જલ્સા કરોને જેંતીલાલ

શક્તિ થી ભરપૂર દૂધ નો મસાલો – શિયાળા માં થશે બાળકો નો માનસિક અને શારીરિક વિકાસ

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “બાળકો નો માનસિક અને શારીરિક વિકાસમાં ખૂબ જ ઉમેરો કરતો એવો દૂધનો મસાલો તમે શિયાળો હોય કે ઉનાળો ગરમ કર ઠંડા દૂધમાં મિક્સ કરીને બાળકોને આપશો તો એના સ્વાદના લીધે ઝટપટ પીવા તૈયાર થઈ જશે અને એની અંદરના જે તત્વો છે માનસિક અને શારીરિક વિકાસ બોઉં જ સરસ થશે.અને તેમજ આ એમની શક્તિમાં વધારો કરશે. જેથી કરીને ઈમ્યુનિટી પણ વધશે.આ દૂધનો મસાલો તમે પણ પી શકો છો. વડીલો પણ આપી શકો છો.

એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ હેલ્ધી તેમજ પૌષ્ટિક મીઠું મધુર બનશે.એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ એક વખત એક ગ્લાસ પીધા પછી બીજો ગ્લાસ સામેથી માગશે એટલું મસ્ત મજેદાર લાગશે.” એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

રીત :


૧. કાજુ, બદામ અને પિસ્તા ને એક પેન માં ધીમા તાપે શેકી લેવો.

૨. હલકો રંગ બદલાય એટલે ગેસ બંધ કરી દેવો.

૩. હવે આ ગરમ છે ત્યારે જ એમાં જાવિત્રી, વરિયાળી, ફોલેલી ઈલાયચી, જાયફળ નો ભૂકો અને કેસર ઉમેરી ને હલાવી દો.

૪ આ મિશ્રણ ને પલ્સ ઉપર કે પછી ૫ સેકન્ડ ના ઈન્ટરવલ પર થોડું થોડું કરી ને પીસી લો જેથી કરી ને ડ્રાયફ્રૂટ નું તેલ ના છૂટે.

૫. હવે આ પાવડર ને હલાવી ને ધોઈ ને કોરી કરેલી બોટલ માં ભરી લો.

૬. આમાં તમે ખડી સાકર પણ ઉમેરી શકો છો જે થી કરી ને પાછળ થી તમારે ખાંડ ના ઉમેરવી પડે.

૭. હવે મસાલા વાળું દૂધ બનાવવા માટે ૧ ગ્લાસ ગરમ દૂધ માં ૨ ટેબલ સ્પૂન દૂધ નો મસાલો ઉમેરો.

૮. આ દૂધ ને તમે ગરમ અથવા ઠંડુ કરી ને પણ પી શકો છો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version