દુલ્હને કરી એવી ફરમાઈશ કે જાનૈયાઓ દંગ રહી ગયા અને પર્યાવરણ પ્રેમીઓ રાજી થઈ ગયા… શું હતી આ પ્રેરણા લઈ શકાય તેવી ઘટના…

ના માંગું સોના – ચાંદી, ના માંગું હીરા મોતી… ના માંગું બંગલા – ગાડી… દુલ્હને મૂકી વૃક્ષારોપણની શરત… જાણો શું છે આખી હકીકત… દુલ્હને કરી એવી ફરમાઈશ કે જાનૈયાઓ દંગ રહી ગયા અને પર્યાવરણ પ્રેમીઓ રાજી થઈ ગયા… શું હતી આ પ્રેરણા લઈ શકાય તેવી ઘટના…

આજની પેઢી લગ્ન પહેલાં પ્રિવેડિંગ ફોટોઝ પ્લાન કરે છે, લગ્ન પછી ફરવા ક્યાં જવું એનું એડવાન્સ બુકિંગ પણ કરાવી લે છે. લગ્ન પ્રસંગે કેવા કપડાં પહેરવા અને જમણવારમાં શું શું હશે પકવાન… વગેરે જેવી અનેક બાબતોની ચર્ચાઓ થાય છે. વરપક્ષ અને કન્યાપક્ષ વચ્ચે નાની મોટી વાતોમાં ચર્ચાઓ થાય તેને અંતે સહમતિ અને રીસામણાં મનામણાં જેવી મીઠી વાતો થતી હોય છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થઈ એવી એક શરત કે વરપક્ષના પરિવારજનો નારાજ થવાને બદલે ખુશ થઈને આપ્યો સાથ… જાણો શું છે આખી હકીકત જે ચારેકોર ચર્ચાનો વિષય બન્યો છે.

કોડીલી કન્યાએ ભાઈ દ્વારા વરપક્ષને મોકલાવ્યું એવું કહેણ કે સૌ કોઈ ચોંકી ગયાં…

આ વાત છે ગ્વાલિયર શહેરના વિસ્તાર ઇન્દ્રમણિનગરમાં વસતા પંડિત શ્રી અશોક દુબે અને તેમની સુપુત્રી નીતા દુબેની. તેના વેવિશાળ ડો. આશુ ઉપેન્દ્ર દિક્ષિત સાથે નક્કી થયા હતા. તેઓ મધ્યપ્રદેશના જ શ્યોપુરના નિવાસી છે. તેમના લગ્ન ટૂંક સમયમાં જ થવાના હતાં ત્યારે નીતા દુબે એ તના ભાઈ કમલ દુબેના હસ્તે તેના સાસરીપક્ષને એક સંદેશો મોકલ્યો. આ સંદેશામાં તેણે એક એવી અનોખી શરત મૂકી કે સૌ કોઈ ચોંકી ઊઠ્યાં.

નીતા દુબેએ શું મૂકી હતી શરત અને શા માટે તેણે આવું પગલું ભર્યું, જાણો વિગતવાર…

કોડીલી કન્યા સાસરીપક્ષ પાસેથી ધારે તો શું ન માંગણી કરી શકે? મોંઘામાયલાં દાગીના, કપડાં, વિદેશયાત્રા કે ઇમ્પોર્ટેડ ગાડી વગેરે… પરંતુ એણે એક એવી માંગણી કરી જે જાણીને સૌ કોઈ મોંમાં આંગળાં નાખી દીધાં હતાં. તેણે સાસરાવાળાઓને લગ્ન પહેલાં ૧૦૦ વૃક્ષો વાવવાની શરત મૂકી. એવાં ૧૦૦ વૃક્ષો કે જે ફળ પણ આપી શકે અને છાંયડો પણ આપે. ૧૦૦ વૃક્ષોનું જતન અને ઉછેર કરવાનું વચનની માંગણી કરનાર આવી પુત્રવધુની માંગણી સૌથી નિરાળી કહી શકાય તેવી છે.

નીતાએ આવી પહેલ કરી તેની પાછળ એક એવું કારણ છે કે જે જાણીને તમને નવાઈ લાગશે. આજે આપણે ચારેકોર કાળઝાળ ગરમીની ફરિયાદ કરતાં લોકોની વાતો સાંભળીએ છીએ. કેટલાંય રાજ્યોમાં દુષ્કાળની ભિતિ છે તો કેટલાય રાજ્યોમાં અતિશય વરસાદ પડવાથી પણ જમીનનું ધોવાણ અને બીજા નુક્સાન થઈ રહ્યાં છે. ગ્લોબલ વોર્મિંગની ચિંતા વિશ્વવ્યાપી છે અને તેને માટે અનેક કાર્યો પણ થઈ રહ્યાં છે આમાં વૃક્ષારોપણ પણ એક કારગર સાબીત થઈ શકે એમ છે. નીતા દુબેનું કહેવું છે કે તે ઇચ્છે છે કે મારા લગ્નના પહેલાં ૧૦૦ વૃક્ષોનું વાવેરત થાય જેથી ભવિષ્યમાં પણ લોકો આવું કરવા પ્રેરાય અને પૃથ્વી ઉપર ફરીથી હરિયાળી છવાઈ જાય.

નીતા એક પ્રાથમિક શાળામાં શીક્ષક છે અને તે પોતાની આ ઉમદા વિચારસરણી તે સમાજમાં અને તેના વિદ્યાર્થીઓમાં પણ ફેલાવવા ઇચ્છે છે. તેને એ વાતનું દુઃખ રહે છે કે વાતાવરણ પ્રદુષિત થવાથી અનેક લોકોના અકારણ મૃત્યુ થાય છે, લોકો વરસાદને માટે તલસાટ અનુભવે છે અને પાણીનો પુરવઠો દિવસે ને દિવસે ઘટે છે તેવા સમાચાર છે. વૃક્ષારોપણ એક એવો ઉપાય છે જેના કારણે પર્યાવરણને ફરીથી વિશુદ્ધ કરી શકાશે.

કેવું હતું તેના સાસરિપક્ષનું વર્તન?

થનાર પુત્રવધુની આ શરત સાંભળીને તેના સાસરીપક્ષે તેને ખૂબ જ રાજીખુશીથી વધાવી લીધી. નીતાના સસરા પણ પર્યાવરણ પ્રેમી છે. તેમણે આ શરત મુજબ જાન જોડવા પહેલાંજ ૧૦૦ વૃક્ષો રોપવાનું વચન આપ્યું છે. સાંસ્કૃતિક રીતરીવાજોની સાથે જો પ્રકૃતિ સંરક્ષણની પ્રત્યે પણ જો આવી કોઈ પ્રથા શરૂ થાય તો તેમાં સોનામાં સુગંધ ભળે.

હોંશભેર જાનૈયાઓ વૃક્ષારોપણ કરીને આ નવદંપતીને શુભેચ્છા આપવા આવશે, એ ખરેખર પ્રેરણાદાયક ઘટના બની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ