કહેવાય છે કે દૂધપાક -પુરી નું જમણ સૌથી શાહી / રજવાડી જમણ કહેવાય. તહેવાર હોય કે પ્રસંગ હોય. દૂધપાક વાનગીઓ નો રાજા કહી શકાય.
વળી બનાવવો એકદમ સરળ. ફક્ત દૂધ , ચોખા અને ખાંડ આવી મૂળ 3 સામગ્રીઓ માંથી જ દૂધપાક બનાવાય. દૂધપાક અને ખીર બંને વાનગી એકસરખી વાનગી માંથી જ બને છે છતાં બંને નો સ્વાદ , બનાવવા ની રીત , texture વિગેરે અલગ હોય છે.
સામગ્રી ::
• 1.5 lt ફૂલ ફેટ વાળું દૂધ
• 1.5 મોટી ચમચી બાસમતી ચોખા
• 1 ચમચી ઘી
• સ્વાદાનુસાર ખાંડ
• થોડા કેસર તાંતણા
• ઈલાયચી ના દાણા
• 1 ચમચી જાયફળ, અધકચરું ખાંડેલું
• બદામ , પિસ્તા સજાવટ માટે
રીત:
સૌ પ્રથમ એક બાઉલ માં ચોખા લઈ , સાદા પાણી થી ધોઈ લો. ત્યારબાદ પૂરતા પાણી માં દૂધ ઉકાળીએ ત્યાં સુધી પલાળો. ચોખા માં 1 મોટી ચમચી ઘી ઉમેરી સરસ મિક્સ કરી લો. હુંફાળા દૂધ માં થોડા કેસર ના તાંતણા પલાળી દો. પલાળેલું કેસર ઉમેરવાથી કલર અને ફ્લેવર બંને સરસ આવશે.
રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.