દૂધ ઉભરાઈને વાસણની બહાર પડે તો સમજી લો કે….

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ એવુ માનવામા આવે છે કે, ઘરમા રહેલી અમુક અનિચ્છનીય વસ્તુઓ આપણને અમુક વિશેષ સંકેત આપતા હોય છે. જેમકે, હાથમાંથી વાસણ છટકીને નીચે પડી જવુ, કાચ તૂટવો, દૂધ ઉકળીને વાસણની બહાર આવે આ તમામ ઘટનાઓ આપણે એક વિશેષ સંકેત આપે છે.

આ તમામ ઘટનાઓ આપણને આપણા ભવિષ્યને લઈને અમુક વિશેષ ચેતવણીઓ આપતી હોય છે. ક્યારેક આ ભવિષ્યવાણીઓ એટલી સચોટ હોય છે કે, આપણી આંખો પણ છેતરાય જાય છે. તો ચાલો આજે આ લેખમા આપણે આ ઘટનાઓ અને તેના અર્થ વિશે જાણવાનો પ્રયાસ કરીએ.

દૂધ નીચે ઢોળાવુ આપે છે આ વિશેષ સંકેત :

image source

ઘણીવાર આપણે ગેસ પર દૂધ ગરમ કરવા માટે મુકીએ છીએ પરંતુ, સમયસર ગેસ બંધ ના થવાને કારણે દૂધ વધારે પડતુ ઉકળી જાય છે અને ગેસ સ્ટવ અથવા જમીન પર પડે છે. ઘણા લોકો આ ઘટનાઓને નાની-નાની બાબત તરીકે અવગણે છે. તો અમુક લોકો આ ઘટનાને લઈને મૂંઝવણમા હોય છે કે, તેનો અર્થ તે શું સમજે?

ઠંડુ દૂધ વાસણમાંથી ઢોળાવુ ગણાય છે અપશકુન :

image source

તમને જણાવી દઈએ કે આપણા જ્યોતિષશાસ્ત્રમા દૂધના નીચે પડવાની ઘટનાને વિશેષ મહત્વ આપવામા આવ્યુ છે. અમુક લોકોને એવુ લાગે છે કે, દૂધ ઉકાળતા સમયે જો તે જમીન પર ઢોળાઈ તો તે ખરાબ શુકન છે પરંતુ, તેમની આ દુવિધાને દૂર કરતા આજે અમે તમને જણાવી દઈએ કે, જ્યારે ઠંડું દૂધ એક ગ્લાસ કે વાસણમાંથી પડે છે તો તે ઘટનાને અપશુકન માનવામા આવે છે.

image source

જેમકે, જો તમારી ઠેંસ તમારા દૂધના વાસણને લાગે અથવા તો તમારા હાથમાંથી તમારુ દૂધનુ વાસણ છટકી જાય તો તેને એક ખરાબ શુકન માનવામા આવે છે. તેથી, જ્યારે આવી પરિસ્થિતિમા દૂધ નીચે પડે તો તે તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે. માટે આવી પરિસ્થિતિ ના સર્જાય તેનુ ધ્યાન રાખવુ.

દૂધ ઉકળતા સમયે વાસણની બહાર આવવુ ગણાય છે શુભ :

જ્યારે તમે દૂધને ગેસ પર ગરમ કરતા હોવ અને તે ઉકળીને વાસણમાંથી બહાર નીકળે તો તેને એક મોટો શકન માનવામા આવે છે. જ્યોતિષશાસ્ત્ર એવુ કહે છે કે, જો દૂધ ઉકળે છે અને વાસણમાથી બહાર આવે છે તો સમજી લો કે, આવનાર સમયમા તમને એક સારા સમાચાર મળશે.

image source

હા, એક વાત એ પણ ધ્યાનમા રાખવી કે આ ઘટના ત્યારે જ તમારા માટે શુભ સાબિત થાય છે જ્યારે તમે દૂધ ગરમ કરતા હોવ અને અજાણતા જ દૂધ ઉકળીને બહાર આવી જાય, જો તમે જાણી જોઇને દૂધને ઉકાળીને વાસણની બહાર ઢોળો છો તો તે ઘટનાથી તમને કોઈપણ લાભ પ્રાપ્ત થશે નહિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત