગશે.

image source

બધાને હીરો-હીરોઈન જેવું દેખાવું છે. કોઈને ટાઈગર શ્રોફ જેવી બોડી જોઈએ છે તો કોઈને કરીના જેવું ફિગર. ઘણાંને હાઈટ અમિતાભ બચ્ચન જેવી જોઈએ છે તો દેખાવ હૃતિક રોશન જેવો. સૌને ગોરો રંગ અને કાળા-સુંદર વાળ જોઈએ છે. પરંતુ એવું શા માટે? શું આ બધું હોય એ જ લોકો સુંદરતાની મૂરત ગણાય છે. આખરે સુંદરતાના આ માપદંડ કોણે નક્કી કર્યા?

image source

ક્યારેય આ વિશે વિચાર્યું છે. આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’માં એક ડાયલોગ છે કે, “તમે જાડા, કાળા, ઠીંગણા, ટકલા…જેવા પણ દેખાતા હો પરંતુ જો તમે તમારી જાતને પ્રેમ કરશો તો જ દુનિયા તમને પ્રેમ કરશે.” પણ શું સાચે જ આવું હોય છે ખરાં? કદાચ નથી! જો હોત તો ઓસ્ટ્રેલિયાનો 9 વર્ષનો આ છોકરો આત્મહત્યા કરવા વિશે ના વિચારતો હોત.

image source

સોશિયલ મીડિયા પર 9 વર્ષના આ છોકરાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. દુનિયાભરમાંથી લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ એ જ દુનિયા છે જ્યાં કાળા, જાડા, પાતળા, ટકલા લોકોની મજાક ઉડાવવામાં આવે છે. ઘણીવાર નાની અમથી મજાક પણ ગંભીરરૂપ ધારણ કરી લેતી હોય છે. આવી જ ‘નિર્દોષ’ કહેવાતી મજાકને લીધે કોઈ વ્યક્તિ પોતાના જીવનનો અંત આણવાનું નક્કી કરી બેસે છે. ઓસ્ટ્રેલિયાના ક્વોડન બેલ્સ (Quaden Bayles) સાથે પણ આવું જ કઈંક થયું.

image source

હાલમાં જ આ છોકરાની માતા યારાકા બેલ્સ (Yarraka Bayles)એ ફેસબુક લાઈવ કર્યું હતું. જેમાં તેનો છોકરો કારમાં જોવા મળતો હતો. એ ખૂબ રડતો હતો, હવાતિયાં મારતો હતો. તેની મમ્મીને કહેતો હતો કે, “મને ચપ્પુ આપ, હું મારી જાતને મારવા માગુ છું.” કથિત રીતે મહિલાનો આ દીકરો Achnodroplasia નામની બીમારી સાથે જન્મ્યો છે. બાળકે થોડા દિવસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

image source

બાળકની મમ્મીએ કહ્યું, “મારો દીકરો ઠીંગણો હોવાથી સ્કૂલમાં વિદ્યાર્થીઓ તેની ખૂબ મજાક ઉડાવે છે. જેના કારણે તે પોતાની જાતને નફરત કરવા લાગ્યો છે. શું તમે તમારા બાળકો, પરિવાર અને દોસ્તોને બીજા લોકોની મજાક ના ઉડાવવાનું શીખવી શકો છો?” હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. સાથે જ #WeStandWithQuaden ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ હેશટેગ સાથે લોકો બુલિંગ (દમદાટીભરી ડરાવણી)ને રોકવાની વિનંતી કરી રહ્યા છે.

આ બાળકનો વાયરલ વિડીયો જોઈને ઘણા લોકોનું હૈયું દ્રવી ઉઠ્યું હતું. એક જાણીતા કોમેડિયન બ્રાડ વિલિયમ્સ પોતે પણ ઠીંગણા છે. તેમણે ક્વોડન માટે GoFundMe નામનું પેજ શરૂ કર્યું છે. જે અંતર્ગત તેમણે 1,50,000 ડોલર (1 કરોડથી વધુ રૂપિયા) એકત્ર કર્યા છે. જેથી તેઓ ક્વોડન જેવા બાળકોને સૌથી વધુ ગમતી જગ્યા ડિઝ્નીલેન્ડ મોકલી શકે. આ સિવાય બ્રાડ વિલિયમ્સે એ પણ જણાવ્યું છે કે, આ પેજ દ્વારા વધુ રકમ ભેગી થશે તો તેઓ આ રકમ એન્ટી-બુલિંગ ચેરિટીને દાન કરી દેશે.

આ ઉપરાંત X-man ફેમ એક્ટર હ્યુ જેકમેન પણ આ બાળકની મદદે આવ્યા છે. તેમણે વિડીયો શેર કરીને કહ્યું કે, તને મારા રૂપમાં એક મિત્ર મળશે. આ બાળકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખબર લખાઈ ત્યાં સુધી 40.3 મિલિયન (4 કરોડથી વધુ) વખત જોવાઈ ચૂક્યો છે. સાથે જ 10 લાખથી વધુ લાઈક્સ અને 3 લાખથી વધુ રિટ્વિટ મળ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ