જલ્સા કરોને જેંતીલાલ

દુનિયાની દરેક સ્ત્રીએ લેમિનેશન કરીને રાખવા જેવી વાતો, સુંદર જીવનની દીવાદાંડી…

જો તમે તમારા પતિના ઘરે રાણી બનવા ચાહો છો, તો તેને રાજા બનવો...

તમારા પુત્રો જેવી તમારી દીકરીઓ નો ઉછેર ન કરો. સ્ત્રીત્વ ની પોતાની એક સુંદરતા છે…જેના થી આ જગત ઘણું જ સુંદર છે.જો તમે તમારા પિતાની રાજકુમારી(Princess) છો, તો તમારી વ્યક્તિ, પતિ તેના માતાપિતાના રાજકુમાર(Prince) પણ છે. તેથી, તે તમારી બધી મૂર્ખતાને સહન કરે કે કરાવવાની અપેક્ષા રાખશો નહીં…

તેણે પણ તમારી જેમ એક સુખ ની અપેક્ષા સાથે જ તમારી સાથે લગ્ન કરીયા છે..તમારી અગણિત ઈચ્છાઓ નો બોજ તમારો પતિ લે છે તો તેના સપના ઓ અને તેની ઇચ્છા ઓ ને પણ એટલું જ સ્થાન આપો….

સ્ત્રી ,ઘર સભાલે છે તો પુરુષ તેના બધાં જ લોકો નું બધું જ સાચવી શકે એ માટે સખત મહેનત કરે છે ” એટલે તમારે શું આખો દિવસ બહાર જ રેહવું છે ને ” આવું કહેવાનું બઁધ કરો….સખત મહેનત કરો, વજન ઉપાડવું, તમારી ક્રિયાઓ એકલા કરો, વધુ અને વધુ ક્ષેત્રો વિશે જાણકારી મેળવવા, આત્મવિશ્વાસ સાથે એકલા ચાલો અને તમારી મર્યાદાઓ ને દૂર કરી આગળ વધારવો. તમારા ખુદ ના સ્વભાવ ને જોવો ને બદલાવો ,બદલાવ ની અપેક્ષા હમેશા સામેવાળા પાસે થી જ ના રાખો…

સમાનતા માટે માંગણી નો કરો તેને સ્થાપિત કરો…એક વરિષ્ઠ નાગરિક માટે સીટ છોડવા તે હંમેશા પુરુષોની ફરજ નથી.!!! જો તમે માસિક સ્રાવ અને ગર્ભાવસ્થા સહન કરી શકો છો, તો પછી અસુવિધાપૂર્વક મુસાફરી નાની વસ્તુ બની જાય છે યાર!

તમારા આસપાસના અન્ય સ્ત્રીઓ માટે તેમનું જીવન નરક ન બનાવો. તમારી સાસુને પ્રેમ કરો અને તમારી નણદ ને તમારી બેન કે દીકરી ની જેમ સાચવો તો તે પણ તમારી પોતાની પુત્રીઓની જેમ જ વર્તશે.

કોઈ સ્ત્રીને સરળ કપડા સાથે બહાર જાય તો ‘બેનજી’ તરીકે નું લેબલ નો આપો…એ ‘બેનજી’ કરતા તમે જે પાશ્ચાત્ય કપડાં પહેરો છો તેમાં તમે ચઢિયાતી નથી…જો શોર્ટ્સ પહેરીને પસંદગી હોય તો બુરકા ,સાડી,હિઝાબ ,સલવાર ,સ્યુટ પહેરીને બહાર જવું એ પસંદગી પણ હોઈ શકે છે. તેમના દેખાવને જોઈને અન્ય લોકો માટે ચુકદાઓ ,અભિપ્રાય આપવાનું બંધ કરો….

તમે તમારી પસંદગી ઓ અને નિર્ણયો ના પરિણામો ઝીલવા માટે પૂરતા સક્ષમ છો…તમે તમારા જીવન નો સામાન ઉચકવા તમે યોગ્ય છો ,તેથી જ સયાત્રી ,સહપ્રવાસી નો સાચો આંનદ લઈ શકશો….જો તમે પૈસા કમાઈ શકો તો તમે તે પણ ખર્ચી શકો છો. તમારા બધા બિલ્સ ચૂકવવા માટે તમારા પતિ પર આધાર રાખશો નહીં. તે એટીએમ નથી….બ્રાંડ્સનું તમારું જ્ઞાન તમને આધુનિક બનાવતું નથી, પરંતુ તમારી શિક્ષણ તે કરે છે….

યોગ્ય ચામડી વિશેષાધિકાર નથી પરંતુ બુદ્ધિ છે…અમુક સમૃદ્ધ માણસની પત્ની હોવાને બદલે, તમે એક રમતવીર, લેખક, ડૉક્ટર, એક એન્જિનિયર, ઉદ્યોગસાહસિક બની શકો છો

છેલ્લે, સૌંદર્ય કરતાં હિંમત વધુ સુંદર છે તેથી મજબૂત બનો, બોલ્ડ રહો (Boldness is more beautiful than the beauty.So be strong, be bold!) તમારું જીવન હમેશા સુંદર બની રહે!


લેખક – નેહલ ગઢવી (ભાવનગર)

આપ સૌ નેહલ બેનની વાત સાથે સહમત હો તો કોમેન્ટ માં તમારા પ્રતિભાવો અચૂક જણાવજો !

Exit mobile version