વાસ્તવમાં તાજા પુરાવા સૂચવે છે કે કોવિડ-19નો પ્રસાર મુખ્યત્વે એકમેકની નજીક હોય તેવી બે વ્યક્તિઓમાં એરોસોલ ટ્રાન્સમિશન મારફત થાય છે. એક કે તેથી વધુ ચેપગ્રસ્ત વ્યક્તિ મુખ્યત્વે બંધ ઓરડામાં, ભીડવાળાં સ્થળોમાં અને વૅન્ટિલેશનની ખરાબ વ્યવસ્થાવાળી જગ્યામાં લાંબો સમય પસાર કરે ત્યારે સંક્રમણ થવાની શક્યતા વધુ હોય છે, એવું ડબલ્યુએચઓ જણાવે છે. તેથી આપણા જીવન પરનાં ઘણાં નિયંત્રણોમાં લોકો સાથે બંધબારણે મુલાકાત પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. વાઇરસનો ચેપ લાગ્યાના મહિનાઓ પછી પણ ઘણા લોકો તેનાં લક્ષણોની અસર અનુભવી રહ્યા છે. તેને લૉન્ગ કોવિડ તરીકે ઓળખવામાં આવે છે.

ડબલ્યુએચઓના જણાવ્યા મુજબ, તેનો પ્રભાવ વાઇરસથી સંક્રમિત પ્રત્યેક દસ પૈકીની એક વ્યક્તિમાં જોવા મળી શકે અને તેને અત્યંત થાક, માથાનો દુખાવો, છાતીમાં દર્દ અને હતાશા જેવી તકલીફ થઈ શકે. વૈશ્વિક મહામારીની શરૂઆતમાં લોકો તેમની હાલતની ગંભીરતા સમજાવવા સંઘર્ષ કરતા હતા અને વૈજ્ઞાનિકો હજુ પણ એ સમજી નથી શક્યા કે આવી અસર કેટલાક દર્દીઓમાં જ શા માટે જોવા મળે છે. વૈજ્ઞાનિકો કોવિડ-19ની લાંબા ગાળાની અસરનો સતત અભ્યાસ કરી રહ્યા છે. એક અભ્યાસના તાજેતરમાં પ્રકાશિત તારણ જણાવે છે કે વાઇરસના હળવા ચેપથી ગ્રસ્ત લોકો પર પણ સંક્રમિત થયા પછીના છ મહિનામાં ગંભીર બીમારી કે મોતનું જોખમ વધુ હોય છે.

ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં રવિવારે સવારે શહેરના કોટવાલી નગર સ્થિત પંજાબી કોલોની મહોલ્લામાં એક મહિલાએ પોતાની જાતને આગ લગાવી દીધી અને છત્ત પરથી છલાંગ લગાવી લીધી જીવનદીપ બુઝાવી દીધો. પતિના વિરહને સહન નહીં કરી શકતાં પત્નીએ આ આકરું પગલું ભર્યું હતું. આનન-ફાનનમાં સ્થાનિક લોકો મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા,જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મહિલાનો પતિ એક મહિના અગાઉ કોરોનાને લીધે મૃત્યુ પામતા મહિલા ડિપ્રેશનનો ભોગ બની હતી.
કોતવાલીનગરના પંજાબી કોલોની મહોલ્લાની ઘટના

મળતી માહિતી પ્રમાણે, કોટવાલીનગરના પંજાબી કોલોનીમાં રહેતા બલવિંદર ઉર્ફે રોજી બગ્ગાએ સવારે જ્વલનશીલ પદાર્થી પોતાની જાતને આગ લગાવી દીધી હતી. જ્યારે તે આગની જ્વાળામાં લપેટાઈ ગઈ તો તે ઘરની છત પર જઈ ત્યાંથી છલાંગ લગાવી લીધી. આ ભયાનક દૃશ્ય જોઈ સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ગમે તેમ કરીને આગ ઓલવી હતી તથા મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. જિલ્લા હોસ્પિટલના ઈમર્જન્સી ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
એપ્રિલના અંતમાં કોરોનાથી પતિનું મોત થયું હતું

મૃતક બલવિંદર ઉર્ફે બગ્ગાના પતિ અમરજિત બગ્ગા તેમના દાંપત્ય જીવનમાં ઘણા ખુશ હતા. પણ કોરોના મહામારીને પગલે એપ્રિલ મહિનામાં અમરજિત સંક્રમિત થયા હતા અને તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. જોકે સ્વાસ્થ્ય બગડતાં લખનઉમાં રેફર કર્યાં હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પતિના મોત બાદ રોજી બગ્ગા ડિપ્રેશનમાં જતી રહી હતી.
ઘરમાં એકલી હતી મહિલા

મૃતકને બે દિકરી જસપ્રીત અને જનપ્રીત છે. જસપ્રીતની બે વર્ષ અગાઉ કાનપુરમાં લગ્ન થયા હતા. પિતાના અવસાન બાદ દીકરી ઘરે આવી હતી અને થોડા દિવસો બાદ નાની બહેનને સાથે લઈ કાનપુર જતી રહી હતી. ત્યાર બાદ મહિલા ઘરમાં એકલી જ રહેતી હતી.