જલ્સા કરોને જેંતીલાલ

દુનિયાની સૌથી લાંબી કાર, જેમાં છે સ્વિમિંગપુલ અને એક હેલી પેડ. આ કાર ફાઈવસ્ટાર હોટેલને પણ શરમાવે તેવી છે

તમને જ્યારે લાંબી કારનો વિચાર આવે એટલે સામાન્ય માણસને તો હોન્ડા સીટી અથવા તો કોઈ લાંબી મર્સીડીઝ વિગેરેનો જ વિચાર આવે પણ કારના શોખીન હોય તેને સીધી જ લીમોઝીન જ દેખાય. પણ લીમોઝીન લાંબી થઈ થઈ કેટેલી થાય લીમોઝીનની સામાન્ય લંબાઈ વધી વધીને 30 ફૂટ હોય છે અને પહોળાઈ 10 ફૂટની હોય છે પણ જો તેનાથી પણ લાંબી લીમોઝીન હોય તો !


તો હવે તમારા કલ્પનાના ઘોડાઓ દોડાવાની કોઈ જ જરૂર નથી. પણ એટલું ચોક્કસ જાણી લો કે આ હવે કલ્પના નહીં પણ હકીકત છે. વિશ્વની સૌથી લાંબી કાર અસ્તિત્વ ધરાવે છે અને તે તમારી ધારણા કરતાં પણ ક્યાંય વધારે વિશાળ છે ખાસ કરીને લાંબી છે. આ કારનું નામ છે “અમેરિકન ડ્રીમ”
હા મૂળે તો આ કાર એક લિમોઝીન છે પણ તેને કેલિફોર્નિયાના કસ્ટમ કાર ગુરુ જે ઓબર્ગે ડીઝાઈન કરી છે એટલે કે કસ્ટમાઇઝ કરી છે. તેની લંબાઈ 100 ફૂટની છે અને તેને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વની સૌથી લાંબી કારનો ખિતાબ મળ્યો છે.


તમને આ કારના ફિચર્સ જાણીને ખુબ આશ્ચર્ય થશે. વાસ્તવમાં તો તમે એવું માનીને જ ચાલો કે આ કોઈ કાર નહીં પણ કોઈ ફાઇવસ્ટાર હોટેલ છે. હા કારણ કે આ કારમાં ફાઈવસ્ટાર હોટેલ જેવી બધી જ સગવડ સમાવવામાં આવી છે. આ કારમાં 26 પૈડાં છે. તેમાં સામાન્ય કાર્સ જેવા ફિચર્સ તો છે પણ તે ઉપરાંત તેમાં જકુઝી છે, એક સ્વિમીંગ પુલ છે અને સ્વિમિંગ પુલ સાથે જોડાયેલું એક ડાઈવીંગ બોર્ડ પણ છે.


માત્ર આટલું જ નહીં પણ આ કારમાં છે કીંગ સાઇઝ વોટર બેડ. અને જો હજુ ઓછું પડતું હોય તો જાણી લો કે આ કારને તેનું પોતાનું અંગત હેલીપેડ પણ છે. જેના પર તમે હકીકતમાં હેલીકોપ્ટરને લેન્ડ કરાવી શકો છો. તેમજ એક નાનકડો પણ બધી જ સગવડ વાળો લીવીંગ રૂમ તો ખરો જ.


જો કે તમને એ જાણીને નવાઈ લાગશે કે આ કાર કંઈ અત્યારની બનેલી નથી પણ આ કારને 90ના દસકમાં બનાવવામાં આવી હતી. જો કે તેનું નિર્માણ તો 80ના દાયકામાં જ શરૂ થઈ ગયું હતું. તે સમયે કાર કસ્ટમ ગુરુ ઓબર્ગ હોલીવૂડમાં પોતાની એક કાર શોપ ધરાવતા હતા અને તે વખેત તેમણે પોતાના આ ડ્રીમ પ્રોજેક્ટને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે 1970ના દાયકાની કેડિલેક એલ્ડોરાડો પસંદ કરી હતી અને ધીમે ધીમે તેમની ડીઝાઈન અને તેમના કારીગરોએ તેને આ વિશાળ સ્વરૂપ આપ્યું.


આ લીમોઝીનમાં બે સેપરેટ ડ્રાઈવર કેબીન છે. કારણ કે આટલી લાંબી ગાડીને વળાવવી ખુબ અઘરી પડે છે. અને માટે જ આ રીતે અલગ અલગ ડ્રાવર કેબીન આ ગાડીમાં બનાવવામાં આવી છે જેથી કરીને તેઓ ગમે ત્યાં વણાંક લઈ શકે. જેથી કરીને પાછળની તરફની ડ્રાઈવરની કેબીનમાં બેઠેલો ડ્રાઈવર ધાર્યા પ્રમાણે પાછળના પૈડા વળાવી શકે.


જો કે સ્વાભાવિક રીતે તેની વિચિત્ર ટેક્નિકલ રચના અને લાંબા વિશાળ કદના કારણે તેને રસ્તા પર ચલાવવા માટે કાયદેસરની પરમિશન નહોતી મળી. અને માટે જ આ કારને ડીટેચેબલ પણ બનાવવામાં આવી છે જેથી કરીને તેને છુટ્ટી કરીને ટ્રક પર ટો કરીને તેને વિવિધ જગ્યાઓ પર લઈ શકાય.


આટલી વિશાળ કારનો સામાન્ય ઉપયોક કરવો શક્ય નહોતો માટે તેને ભાડા પટ્ટે એક કંપનીને પ્રમોશનલ વેહીકલ તરીકે આપવામાં આવી. અને સમય જતાં તેનું મેઇન્ટેનન્સ ન થઈ શક્યું અને તેને કોઈ ગેરેજમાં મુકી દેવામાં આવી અને વર્ષ 2012માં ફરી તે જોવામાં આવી. આ વખતે તે એક ઓક્શનમાં જોવા મળી હતી. પણ કાર ખુબ જ રીપેરીંગમાગી લે તેવી બિસ્માર હાલતમાં હતી. તેનું પતરુ ચીરાઈ ગયું હતું. બારીઓ ફૂટી ગઈ હતી તેની છત પણ ચીરાઈ ગઈ હતી અને તેનું જકુઝી પણ કાટ ખાઈ ગયું હતું.

પણ છેવટે આ કાર માટે સારા સમાચાર આવી ગયા અને ન્યુ યોર્ક ખાતેના ઓટોઝિયમ ઓટોમોટીવ ટીચીંગ મ્યુઝિયમ દ્વારા આ વિશાળ લિમોઝીનને ખરીદી લેવામાં આવી અને તેના પર વિદ્યાર્થીઓને તેને રીપેર કરવા, તેનું પુનહ નિર્માણ કરવા પ્રયોગ કરવા દેવામાં આવશે અને આ રીતે આ કાર ફરી જીવતી થશે. તો આપણે આશા રાખીએ છીએ કે વિશ્વની આ સૌથી લાંબી કાર ફરી એક નવા સ્વરૂપમાં આપણને જોવા મળે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version