દમ હાંડી બિરયાની – અવારનવાર બહાર હોટલમાં ખાઈએ છીએ એનાથી પણ વધુ ટેસ્ટી બિરિયાની હવે ઘરે જ બનશે…

દમ હાંડી બિરયાની

બિરયાની મા મુખ્ય ભાત નો સમાવેશ થાય છે બિરયાની બહુ જ બધી હોય છે આજ કલ હાંડી બિરયાની બહુ પ્રખ્યાત છે તેમાં એક સરસ મઝા ની સુગંધ આવે છે આને આપણે દહીં સાથે ખાવા મા આવે છે એની જોડે સલાડ એન્ડ પાપડ સર્વ કરવા મા આવે છે. બિરયાની મા વેજીટેબલ વધારે લેવા મા આવે છે

સામગ્રી

  • 2 કપ ચોખા
  • 2 સ્પૂન ઘી
  • 1 સ્પૂન મીઠુ
  • તજ
  • લવિંગ
  • તમાલ પત્ર

ગ્રેવી માટે

  • 1 કપ પંજાબી ગ્રેવી
  • 5 સ્પૂન બટર
  • 2 કપ બોઈલ વેજ ( કોર્ન, વટાણા, ગાજર, બિનસ, ફ્લાવર)
  • 1 કેપસિકમ
  • 2 ઓનિઓન
  • 2 બટાકા
  • 1/2કપ પનીર
  • 3 સ્પૂન બટર
  • 1 સ્પૂન જીરું
  • 1 સ્પૂન મીઠુ
  • 1 સ્પૂન મરચું
  • 1/2 સ્પૂન હળદર
  • 2 સ્પૂન બિરયાની મસાલો
  • 3 સ્પૂન આદુ મરચા લસણ પેસ્ટ
  • 1 કપ કેસર વાળું મિલ્ક
  • 1 કપ ફૂદીનો

એક પેન ગરમ પાણી કરો તેમાં મીઠુ, તજ લવિંગ જીરું લવિંગ નાખી ભાત બોઈલ કરી લો હવે ઓનિઓન કટ કરો તેને ઓઈલ લગાવો માઇક્રો ક્રિસ્પી કરી દો. આ ઓનિઓન તમે ઓઈલ ફ્રાય ભી કરી શકો છો હવે બટાકા કટ કરી તેને ફ્રાય કરી લો

હવે એક પેન બટર ગરમ કરો તેમાં જીરું મુકો કેપસિકમ નાખો તેને 2 મિનિટ માટે ફ્રાય કરો હવે તેમાં આદુ મરચા લસણ પેસ્ટ નાખો બોઈલ વેજ નાખો.

હવે તેમાં બધા મસાલા કરો હવે 2 મિનિટ માટે થવા દો હવે તેમાં પનીર, એન્ડ પંજાબી ગ્રેવી નાખો તેને મિક્સ કરો પ્રોપર

હવે બધું રેડી થયું ગયું છે હવે આપણે હાંડી મા ગોઠવીશું ફ્રાય ઓનિઓન, ફ્રાય પોટેટો, વેજ ગ્રેવી, ભાત, ફૂદીનો, કેસર મિલ્ક

હવે હાંડી લો તેના અંદર ભાત પાથરો તેના પર કેસર મિલ્ક, ફૂદીનો ફ્રાય ઓનિઓન નાખો હવે તેના પર વેજ ગ્રેવી નાખો

એક પછી આવી પ્રોસેસ કરો જયા સુધી હાંડી ફુલ ના થાય તયાં સુધી

હવે લાસ્ટ તને ઉપર ઓનિઓન, ફૂદીનો, કેસર મિલ્ક નાખો. હવે તેને રોટલી મદદ થી કવર કરો લગભગ 8મિનિટ માટે થવા દો

થઇ જાય એટલે તેને 10 મિનિટ અમે જ રેવા દો

રેડી છે તમારી દમ બિરયાની તેને સલાડ એન્ડ રાઈતા સાથે સર્વ કરો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.