બર્થ ડે પર અનુષ્કા શર્માએ કરી જાહેરાત, જાનવરો માટે બનાવશે ઘર

બર્થ ડે પર અનુષ્કા શર્માએ કરી જાહેરાત, જાનવરો માટે બનાવશે ઘર

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે પોતાનો 31મો જન્મદિવસ મનાવી રહી છે. જન્મદિવસના ખાસ દિવસે અનુષ્કા પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે. હકીકતમાં, થોડાક સમય પહેલાં અનુષ્કા જાનવરો માટે ઘર બનાવા માંગતી હતી. તેમજ હવે તેણે જાતે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા જાહેરાત કરી છે. અનુષ્કાએ એક પોસ્ટ શેર કરતા પશુઓના હકની વાત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે, તે મુંબઈની બહાર જાનવરો માટે ઘર બનાવા માંગે છે.
પોતની પોસ્ટમાં અનુષ્કાએ લખ્યું કે, આપણે માણસ તરીકે જન્મ લીધો છે, આપણે બોલી શકીએ છીએ, કઈ વસ્તુ પણ માંગી શકી છીએ પરંતુ જાનવરોનું શું. તમને શુ લાગે છે કે સમાજમાં તેમણે સારી રીતે ટ્રીટ કરવામાં આવે છે. તેમજ જાનવરોની સાથે ખરાબ વ્યહાર કરીએ તો પણ તેઓ કંઈ કરી શકતા નથી, એટલા માટે આપણે એક મનુષ્ય તરીકે તેમના પ્રત્યેની જવાબદારી સમજવી જોઈએ.

?

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on


તેમજ તમને જણાવી દઈએ કે, અનુષ્કાએ આજથી દસ વર્ષ પહેલા તેણે બોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારે તેણી ઉંમર 25 વર્ષની હતી. તે પોતાનો જન્મદિવસ મનાવા માટે પોતાના પતિ વિરાટ કોહલીને મળવા બેંગ્લોર પહોંચી ગઈ છે. ત્યાં વિરાટ અને અનુષ્કા સાથે ફિલ્મ જોવા પહોંચી ગયા હતા. અનુષ્કા અને વિરાટે આ દરમિયાન Avengers: Infinity War ફિલ્મ જોઈ. તમને જણાવી દઈએ કે, અનુષ્કા અને વિરાટ અત્યારે બેંગ્લોરમાં છે. વિરાટની આજે મેચ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જ બેંગ્લોરની મેચ હોવાને કારણે વિરાટ અને અનુષ્કા બંને બેગ્લોરમાં છે. ત્યાં વિરાટ અનુષ્કાનો જન્મ દિવસ મનાવી રહ્યો છે.

તેમજ અનુષ્કા અને વિરાટનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા વિરાટ એક મોલમાંથી પસાર થઈ રહ્યા હતા. બંને મોલમાં ફિલ્મ જોવા ગયા હતા. વીડિયોમાં અનુષ્કા અને વિરાટે એક બીજાનો હાથ પકડીને ઝડપથી બધાની વચ્ચેથી બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન વિરાટ અને અનુષ્કાને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આખા મોલમાં વિરાટ અને અનુષ્કાને જોવા માટે પ્બલિક ભેગી થઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અનુષ્કા અને વિરાટને એકબીજા સાથે સમય પસાર કરવાનો સમય નથી મળતો. તેથી અનુષ્કા પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે બેંગ્લોર પહોંચી હતી. તેમજ વિરાટે અનુષ્કાના જન્મદિવસ પર સરપ્રાઈઝ આપતા એક ખાસ તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં વિરાટ અને અનુષ્કાને કેક ખવડાવી રહ્યો છે. તેમજ આ તસવીરને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વિરાટે સરસ કેપ્શન લખ્યું છે, માય લવ, આઈ લવ યૂ

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ બોલીવુડના આવા અનેક સમાચાર વાંચો ફક્ત અમારા પેજ પર,રેગ્યુલર પોસ્ટ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી