ડ્રગ્સની લતમાંને લતમાં આ મોડલની હાલત થઇ ગઇ હતી ખરાબ, રોડ પર ભીખ માંગવાનો આવ્યો હતો વારો, જાણો આ મોડલ વિશે

સિનેમાની દુનિયા ગ્લેમરથી ભરેલી છે, અહીંયા જેટલી ચકમક છે એટલું જ અંધારું પણ છે. અહીંયા લાખો લોકો સ્ટાર બનવાનું સપનું લઈને આવે છે. અમૂકના સપના પુરા થાય છે તો અમુક લોકો મંજિલની શોધ કરતા કરતા અર્શથી ફર્શ સુધી ક્યારે પહોંચી જાય છે ખબર જ નથી પડતી. આજે અમે જે અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છે એમની સાથે પણ કંઈક આવું જ થયું હતું. અમે વાત કરી રહ્યા છે મોડલ ગીતાંજલી નાગપાલ વિશે. ગીતાંજલી નાગપાલે પૂર્વ મિસ યુનિવર્સ સુસ્મિતા સેન સાથે રેમ્પ વોક કર્યું હતું. એ પછી ગીતાંજલી ખૂબ જ ઝડપથી ચર્ચામાં આવી ગઈ હતી અને એમની સુંદરતાની પણ ખૂબ જ ચર્ચા થઈ હતી. પણ પછી ગીતાંજલીની ક્યાંય કઈ ખબર ન મળી અને અચાનક એક દિવસ મોડલ દિલ્લીની સડકો પર ભીખ માંગતી જોવા મળી. આજે અમે તમને ગીતાંજલી નાગપાલ સાથે જોડાયેલી અમુક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છે.

image source

90ના દાયકામાં ગીતાંજલી નાગપાલ મોડલિંગની દુનિયાનું મોટું નામ હતું અને એમને સુસ્મિતા સેન સાથે રેમ્પ વોક કરીને ખૂબ જ ચર્ચામાં રહી હતી. હરિયાણામાં હિસાર સાથે સંબંધ ધરાવતી ગીતાંજલી એક નેવી ઓફિસરની દીકરી હતી. એમને લેડી શ્રી રામ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો. ગીતાંજલી ખૂબ જ સુંદર હતી એટલે એમને ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો હતો.

image source

મોડલિંગની દુનિયામાં નામ બનાવ્યા પછી ગીતાંજલીએ પોતાના પરિવાર વિરુદ્ધ જઈ જર્મન છોકરા સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી ગીતાંજલીને એક દીકરો થયો અર્થર. પણ આ લગ્ન વધુ દિવસ સુધી ન ટકી શક્યા અને એ પોતાના પતિથી અલગ થઈ ગઈ. એમના પૂર્વ પતિ દીકરા સાથે આજે પણ જર્મનીમાં રહે છે.

image source

ગીતાંજલી ગોવા ગઈ હતી, જ્યાં એમની એક બ્રિટિશ છોકરા સાથે મુલાકાત થઈ. બન્ને વચ્ચે પ્રેમ થયો અને પછી મોડલ બ્રિટિશ બોયફ્રેન્ડ સાથે એક સસ્તા ગેસ્ટહાઉસમાં રહેવા લાગી. એ જ દિવસોમાં ગીતાંજલી ડ્રગ્સ અને દારૂની લતનો શિકાર પણ થઈ ચૂકી હતી. એ પછી વર્ષ 2007માં એમને દિલ્લીની સડકો પર ભીખ માંગતા જોવામાં આવી. ગીતાંજલીએ ઘરોમાં નોકરાણીનું કામ પણ કર્યું છે.

image source

મોડલની સ્થિતિ એટલી બગડી ગઈ કે એ રોડ અને પાર્કમાં રાત વિતાવવા માટે મજબૂર થઈ ગઈ હતી. એ દરમિયાન એક ફોટોગ્રાફરે ગીતાંજલીને જોઈને એમનો ફોટો પાડવાનું કહ્યું તો ફેમસ મોડલની જેમ એમને પોતાની ટી શર્ટને ખભા સુધી નીચે કરીને પોઝ આપ્યો. જ્યારે એમના વિશે માહિતી લેવામાં આવી તો ખબર પડી કે એ ગીતાંજલી છે.

image source

ફોટોગ્રાફરે પોલીસને સૂચના આપી અને એ એમને પોલીસ સ્ટેશન લઈ ગયા. એ પછી મોડલને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી. ગીતાંજલીની લતે એમના કરીયરને એકદમ ચોપટ કરી નાખ્યું. આજે ગીતાંજલી નાગપાલ ક્યાં છે, એ વિશે કોઈ જાણકારી નથી. અમુક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે પણ એ સ્પષ્ટ નથી. કહેવામાં આવે છે કે વર્ષ 2008માં આવેલી નિર્દેશક મધુર ભંડારકરની ફિલ્મ ફેશનમાં એક્ટ્રેસ કંગના રનૌતનું પાત્ર ગીતાંજલી નાગપાલથી પ્રેરિત હતું. એમની આખી જિંદગીને આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong