દુધીની ખીચડી- ખુબ ટેસ્ટી અને હેલ્થી વાનગી, શેર કરો અને લાઇક કરો અમારું પેજ…

દૂધીની ખીચડી

સામગ્રી :

૨૫૦-૩૦૦ ગ્રામ દૂધી,
૨-૩ ટે સ્પૂન ઘી,
૭-૮ લીલા મરચાં,
૮-૧૦ લીમડાં નાં પાન,
૧/૨ થી ૧ ટે સ્પૂન આખું જીરુ,
૨-૩ ચમચી ખાંડ,
શેકેલા શીંગ દાણાં નો ભુકો,
લીંબુ નો રસ,
મીંઠુ સ્વાદ મુજબ,

રીત:

• સૌ પ્રથમ એક ડીશ માં દૂધી ખમણી લો. હવે એક કડાઈ માં ઘી નાંખી ગરમ થાય એટલે તેમાં જીરુ નાંખો થોડુ લાલ થાય એટલે તેમાં લીલા મરચાં (ગોળ કાપેલા) અને લીમડો નાંખો.

•હવે દૂધી માંથી પાણી કાઢી કડાઈ માં નાંખી દો. એમાં સ્વાદ મુજબ મીઠું નાંખી ચઢવા દો.

થોડુ આદુ નાંખી હલાવી લો પછી દુધી ચઢી જાય એટલે તેમાં ખાંડ અને શેકેલા શીંગ દાણાંનો ભુકો અને જરૂર પ્રમાણે લીંબુ નાંખી હલાવી બરાબર ચઢી જાય એટલે કોથમીર નાંખી ગરમાગરમ સર્વ કરો..

રસોઇની રાણી : ખુશ્બુ દોશી (સુરત)

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

.

ટીપ્પણી