ઉતરાયણ નિમિતે ખાસ તમારા માટે લાવ્યાં એક સાથે બે બે વાનગી જે ઊંધિયા સાથે આરામથી બનાવી શકાય.

“જુનાગઢી ફરાળી બટાટા વડા”

સામગ્રી

-8-10 બાફેલા બટાકા
-2-3 વાડકી રાજગરાનો લોટ,
-થોડા લીલા મરચાં વાટેલા,
-ઝીણી સમારેલી કોથમીર,
-થોડી કિશમિશ,
-8-10 કાજૂ,
-2 નાની ચમચી લાલ મરચુ,
-ફરિયાળી મીઠુ સ્વાદમુજબ,
-તેલ તળવા માટે.

*રીત-

– સૌ પહેલા સેકેલા રાજગરાના લોટને એક તપેલીમાં થોડુ મીઠુ નાખીને ખીરુ બનાવી લો અને બટાકા વડાને કવર માટે મુકી રાખો.
-હવે બટાકાને સારી રીતે મસળી લો.
-તેમા બધી સામગ્રી મિક્સ કરીને નાના નાના લૂઆં બનાવી લો.
-હવે રાજગરાના ખીરામાં આ લૂઆને નાખીને તળી લો.
-ધીમા તાપ પર થવા દો.

                         દૂધી મકાઈના ઇદડા

સામગ્રી:

1 વાટકી અમેરિકન મકાઈના દાણા
3/4 વાટકી રવો
1/2 વાટકી ચોખાનો લોટ
1/4 વાટકી પલાળેલી અડદની દાળ
મીઠું
2-3 લીલા મરચા
1 વાટકી દૂધીનું છીણ
પાણી
વઘાર માટે:
2 ચમચી તેલ
1 ચમચી રાય
1 ચમચી જીરું
લીમડાના પાન
1-2 લીલા મરચાની કટકી
કોથમીર

રીત:

– સૌ પ્રથમ મિક્સર જારમાં મકાઈ, અડદને નિતારી અને લીલા મરચાને પાણી વગર ક્રશ કરી લેવું.
– એક વાસણમાં ક્રશ કરેલી પેસ્ટ ચોખાનો લોટ, રવો અને મીઠું ઉમેરી મિક્સ કરી લેવું.
– હવે તેમાં દૂધીનું છીણ ઉમેરી હલાવી 5 મિનિટ રહેવા દેવું.
– હવે પાણી જરૂર મુજબ રેડી ઈડલી ઢોકળાનું ખીરું હોય તેવું ખીરું બનાવવું.
– ઢોકળિયામાં પાણી વરાળે મૂકી પ્લેટને તેલ વડે ગ્રીસ કરી ખીરું રેડી ઢોકળિયામાં પ્લેટ મુકવી, ઉપર લાલ મરચાની ભૂક્કી સ્પ્રિન્કલ કરવી.
– 10 મિનિટમાં તૈયાર થઇ જશે વચ્ચે એક વાર ચેક કરી લેવું.
– એક વઘારિયામાં તેલ લઇ તેમાં રાય, જીરું, લીમડાના પાન, મરચાની કટકીનો વઘાર કરી ઇદડા પર રેડી દેવો.
– કોથમીર ભભરાવી સર્વ કરવું.
– તો તૈયાર છે દૂધી મકાઈના ઇદડા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)(દૂધી મકાઈના ઇદડા)

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા) (જુનાગઢી ફરાળી બટાટા વડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી