ડુંગળી અને ફુદીનાનું રાયતું – શાક ન બનાવ્યું હોય તો પણ રોટલી સાથે ખાઈ શકાય એવું આ ટેસ્ટી રાયતું નોંધી લો….

ડુંગળી અને ફુદીનાનું રાયતું

કોઈ પણ પુલાવ , બિરયાની અધૂરા છે એક સ્વાદિષ્ટ રાયતા સિવાય. ખાલી પુલાવ , બિરયાની શુ કામ , આ રાયતું આપ થેપલા , મસાલા પુરી સાથે પણ પીરસી શકાય. ઉનાળા માં આ રાયતું જીભ ની સાથે પેટ ને પણ ઠંડક આપશે .
હવે જ્યારે પુલાવ કે બિરયાની બનાવો ત્યારે ફટાફટ બનતું આ સ્વાદિષ્ટ રાયતું પણ જરૂર થી બનાવજો.

સામગ્રી :
• 1 ડુંગળી બારીક સમારેલી,
• 3 ચમચી ફુદીનો , બારીક સમારેલો,
• 3 ચમચી કોથમીર , બારીક સમારેલી,
• 1 લીલું મરચું , બારીક સમારેલું,
• 1 ચમચી શેકેલા જીરા નો ભૂકો,
• સંચળ,
• મીઠું.

રીત ::::

સૌ પ્રથમ એક બાઉલ માં ડુંગળી , લીલા મરચા , કોથમીર , ફુદીનો, સંચળ ભેગું કરો. રાયતા માં તાજા ફુદીના ના પાન અને સંચળ એક ઉત્તમ સ્વાદ અને ફ્લેવર આપશે. જો રાયતું તીખું જોઈએ તો લીલા મરચા વધુ નાખવા. આપ લાલ મરચું પણ ઉમેરી શકો.

સરસ મિક્સ કરો અને પછી તાજું દહીં ઉમેરો. રાયતું બનાવવા હંમેશા તાજું દહીં જ વાપરવું. તાજું અને મોળું દહીં જ ઉત્તમ રાયતું બનાવવા કામ લાગશે.

ફ્રીઝ માં એકદમ ચિલ્ડ કરી ને જ પીરસવું. રાયતા માં મીઠું પીરસતી વખતે જ ઉમેરવું. આમ કરવાથી રાયતું ખાટું નહીં પડે .

આશા છે સૌ ને પસંદ પડશે .

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી