ડ્રાય ફ્રૂટ પિનટ ચીકી – ઠંડકમાં આ ડ્રાયફ્રુટ પિનટ ચીકી તમને રાખશે સ્વસ્થ અને મસ્ત…

ડ્રાય ફ્રૂટ પિનટ ચીકી :

શિયાળા ની ગુલાબી ઠંડીની શરુઆત થઇ રહી છે, તો શિયાળા ના પાક ની સાથે સાથે બધાને ચીકી જરુરથી ખાવાનું મન થઇ આવે. ચીકી નો આખા ભારત દેશ માં તેમજ ફોરેન કંટ્રી માં પણ લોકો એનર્જી બાર તરીકે ઉપયોગ કરે છે. રમત – ગમત રમતા કે તેની સ્પર્ધા માં પાર્ટીસિપેટ થતા સ્પર્ધકોથી માંડીને મહેનત નું કામ કરતા લોકો અને બાકીના દરેક નાના મોટા લોકો ને ડ્રાય ફ્રૂટ પિનટ ચીકી માંથી ભરપૂર શારીરિક એનર્જી પ્રાપ્ત થાય છે.

ડ્રાયફ્રૂટ ને ગોળ અને સુગર એમ બન્ને સાથે મિક્સ કરીને ચીકી બનાવી શકાય છે. તલ, કોપરું, મમરા વગેરે બધાની ચીકી બનાવી શકાય છે.

મેં અહિ કાજુ, બદામ અને પિસ્તા સાથે સુગર ના કોમ્બીનેશન થી પૌષ્ટિક ડ્રાય ફ્રૂટ પિનટ ચીકી બનાવી છે. તમે બધા જરુર થી બનાવજો. આ ચીકી શિયાળા માં બધા ને ખૂબજ હેલ્થ ફિટ રાખશે. એક વાર આ રેસિપિ ફોલો કરી ઘરે બનાવવા ની ટ્રાય કરો.પછી તમારે ક્યારેય બજારમાં મળતી ચીકી લાવવી નહિ પડે.

ડ્રાય ફ્રૂટ પિનટ ચીકી માટેની સામગ્રી :

  • 1 કપ પિનટ – શિંગદાણા (રોસ્ટેડ, સ્કીંડ અને કરકરા -અધકચરા ગ્રાઇંડ કરેલા
  • 1 કપ બદામ – બારીક કાપેલી
  • ½ કપ પિસ્તા – બારીક કાપેલા અથવા સ્લિવર્સ
  • ½ કપ કાજુ – કાપેલા
  • 1 કપ સુગર
  • ઘી – પ્લેટફોર્મ ગ્રીસ કરવા માટે
  • વેનિલા એસેંસ
  • રોલિંગ પિન
  • પિઝા કટર

ડ્રાય ફ્રૂટ પિનટ ચીકી બનાવવાની રીત :

1 કપ શિંગદાણા લ્યો. થીક બોટમ નુ પેન ગરમ કરો. તેમાં શિંગદાણા ઉમેરી સ્લો ફ્લૈમ પર ડ્રાય રોસ્ટ કરો.

બરાબર રોસ્ટ થઇ ને તેના ફોતરા સરળતાથી નીકળી શકે ત્યાં સુધી સ્લો ફ્લૈમ પર ડ્રાય રોસ્ટ કરો.

રોસ્ટેડ શિંગદાણા બરાબર ઠરે એટલે તેના બધા જ ફોતરાં કાઢી નાંખો.

ત્યારબાદ તેને થોડા જ ગ્રાઇંડ કરી કરકરા – અધકચરા કરી લ્યો.

હવે પૂર્વ તૈયારી રુપે ……ડ્રાય ફ્રૂટ પીનટ ચીકી પાથરવા માટે પ્લેટફોર્મ સપાટી ના થોડા ભાગમાં અથવાતો એક બોર્ડ લઈ તેનાં પર ઘી થી ગ્રીસ કરી લ્યો. સાથે સાથે ડ્રાય ફ્રૂટ પીનટ ચીકી રોલ કરવા માટેના રોલિંગ પિન ને અને ચીકી કટ કરવા માટેના પિઝા કટર ને પણ ઘી થી સારી રીતે ગ્રીસ કરે લ્યો.

ત્યારબાદ નોન સ્ટીક પેન ગરમ કરી લ્યો. તેમાં 1 કપ સુગર ઉમેરી ગેસ ની ફ્લૈમ મિડિયમ કરી દ્યો.

એક વાર હલાવીને એમજ રહેવા દ્યો. વારંવાર હલાવવાથી જલ્દીથી સુગર મેલ્ટ નહિ થાય, ઓકેઝનલી જ લેડરથી હલાવો.

સુગર મેલ્ટ થાય એટલે સતત હલાવતા રહો.

સુગર મેલ્ટ થઇ ને તેનું સીરપ થીક અને લાઇટ બ્રાઉન કલર નું થઇ જાય ત્યાં સુધી કૂક કરો.

હવે ગેસ ની ફ્લૈમ સ્લો કરીને, થીક અને બ્રાઉન કલર ના થયેલા સુગર સીરપ માં 1 કપ અધકચરા ગ્રાઇંડ કરેલા શિંગદાણા, 1 કપ બારીક કાપેલી બદામ, ½ કપ પિસ્તા બારીક કાપેલા અથવા તેના સ્લિવર્સ અને ½ કપ કાપેલા કાજુ અને એસેંસ ઉમેરી ઝડપ થી બધું મિક્સ કરી દ્યો.

સાથે તેમાં 5-6 ડ્રોપ્સ એસેંસ પણ ઉમેરી દ્યો. તેને પણ બરાબર મિક્સકરી લો.

તરત જ ગેસની ફ્લૈમ બંધ કરી તત્કાલિક જ ડ્રાય ફ્રુટ અને પીનટ ના બનેલા ચીકીના મિક્સચર ને ગ્રીસ કરેલા પ્લેટાફોર્મ કે બોર્ડ પર પેન માંથી કાઢી લ્યો. મેં અહિ પ્લેટફોર્મ પર લીધુ છે.

હાથના પંજાને પણ ઘી થી ગ્રીસ કરી લ્યો. ત્યારબાદ ચીકી ના મિક્સ્ચર ને હાથ થી દબાવી ગ્રીસ કરેલા રોલિંગ પિનથી વણી લ્યો.

વણેલી ચીકીની થીકનેસ ½ ઇંચ જેટલી રાખો.

પાથરેલી ચીકી ગરમ હોય ત્યાં જ તેને ગ્રીસ કરેલા પિઝા કટર થી સ્ક્વેર કટ કરી લ્યો.

ઠંડી પડી ગયેલી ચીકી કાપવાથી બરાબર કપાશે નહી અને ભૂકો થશે.

પિઝા કટર થી સ્ક્વેર કટ કરેલી ચીકી ઠરે એટલે તેના સ્ક્વેર પીસ અલગ કરી લ્યો.

ડ્રાય ફ્રુટ અને પીનટ ચીકી બરાબર ઠંડી થાય એકદમ ક્રંચી થઇ જાય ત્યારબાદ જ એર ટાઇટ કન્ટેઇનરમાં સ્ટોર કરવા માટે ભરવી.

થોડી પણ ગરમ હશે તો સ્ટીક થઇ જાશે.

ખૂબજ હેલ્ધી, ડિલિશ્યશ અને સ્વીટ ડ્રાય ફ્રુટ અને પીનટ ચીકી ખૂબજ પૌષ્ટિક છે. શિયાળામાં હંમેશા બધાએ ખાવી જોઇએ. બાળકોને પણ નાસ્તા બોક્સમાં જરુરથી ભરી આપજો.

શિયાળાની ગુલાબી ઠંડીમાં બધાને આ ડ્રાય ફ્રુટ અને પીનટ ચીકી ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.