જલ્સા કરોને જેંતીલાલ

સપનાની દુનિયાની આ અજબગજબ વાતો જાણીને તમને વિશ્વાસ નહિ આવે

સપનાની દુનિયા એકદમ અલગ જ હોય છે. સપનામાં આપણે જે ઈચ્છીએ છીએ, તે કરી શકીએ છીએ, પછી ભલે તે સુપરહીરો બનવાનું હોય કે પછી કોઈ દેશના રાજા બનવાનું હોય. જેમ આપણે ઊંડી ઊંઘમા જતા રહીએ છીએ, તો ખુદને એક રહસ્યમયી દુનિયામાં જોઈએ છીએ. જ્યાં બધુ બહુ જ સુંદર હોય છે, તો ક્યારેક બહુ જ ખતરનાક અને ડરામણું. આજ સુધી વૈજ્ઞાનિક સપનાની દુનિયાને સમજી શક્યા નથી અને હજી તેના પર રિસર્ચ ચાલુ જ છે. આખરે આપણને એ બધુ કેવી રીતે દેખાવા લાગે છે, જેની આપણે રિયલ જિંદગીમાં માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. આજે સપના વિશેના કેટલાક અજબગજબ તથ્યો જાણી લઈએ.

image source

1. સપનુ જોતા સમયે આપણું શરીર સ્તંભિત થઈ જાય છે. વૈજ્ઞાનિકોની માનીએ તો, 90 મિનીટ સુધી આપણે લાઈટ સ્લીપસ્ટેજ થી ડીપસ્લીપસ્ટેજમાં પહોંચી જઈએ છીએ. જેમ આપણે રેપિડ આઈ મૂવમેન્ટ (REM) સ્લીપ સ્ટેટમાં પ્રવેશ કરીએ છીએ, તો આપણું શરીર સ્તંભિત થઈ જાય છે. તેના બાદ આપણા ઊંડા સપનાની શરૂઆત થાય છે. આ જ કારણ છે કે અનેકવાર આપણે સપનાની દુનિયામાં હાથ-પગ હલાવવા ઈચ્છીતા હોઈએ, તો પણ હલાવી શક્તા નથી. એવો અહેસાસ થાય છે કે, જાણે હાથ-પગ જકડાઈ ગયા છે.

image source

2. ઊંઘતા સમયે અનેક લોકો સ્લીપ પેરેલિસીસમાં જતા રહે છે. આ સ્ટેટમાં લોકોને એમ લાગે છે, જાણે તેમની આસપાસ કોઈ વ્યક્તિ ફરી રહ્યો છે અને તેમને અજીબઅજીબ અવાજો સંભળાઈ રહ્યા છે. આવામાં તેમને માનવ આકાર કે કોઈ અજાણી વ્યક્તિનો રૂમમાં હોવાનો અહેસાસ થાય છે.

image source

3. રોજ રાત્રે આપણે બધા 4થી 6 સપના જોઈએ છીએ, જેનો વર્ષભરનો અંદાજ આંકડો કાઢીઓ તો 1460 થી 2190 સપના થાય છે.

4. કોઈ પણ સામાન્ય જીવન જીવનારી વ્યક્તિ પોતાના સમગ્ર જીવનકાળામાં 25 વર્ષ ઊંઘવા માટે વિતાવે છે, જેમાંથી 6 વર્ષ કે તેનાથી વધુ સમય સપના જોવામાં વિતાવે છે.

image source

5. આપણે બધા જ સવારે ઉઠતા જ 95થી 99 ટકા જોએલા સપના ભૂલી જઈએ છીએ, જે આપણને યાદ રહે છે, તે બચેલા 1થી 5 ટકા સપના હોય છે. જો તમે વિચારશો કે, તમને અત્યાર સુધી જોયેલા સપનામાં અધૂરા અધૂરા સપના જ યાદ હશે.

image source

6. જે લોકો નસકોરા બોલાવે છે, તેમનું સપનુ જોવું અસંભવ છે.

image source

7. નેત્રહીન લોકો પણ સપનુ જોઈ શકે છે, પરંતુ જે લોકો જન્મથી જ નેત્રહીન હોય છે, તેમને સપનામાં અંધારા સિવાય બીજુ કંઈ જ નથી દેખાતું. માત્ર જગ્યા, અવાજ, સ્પર્શ અને સ્વાદ વગેરેનો અનુભવ કરી શકે છે.

8. તમે ઈચ્છો તો તમારા સપનાને નિયંત્રિત કરી શકો છો. આ પ્રક્રિયાને લ્યુસિડડ્રીમિંગ કહેવાય છે.

9. ગરમ અને હૂફાળા રૂમમાં ઊંઘવાથી મીઠા સપના આવે છે, તો ઠંડા રૂમમાં ઊંઘવાથી ડરવાના સપનાની શક્યતાઓ વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version