દુનિયાના આ પાંચ ચલણ છે બ્રિટિશ પાઉન્ડ કરતાં પણ મોંઘા ! જાણો દુનિયાના સૌથી વધારે કિંમતના ચલણી નાણા વિષે

ભારત છોડીને વિદેશ જઈને વસવાનું કોઈ મુખ્ય આકર્ષણ હોય તો તે છે વિદેશી ચલણી નાણાના ભારતના રૂપિયાથી વધારેની કિંમત. જો તમને એમ પુછવામાં આવે કે ભારત કરતાં બીજા કયા દેશના ચલણી નાણાની કીંમત વધારે છે તો તમારા મોઢામાં સૌ પ્રથમ નામ આવશે અમેરિકન ડોલરનું ત્યાર બાદ તમે કહેશો બ્રિટિશ પાઉન્ડ અને જો કોઈ કેનેડાના સંબંધી ધરાવતા હશો તો તેઓ જણાવશે કેનેડિયન ડોલર.

પણ તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી વધારે કીંમત ધરાવતા પાંચ દેશોમાં આ દેશોનો સમાવેશ નથી થતો. હાલ એક અમેરિકન ડોલરની કીંમત 72 રૂપિયા થઈ ગઈ છે જે થોડા વર્ષો પહેલાં 50 રૂપિયાની અંદર છે. પણ અમેરિકન કરન્સી કરતાં પણ ઘણી કીંમતી કરન્સી દુનિયાના અન્ય દેશો ધરાવે છે.

થોડા સમય પહેલાં ઇનવેસ્ટરોને ક્રીપ્ટો કરન્સી જેવી કે બીટ કોઈન ખરીદવાનું ભુત વળગ્યું હતું. જેમાં કેટલાએ લોકો કરોડપતિ થઈ ગયા તો વળી કેટલાએ લોકોને તેના નામે ટંડીને કંગાળ બનાવી દેવામાં આવ્યા હતા. પણ આજનો આ લેખ આવી કોઈ નકલી ઉભી કરી નાખવામાં આવેલી કરન્સી બાબતે નહીં પણ અસલ ચલણી નાણા વિષે છે જે અન્ય જાણિતા વિકસિત દેશો કરતાં પણ ક્યાંય વધારે કિંમત ધરાવે છે.

કુવૈત દિનાર

વિશ્વમાં સૌથી વધારે કીંમત જો કોઈ ચલણી નાણાની હોય તો તે છે કુવૈતની દીનાર. કુવૈતમાં ચલણી નાણા તરીકે દિનારનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં એક કુવૈત દિનાર બરબર 212 રૂપિયા છે.

બહેરીન દિનાર

આ લિસ્ટમાં મુસ્લિમ દેશોએ બાજી મારી છે. બીજા સ્થાન પર છે બહેરીન દેશ. અહીં એક દિનારની સામે તમારે ભારતીય 191 રૂપિયા ચુકવવા પડે છે. અહીં ઘણા ભારતીયો નોકરી કરે છે. અને પોતાની બહેરીનની કરન્સીને રૂપિયામાં ફેરવીને લખપતિ બની જાય છે.

ઓમાની રિયાલ

ઓમાનમાં ચલણી નાણા તરીકે રિયાલનો ઉપયોગ કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ઓમાની રિયાલ બરબર 187 રૂપિયા થાય છે. અને માટે જ ઘણા બધા ભારતિયોમાં અહીં નોકરી કરવાની ભારે ઉત્સુકતા જોવા મળે છે. ઓમાન પણ એક મુસ્લિમ દેશ છે. દુનિયાની સૌથી કીંમતી કરન્સી ધરાવતા દેશમાં ઓમાનનું નામ ત્રીજુ છે.

જોર્ડન દિનાર

મિડલ ઇસ્ટમાં આવેલા સિરિયા તેમજ ઇરાન નજીક આવેલા આ અરબી દેશ માં ચલણી નાણા તરીકે દીનારનો ઉપયોગ થાય છે. એક દિનાર બરાબર 101 રૂપિયા થાય છે. દુનિયાની સૌથી વધારે કીંમત ધરાવતા ચલણી નાણા તરીકે ચોથા સ્થાન પર જોર્ડન દેશ આવે છે.

ઝિબ્રાલ્ટર પાઉન્ડ

ઝિબ્રાલ્ટા એક અત્યંત નાનકડો દેશ છે. આ દેશની કરન્સીની કીંમતનું સ્થાન વિશ્વમાં પાંચમું છે. ત્યાં આજે પણ બ્રિટેનની રાણી એલિઝાબેથનું રાજ છે. આ દેશ સ્પેનની દક્ષિણ પૂર્વ સરહદ પર આવેલો છે. ઝિબ્રાલ્ટર પાઉન્ડની કીંમત 87 રૂપિયા છે. જે અમેરિકન ડોલર કરતાં ઘણી વધારે છે.

તો હવે જ્યારે ક્યારેય પણ તમે આ ઉપર જણાવવામાં આવેલા પાંચમાંથી કોઈ એક દેશમાં જાઓ તો ત્યાંની કરન્સી તમારી પાસે રાખી જ મુકજો કારણ કે દરેક કરન્સીના ભાવ ભારતની કરન્સી કરતાં ક્યાંય વધારે છે અને દિવસે દિવસે તેમાં વધારો જ થઈ રહ્યો છે. તો આવી કોઈ કરન્સી તમે તમારા પર્સમાં સાંચવી રાખો તો કોને ખબર આવનારા વર્ષોમાં તમને તેના ડબ્બલ પણ મળી રહે !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ