જોઇ લો આલિયાના એપાર્ટમેન્ટની એકથી એક ચડિયાતી તસવીરો

આલિયાના સપનાનું ઘર

image source

કેટલાક દિવસો પહેલા જ એવી ખબર આવી હતી કે, આલિયા ભટ્ટ (Alia bhatt) એ મુંબઈના જુહુ વિસ્તારમાં પોતાના સપનાનું ઘર ખરીદી લીધું છે. આ ઘરની કિંમત ૧૩ કરોડથી વધારે જણાવામાં આવી છે. આ સમાચાર આવતા જ આલિયાના ફેન્સ આ જાણવા ઇચ્છતા હતા કે, આલિયાનું આલીશાન ઘર અંદરથી કેવું દેખાય છે? હવે આપનો આ ઈંતઝારનો ખતમ થઈ ગયો છે કેમકે આલિયાએ ફેંસ માટે પોતાના ઘરની અંદરનો લુક જાતે શેર કર્યો છે.

ઘરના વિડીયોને આલિયા ભટ્ટએ પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. આ વિડીયોમાં આલિયા ભટ્ટ ફેંસને પોતાનું ઘર બતાવી રહી છે. આ સાથે જ એ પણ જણાવી રહી છે કે ઘરમાં શિફ્ટ કરવાનું કેટલું મુશ્કેલ હોય છે. આ વિડીયોમાં આલિયા ભટ્ટની બહેન શાહીન અને માં સોની રાજદાન પણ જોવા મળી રહ્યા છે.

image source

આ વિડીયોમાં આલિયા ભટ્ટને પોતાના ઘરની સજાવટ કરતા જોઈ શકાય છે. વિડીયોમાં આલિયા ભટ્ટ કિચનથી લઈને બેડરૂમ અને લીવીંગ રૂમમાં જોવા મળી રહી છે. આ વિડીયોમાં આલિયા પોતાના ઘરને લઈને ઘણી ખુશ જોવા મળી છે. આગળ જણાવતા આલિયા ભટ્ટ કહે છે કે, તે શરુઆતમાં એકલી જ આવા ઘરમાં શિફ્ટ થવાની હતી પરંતુ મારી બહેનએ પાર્ટ ટાઈમ મારી સાથે રહેશે અને પાર્ટ ટાઈમ મારા પેરેન્ટ્સ સાથે રહેવાનું નક્કી કર્યું છે.

image source

વિડીયોમાં આલિયા ભટ્ટ સિવાય તેની બહેન શાહીન પણ ઘર સજાવામાં આલિયાનો સાથ આપતા જોવા મળી રહી છે. વિડીયોમાં આલિયાનું ઘર ખુબ સુંદર લાગી રહ્યું છે. વિડીયોને જોઇને એટલું તો કહી જ શકાય છે કે, આ ઘરની નાનામાં નાની વસ્તુ પર આલિયાએ ઘણું ધ્યાન આપ્યું છે. ખાસ વાત એ છે કે આલિયા ભટ્ટએ નવું ઘર ખરીદ્યા પછી વેનિટી વેન પણ ખરીદી હતી. આલિયા ભટ્ટએ વેનિટી વેનના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on

ખાસ વાત એ છે કે, આલિયા ભટ્ટના આ નવા હરતા ફરતા ઘરને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનએ ડીઝાઇન કરી છે. વેનિટી વેનની ફોટોઝને શેર કરતા આલિયા ભટ્ટ કેપ્શનમાં પણ લખ્યું : ‘મારા નવા હરતા ફરતા ઘરના ફોટો…ગૌરી ખાન.’ આવું પહેલી વાર નથી કે ગૌરી ખાનએ કોઈ સેલેબ્રીટી માટે વેનિટી વેન ડીઝાઇન કરી હોય. આની પહેલા ગૌરી ખાનએ કરણ જૌહરના ઘરનું ટેરેસ અને રણબીર કપૂરના નવા ઘરનું ઇન્ટીરીયર પણ ડીઝાઇન કર્યા છે.

image source

આલિયા ભટ્ટે આ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આલિયા કેપ્શનમાં લખ્યું કે, ‘A glimpse of my new moving home…@gauri khan.’

આલિયાનું ઘર આલીશાન મહેલથી ઓછું નથી. આપ પણ આવી રીતે પોતાનું ઘર સજાવી શકો છો.

image source

આલીયાના ઘરમાં એક ફ્રેમ છે. જેમાં લખ્યું છે. – ‘ટેક મી બેક ટુ ધ મુન.’

આલિયાની તેની પ્યારી બિલાડી સાથે સેલ્ફી, પરંતુ શું આપે તેના ઓશિકા પર લખ્યું ‘પાર્ટ ટાઈમ મરમેડ’ વાચ્યું.

image source

લાગે છે કે, આલિયાને બુક્સ વાંચવાનું સારું લાગે છે.

આટલા સુંદર ઘરમાં સવારે ઉઠવું કોઇપણ સપનાથી ઓછું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ