દુનિયાની અજાયબીઓ વિશેની અજાણીતી વાતો.

દુનિયામાં કેટલાક સ્થળો એવા છે જે કોઈ દેશ પૂરતા નથી હોતા. તેનું અલૌકિક સૌન્દર્ય સમગ્ર વિશ્વ માટે ખુલ્લું રહે છે અને આવી જ કેટલીક અજાયબીઓને વિશ્વની ૭ અજાયબીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આજે અમે કેટલીક એવી જગ્યા વિશે માહિતી લાવ્યા છીએ જેને જોવા સમગ્ર વિશ્વમાંથી લોકો જાય છે પરંતુ તેની પાછળનો ઈતિહાસ ખબર નથી હોતી.
તો જાણો, શું છે એ…

૧. ઓપેરા હાઉસ

૧૯૫૯માં આયોજિત આંતરરાષ્ટ્રીય ડીઝાઈન સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા ઓપેરા હાઉસની ડીઝાઈન માટે ૨૩૩ જેટલી અલગ અલગ ડીઝાઈન સબમિટ કરવામાં આવી હતી. ડેન્માર્કના જોહન ઉત્ઝોનને તેનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો અને ઇનામ પેટે ૫૦૦ ડોલર મેળવ્યા હતા.
ઓપેરા હાઉસ બનાવવાનું બજેટ ૭ મીલીયન ડોલર જેટલું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ બનાવવાનો ખર્ચો ૧૦૨ મિલિયન ડોલર જેટલો હતો.

૨. સ્ટેચ્યુ ઓફ લીબર્ટી

સ્ટેચ્યુ ઓફ લીબર્ટીનું વજન ૨૨૫ ટન એટલે કે ૨ લાખ ૨૫ હજાર કિલો જેટલું છે. નીચેથી ઉપર છેક સુધી આ સ્ટેચ્યુની ઊંચાઈ ૧૧૧ ફૂટ ૬ ઇંચ છે.

૩. તાજ મહેલ

૨૮ થી પણ વધારે પ્રકારના અમુલ્ય માર્બલ જે ઇટાલી, તિબેટ, ચાઈના, શ્રીલંકા જેવા દેશોમાંથી મંગાવ્યા હતા. આટલું જ નહિ, તાજમહેલ બનાવવા માટે વપરાયેલું દરેક મટીરીયલ સમગ્ર એશિયાના અલગ અલગ દેશો માંથી મંગાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે આટલા બધા મટીરીયલના ટ્રાન્સપોર્ટેશન માટે ૧૦૦૦થી પણ વધારે હાથીનો ઉપયોગ થયો હશે.

૪. માંચુ પીચ્ચું

દરિયાની સપાટીથી ૭૦૦૦ ફૂટથી પણ વધારે ઊંચાઈએ એન્દેસ પર્વતોમાં આવેલું, આ માંચુ પીચ્ચું પેરુમાં આવેલું સૌથી લોકપ્રિય સ્થળ છે.

૧૪મી સદીના મહાન એવા ઇન્કાન સામ્રાજ્યનું પ્રતિક છે. ૧૯૮૩માં આ જગ્યાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે નામાંકિત કરવામાં આવી અને ૨૦૦૭ દરમિયાન આ જગ્યાને દુનિયાની ૭ અજાયબીમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે.

૫. બુર્જ ખલીફા

૧૪૦ માળ સાથે બુર્જ ખલીફા દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડીંગ છે જેમાં ફક્ત એક જ લીફ્ટ છે. આ બિલ્ડીંગમાં આવેલી લીફ્ટની સ્પીડ ૧૦ મીટર/સેકન્ડ જેટલી છે જે દુનિયાની સૌથી ફાસ્ટ લીફ્ટમાંની એક છે. એક લીફ્ટ ૧ મિનીટમાં ૧૨૪ માં માળ સુધી પહોચી શકે છે.

રોજ આવું અવનવું જાણવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ

લેખન.સંકલન : યશ મોદી