જાણો આ 91 વર્ષીય પારસી ડોક્ટરે વિશે, જેમને બબીતા-કરીનાથી લઇને અનુષ્કા શર્માની કરાવી નોર્મલ ડિલિવરી

જાણીતી બૉલીવુડ અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો હતો. હોસ્પિટલનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનુષ્કા શર્માએ બ્રીચ કેન્ડી હોસ્પિટલના પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત 91 વર્ષીય પારસી ડૉક્ટર રૂસ્તમ સોનાવાલા પાસે ડિલિવરી કરાવી હતી.

image source

કરીના કપૂરે પણ પોતાની પહેલી ડિલિવરી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. રૂસ્તમ સોનાવાલા પાસે જ ડિલિવરી કરાવી હતી. અને તે વખતે કરીના કપૂરએ દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કરીના કપૂરની બીજી ડિલિવરી પણ ડૉ. રૂસ્તમ સોનાવાલા કરાવશે.

image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે ડૉ. રૂસ્તમવાલાએ જ કરીના કપૂર અને કરિશ્મા કપૂરની માતા બબીતા કપૂરની બંને ડિલિવરી કરાવી હતી. આ ઉપરાંત નીતુ સિંહ, ગૌરી ખાન, જયા બચ્ચનની પણ ડિલિવરી આ જ ડૉક્ટરે કરાવી હતી. ડૉક્ટર સોનાવાલાએ કપૂર અને બચ્ચન ફેમિલી ઉપરાંત વિજય માલ્યાની પત્નીની ડિલિવરી પણ કરાવી હતી.

image source

ડૉક્ટર આર પી સોનાવાલાની ઉંમર હાલ 91 વર્ષની છે અને એમને વર્ષ 1948થી પોતાની પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. સોનાવાલાએ પોતાની બાયોગ્રાફીમાં કહ્યું હતું, ‘એ સમયે ડૉક્ટર પેશન્ટના પલ્સ જોઈને સારવાર કરતા હતા. ડાયગ્નોસ્ટિક પ્રોસિજર અને બ્લડ ગ્રુપ જેવી બાબતો પછી આવી હતી.’

તમને જણાવી દઈએ કે ડૉક્ટર રૂસ્તમે ઈન્ટ્રા યુટેરિન કોન્ટ્રોસેપ્ટિવ ડિવાઈસ બનાવ્યું હતું અને એ માટે તેમને વર્ષ1991માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. “લાઈફગીવર” નામના પુસ્તકમાં ઓથર રશ્મિ ઉદયસિંહે ડૉક્ટર સોનાવાલા પર બાયોગ્રાફી’ લખી છે.

image source

પોતાની લાડકી દીકરીના જન્મ પછી જ્યારે આ ખબર વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા મારફતે પોતાના ફેન્સને આપી હતી ત્યારે પણ તેને પ્રાઇવસીની વાત કરી હતી. અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી પોતાની પ્રાઈવસી અંગે ઘણાં જ સાવચેત છે. બંનેએ હોસ્પિટલમાં પણ કેટલાક કડક નિયમો મૂક્યા છે.

image source

બંને પોતાની પ્રાઇવસી અંગે એટલે સજાગ છે કે અનુષ્કા શર્માને પરિવારના નજીકના સભ્યો પણ મળવા આવી શકે એમ નથી. તેમણે નક્કી કર્યું છે કે તેઓ ફૂલો કે પછી કોઈપણ જાતની ગિફ્ટ્સ હોસ્પિટલમાં લેશે નહીં. આટલું જ નહીં, અનુષ્કાના ફ્લોર પર આવેલા અન્ય રૂમના વિઝિટર્સ પણ એક્ટ્રેસના રૂમ તરફ આવી શકતા નથી. આટલુ ઓછું હોય એમ હોસ્પિટલના સ્ટાફ માટે પણ કડક નિયમો બનાવ્યા છે. હોસ્પિટલ સ્ટાફ પણ ટાઈટ સિક્યોરિટીમાંથી પસાર થઈને જ અનુષ્કાના રૂમમાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ