જલ્સા કરોને જેંતીલાલ

દુધી ના મુઠીયા – ગુજરાતીઓના મનપસંદ દૂધીના મુઠીયા, આવીરીતે વઘારજૉ બધાને પસંદ આવશે..

દુધી ના મુઠીયા

સામગ્રી:

રીત:

– એક બાઉલ માં સૌથી પેહલા દુધી નું ઝીણ લઇ લો.

-જેમાં પહેલા સ્વાદ અનુસાર મીઠું નાખો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણાજીરું, અને ગરમ મસાલો નાખો અને બધા મસાલા ને બરાબર દુધી માં મિક્ષ કરી લો.

– હવે અજમાં ને હાથ માં લઇ બરાબર મસળી લો જેના લીધે તેની બધી ફ્લેવર બરાબર ખુલે અને તેને દુધીમાં મિક્ષ કરી લો.

– હવે આ મિક્ષર માં સોજી, ચણા નો લોટ, ચોખા નો લોટ, ઘઉં નો કરકરો લોટ અને ધઉં નો ઝીણો લોટ નાખો.

– આ લોટ ને દુધી માં મિક્ષર માં બરાબર મિક્ષ કરી લો.

– હવે આ મિક્ષર માં ૧ ચમચી મોવણ નું તેલ નાખી દો.

– તેલ નાખ્યા બાદ દહીં નાખી અને લોટ ને બરાબર મિક્ષ કરી લો અને જો પાણી ની જરૂર પડે તો થોડું પાણી લઇ અને કણક બાંધી લો.

– હવે તેમાં આદું મરચા ની પેસ્ટ નાખી અને બરાબર મિક્ષ કરી લો.

– તેલ થી આ લોટ મેં બરાબર ગ્રીઝ કરી લઈશું. અને આ લોટ ને ૫-૭ મિનીટ માટે રેસ્ટ કરવા દઈશું.

– ઢોકલીયા/ સ્ટીમર માં પાણી ઉકાળવા મુકો.

– ૫-૭ મિનીટ બાદ લોટ ના મુઠીયા વાળી લો અને તેને સ્ટીમર માં ૮-૧૦ મિનીટ માટે બાફવા મૂકી દો.

– ૮-૧૦ મિનીટ બાદ ચપ્પુ ની મદદ થી ચેક કરો, જો ચપ્પુ પર કઈ ચોટે નહિ તો મુઠીયા બફાઈ ગયા છે. અને આ મુઠીયા ને ૫-૭ મિનીટ માટે બરાબર સીઝવા દો.

– મુઠીયા શીઝાય જાય ત્યાર બાદ કાપી લો.

– મુઠીયા વઘારવા માટે એક પેન માં તેલ લો.

– તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ નાખો, રાઈ તતડી જાય એટલે તેમાં હિંગ, મીઠો લીમડો, તલ, શીંગદાણા નો ભૂકો, લીલા મરચા , હળદર નાખી અને સમારેલા મુઠીયા નાખી દો.

– મુઠીયા ને બરાબર હલાવી લો અને તેમાં ધાણાજીરું, ખાંડ, લીંબુ નો રસ નાખી ૩-૫ મિનીટ ચડવા દો.

– અને અંત માં લીલા ધાણા થી ગરમા ગરમ મુઠીયા ને ચા, કોફી સાથે સર્વ કરો.

વિડીયો માટે ની લીંક:

રસોઈની રાણી : દર્શિતા પટેલ

The Mommie Universe ને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો : https://instagram.com/the.mommie.universe?igshid=itb0c3dm1bej

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version