ડુંગળી બટેટા નું ચટાકેદાર ભરેલું શાક – ભરેલા શાક ભાવે છે? તો હવે ટ્રાય કરો આ શાક પણ…

ઋતુ કોઈ પણ હોય મસાલેદાર અને ચટપટુ લગભગ બધા ને જ ભાવે .. ઉનાળા માં જ્યારે લીલા શાક માર્કેટ માંથી અદ્રશ્ય થઈ જાય ત્યારે આવા શાક જરૂર ટ્રાય કરવા..

આ સ્વાદિષ્ટ શાક બાજરા ના રોટલા, રોટલી, પૂરી કે પરાઠા સાથે પીરસી શકાય…જોકે મને આ શાક ખીચડી અને ભાત સાથે બહુ ભાવે ..
આ શાક બનાવવા આજે આપણે અહી સાદી અને સરળ રીત જોઈશું .. આશા છે આપ સૌને પસંદ પડશે

સામગ્રી :

૧૫-૧૭ નાની બટેટી

૬-૮ નાની ડુંગળી

૬-૭ મોટી ચમચી તેલ

બારીક સમારેલી કોથમીર

મસાલા માટે :

૧ વાડકો ચણા નો લોટ

પોની ચમચી ગરમ મસાલો

મીઠું

૧.૫ થી ૨ ચમચી લાલ મરચું

૧/૨ ચમચી હળદર

૩-૩.૫ ચમચી ધાણાજીરું

૨ ચમચી તેલ

રીત :


જાડી કડાય માં બેસન નેધીમી આંચ પર શેકો. હલાવતા રેહવું . લોટ ગુલાબી થાય ત્યાં સુધી શેકો. ગેસ બંધ કરી દો .. હવે એમાં બાકી ના મસાલા ઉમેરી સરસ મિક્ષ કરી ઠંડુ થવા દો . તેલ ઉમેરી મિક્ષ કરો ..


બટેટા અને ડુંગળી ને છાલ ઉતારી આડું ઉભું (+) રીતે કટ કરો . ચમચી થી આ કટ માં મસાલો ભરો .


non stick કડાય માં તેલ ગરમ કરો. હિંગ ઉમેરી ભરેલા બટેટા ઉમેરો. હાથ માં ૨-૩ ચમચી જેટલું પાણી છાંટો. મધ્યમ આંચ પર બટેટા બફાઈ ના જાય ત્યાં સુધી પકવતા રહો , વચ્ચે વચ્ચે હલાવતા રહો . બટેટા થઇ જાય એટલે ભરેલી ડુંગળી ઉમેરો . ફરી ૨-૩ ચમચી પાણી છાંટો .. ડુંગળી ને બાફતા વાર ના લાગે એટલા માટે આપણે બટેટા અને ડુંગળી ને સાથે વઘાર્યા નથી ..


વધેલો મસાલો પણ ઉમેરી દો . હલાવતી વખતે ધ્યાન રાખવું ડુંગળી છૂંદો ના જાય .. કોથમીર ભભરાવો અને ગરમ પીરસો..


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

વિડિઓ રેસિપી પણ અવશ્ય જોશો..


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

- તમારો જેંતીલાલ