જો આ રીતે પીશો ચોખાનુ પાણી, તો સ્વાસ્થ્યને થશે અનેક લાભ…

ઘઉં અને ચોખા બંને ભારતનો મુખ્ય ખાદ્ય અનાજ છે. સામાન્ય રીતે લોકો કૂકરમાં ચોખા બાફીને ભાત બનાવીને ખાય છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી લોકો ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છે. તેઓ ચોખાને ઉકાળીને ભાત બનાવે છે. ત્યારપછી તે ચોખામાંથી પાણી કાઢી નાખે છે અને તે પાણીને નકામું સમજીને ફેંકી દે છે. આમ લોકો ભાતમાં રહેલા પોષકતત્વોને પાણીમાં ઉકાળીને ઓછા કરી દે છે. ઉપરાંત ચોખાના ઓસામણને ફેંકી દઈને ખૂબ મોટી ભૂલ કરે છે.

image source

ઉલ્લેખનીય છે કે બાફેલા ચોખાનું પાણી ખૂબ ગુણકારી હોય છે. તે અનેક બીમારીઓથી બચાવે છે અને ઘણી બીમારીઓમાં દવાનું કામ કરે છે. ઉપરાંત ચોખાનું ઓસામણ વાળ અને સુંદરતા માટે ખૂબ જ લાભદાયી હોય છે.

image source

આજે ચોખાના ઓસામણથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.

– ચોખાના ઓસામણમાં શારીરિક ઉર્જા વધારવાની શક્તિ હોય છે. ઓસામણમાં વિટામિન બી, સી અને ઇ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. આ બધા વિટામીન શરીરનો થાક દૂર કરવા સક્ષમ છે. ઉપરાંત શરીરને તંદુરસ્ત બનાવે છે.

image source

-જ્યારે વાતાવરણમાં બે ઋતુ ભેગી જોવા મળે છે ત્યારે વાઇરલ ફીવર થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આવા સમયે ચોખાનું ગરમ ઓસામણ પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને વાઇરલ ફિવરની અસરથી બચાવે છે. જો આપને વાઇરલ ફીવર થઈ ગયો હોય તો તેમાં ખાસ ચોખાનું ગરમ ઓસામણ પીવું જોઈએ. આ ઓસામણ પીવાથી વાઇરલ તાવ દૂર થઈ જાય છે અને શરીરને આરામ મળે છે.

image source

– ચોખાનું ઓસામણ પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થાય છે.આ ઓસામણ શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. જો આપ લો બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા હોવ તો આપે ખાસ ચોખાનું ગરમ ઓસામણમાં મીઠું નાખીને પીવું જોઈએ. જેથી લો બ્લડપ્રેશરની સમસ્યામાં રાહત મળે છે અને લાંબા સમયે આ સમસ્યાનો અંત આવી શકે છે.

image source

– જે લોકોને પેટની તકલીફ રહે છે જેવી કે, અપચો, ઝાડા થઈ જવા, પાચનતંત્રનું નબળું હોવું જેવી અનેક તકલીફોમાં ચોખાનું ઓસામણ ખૂબ કારગત નીવડે છે. આજે પણ ભારતના ગામડાઓમાં નાના કે મોટાઓને ઝાડા થાય કે ખોરાક પચે નહિ તો તેઓને ચોખાનું ઓસામણ જ પીવડાવાય છે. કારણ કે ચોખાના ઓસામણમાં ભરપૂર ફાઇબર મળી રહે છે. જે પાચનતંત્રના મેટાબોલિજમને મદદ કરે છે.

image source

– જો આપના વાળ ખરી રહ્યા છે કે સફેદ થઈ રહ્યા છે તો આપ જ્યારે પણ માથું ધોવો ત્યારે આપે માથું ધોયા બાદ ચોખાના ઓસામણનો લેપ વાળમાં અને વાળના મૂળથી લગાવશો તો આપના વાળને ખરતા રોકશે, આ સાથેજ વાળમાં ચમક આવશે. ઉપરાંત વાળ મજબૂત બનશે.

image source

– જો આપની ત્વચા ઉનાળામાં સૂરજની અલ્ટ્રાવાયોલેટ કિરણોને સહન નથી કરી શકતી અને સ્કીન ઇન્ફેક્શન થાય છે તો ચોખાના ઓસામણનો લેપ લગાવવો. કારણકે ચોખાના ઓસામણમાં સૂરજના અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર ઓછી કરનાર ઓરિજેનોલ તત્વ ભરપૂર હોય છે. જે સ્કિનને સ્વસ્થ રાખે છે.

image source

– ચોખાના ઓસામણથી ઘણી બધી બીમારીઓની શકયતા ઘટાડી શકાય છે. જેમકે કેન્સર. જો આપ રોજ ચોખાનું ઓસામણ પી રહ્યા છો તો આપને કેન્સર થવાની શકયતા ખૂબ ઘટી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ