એક સમયે પાઈ-પાઈ માટે ફાંફા મારતો આ ખેડૂત લોટરી જીતી બની ગયો કરોડપતિ…

ભલે લોકો કહેતાં કે પૈસા ને જીવનમાં મુખ્ય ન ગણવા પણ વાસ્તવિકતા તો એવી જ છે કે પૈસા વગર પાંદડું પણ હલતું નથી. જો તમારી પાસે રૂપિયા હોય તો તમે પાંદડું શું પણ પહાડ પણ હલાવી શકો છો. આજે માણસની જો કોઈ પ્રાથમિકતા હોય તો તે છે પૈસો કમાઈને પોતાના પરિવારને સ્વસ્થ-સંપૂર્ણ જીવન આપવું.

પણ આજે માત્ર આપણો દેશ નહીં પણ સમગ્ર વિશ્વમાં વૈભવતા વધતી જઈ રહી છે પણ અમીરી-ગરીબી વચ્ચેની ખીણ પણ વધારે ઉંડી થતી જઈ રહી છે. એક બાજુ માણસને ખાવાના પણ ફાંફા છે તો બીજી બાજુ માણસ માત્ર બે બ્રેડ કે પછી બે રોટલીના સેંકડો રૂપિયા ખર્ચી નાખે છે. આ સેંકડો રૂપિયામાં કોઈને અઠવાડિયાનું ભોજન મળી જાય છે. પણ આ એક નરી વાસ્તવિકતા છે અને વર્ષોથી આમ જ ચાલતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ આમ જ ચાલશે.

તમારા અસ્તિત્વ માટે તમારી માનસિક સ્વસ્થતતા તો મહત્ત્વનો ભાગ ભજવે જ છે પણ તમે આર્થિક રીતે પણ સ્વસ્થ એટલે કે પૂર્ણ હોવા જરૂરી છે. પૈસાનું મહત્ત્વ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આપણા જીવનમાં પણ ઘણીવાર એવી સ્થિતિ આવતી હોય છે જેમાં આપણને પૈસાની ખેંચ પહોંચતી હોય છે પણ ઘણા લોકો સાવ જ કંગાળ થઈ ગયા હોય છે ઉધારી પર જીવતા હોય છે અને તેવું જ હૈદરાબાદના એક ગરીબ ખેડૂત સાથે બન્યું હતું. પણ તેની કીસ્મત જાગી ઉઠી.

આ ખેડૂત રાતેરાત કરોડપતિ બની ગયો. રાતો રાત આ ખેડૂત 27 કરોડ રૂપિયાનો માલિક બની ગયો. ખેડૂતનું નામ છે વિલાસ રાયક્લા. પોતાની કંગાળ સ્થિતિમાંથી બહાર આવવા માટે વિલાસ રાયક્લા દુબઈમાં નોકરી કરવાના હેતુથી ગયા હતા. પણ અથાગ પ્રયત્નો છતાં પણ તેમને ક્યાંય કોઈ સ્થીર નોકરી નહોતી મળતી.

છેવટે લાખો રૂપિયા ખર્ચીને દુબઈમાં નોકરીની આશાએ ગયેલા વિલાસને ત્યાં નોકરી ન મળતાં તેઓ ભારત પાછા આવી ગયા. ઘરે આવીને તેમણે એક તુક્કો લગાવ્યો અને પોતાની પત્ની પાસેથી 20000 રૂપિયા ઉધાર લઈને લોટરીની ટીકીટ ખરીદી. અને તેમનું નસીબ જે નોકરીમાં સાવ જ નક્કામું રહ્યું હતું તે અચાનક જાગી ઉઠ્યું અને જાગ્યું તો એવું જાગ્યું કે તેમને 4 મિલિયન ડોલરની લોટરી લાગી ગઈ.

મૂળે વિલાસ અને તેમના પત્ની હૈદરાબાદના ખેતરોમાં કામ કરે છે. તેઓ પોતાના ખેતરમાં ચોખાની ખેતી કરે છે જેની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા આસપાસ થાય છે. અને આપણે બધા જાણીએ છીએ તેમ ખેતીની આવક નક્કી નથી હોતી ક્યારેક લાખોની કમાણી કરાવે છે તો વળી ક્યારેક નુકસાન પણ થાય. આવી અનિશ્ચિત આવકથી કંટાળીને વિલાસે દુબઈ જઈ ડ્રાઈવરનું કામ શરૂ કરી દીધું.

દુબઈના રોકાણ દરમિયાન તેઓ છેલ્લા બે વર્ષથી રફલ નામની લોટરીની ટીકીટ ખરીદતા હતા પણ તેમાં તેમનું નસીબ નહોતું કામ કરતું. પણ આ ત્રીજીવારની લોટરીએ તેમની એવી તે કિસ્મત ચમકાવી કે તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા.

લોટરી જીતવાનો સંપૂર્ણ શ્રેય તેમણે પોતાની પત્ની પદ્માને આપ્યો છે તેમણે જણાવ્યું હતું કે આટલી મોટી જીત પાછળ તેમની પત્ની જવાબદાર છે. આટલી બધી લોટરી હાર્યા બાદ પણ તેમણે પોતાની પત્ની પાસેથી 20000 રૂપિયા ઉધાર લઈને પોતાના મિત્ર રવિ પાસે લોટરી ખરીદાવડાવી હતી. રવિએ વિલાસના નામે ત્રણ ટીકીટ ખરીદી હતી અને છેવટે તેઓ લોટરી જીતીને કરોડ પતિ બની ગયા.

શું તમે પણ ક્યારેય કીસ્મતના જોરે કોઈ તુક્કો લગાવ્યો છે ? અને તેમાં તમારું નસીબ કામ કર્યું છે ? તમારી પણ આવી કોઈ વાત હોય તો અમારી સાથે ચોક્કસ કમેન્ટ બોક્ષમાં શેયર કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ