જલ્સા કરોને જેંતીલાલ

દુનિયામાં ચાલતી દરેક ફેશનથી અપડેટ રહેવા આ 5 હસ્તિઓને કરો ફોલો

બદલાતા ટ્રેન્ડ સાથે, દરેક વ્યક્તિ ફેશનની બાબતમાં અપડેટ રહેવા માંગે છે. જો કે, લેટેસ્ટ ફેશન વિશે સતત માહિતી મેળવતા રહેવી સરળ કામ નથી. અહીં અમે તમને 5 ફેશન ઈંફ્લુએંસર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરીને તમે ફેશન અને ગ્લેમર સંબંધિત બધી માહિતી સરળતાથી મેળવી શકો છો. ચાલો તેમના વિશે જાણીએ.

image source

દીપા બુલર ખોસલા- દીપા બલ્લર ખોસલા એ ફેશન જગતનું એક જાણીતું નામ છે. દિપા કોન્ડે નાસ્ટ ટ્રાવેલર ઈન્ડિયા, બ્રાઇડ્સ, ટ્રાવેલ અને લેઝર ઇન્ડિયા જેવા ફેશન મેગેઝિનના કવર પેજ પર પણ દેખાઈ ચુકી છે. દીપા એસ્ટિ લાઉડર અને મેબ્લિનની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે.

માસુમ મીનાવાલા – માસુમ મીનાવાલાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાની ઓળખ બનાવી ચુકી છે. માસુમ ઘણી મોટી બ્રાન્ડ્સના એમ્બેસેડર રહી ચૂકી છે. તે નાના નાના ફેશન વીડિયો બનાવીને દરેક બજેટમાં સારી બ્રાન્ડ્સ વિશે માહિતી આપે છે.

કોમલ પાંડે – યુટ્યુબ વીડિયોથી કરિયરની શરૂઆત કરનાર કોમલ પાંડેએ આજે ફેશન જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. કોમલની આવડત છે કે તે 10 અલગ અલગ રીતે એક જ કપડાં પહેરી શકે છે. લોકોને તેમની બોલ્ડ સ્ટાઈલ અને કપડાંને લઈને નવા નવા એક્સપિરિમેન્ટ લોકો ખૂબ ગમે છે.

આશના શ્રોફ – મુંબઇમાં રહેતી આશના શ્રોફ એક ફેશન અને બ્યુટી ઇંફ્લુએંસર છે. આશનાએ તેની કારકિર્દીની શરૂઆત ફેશન બ્લોગથી કરી હતી. તે ફેસબુક પર તેની ઈ-શોપનું પ્રમોશન કરતી હતી પરંતુ હવે તે ફેશન ઈન્ડસ્ટ્રીમાં સંપૂર્ણ રીતે જોડાઈ ગઈ છે. તે લોકોને લેટેસ્ટ ટ્રેન્ડ વિશે અપડેટ કરતી રહે છે.

લંડન કોલેજ ઓફ ફેશનમાંથી ફેશન કોર્સ કર્યા પહેલા આશનાએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ફોટોગ્રાફી અને અર્લી ચાઈલ્ડ એજ્યુકેશન કોર્સ જેવા વિવિધ અભ્યાસક્રમોનો અભ્યાસ કર્યો હતો. 2013માં તેણે ફેસબુક પર “ધ સ્નોબ શોપ” નામનું પોતાનું ઓનલાઇન ફેશન સ્ટોર ખોલ્યો હતો. 20 વર્ષની ઉંમરે, તેણે બ્લોગ બનાવવાનું શરૂ કર્યું. તેણીએ પોતાનો બ્લોગ “ધ સ્નોબ જર્નલ” શરૂ કર્યો હતો, જે મુસાફરી અને સુંદરતા પર આધારિત છે. આશનાની એક આ જ નામથી યુટ્યુબ ચેનલ પણ છે. તેના યુટ્યુબ ચેનલ પર 1.5 લાખ વધુ ફોલોઅર્સ છે. વર્ષ 2016 માં તેનો વિડિયો “બ્રા ટોક?, મુફ્તમે મીલી વસ્તુ! ” યુટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય બન્યા હતા.

જુહી ગોદામ્બે- જુહી ગોદામ્બે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ ભારત ગોદામ્બેની પુત્રી છે. જુહી નાનપણથી જ ગ્લેમરની દુનિયાથી વાકેફ છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેની એક અલગ જ સ્ટાઈલ છે. જો તમને દરરોજ નવા સ્ટાઈલ અને ફેશન વિશે ટીપ્સ જોઈએ છે, તો પછી તમે તેને ફોલો કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version