ડ્રાય ફ્રુટ મિલ્ક પાઉડર – સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવી લ્યો આ પૌષ્ટિક પાવડર, એકવાર બનાવશો તો આખુ વર્ષ કામ લાગશે…

ડ્રાય ફ્રુટ મિલ્ક પાઉડર

ડ્રાય ફ્રુટ મિલ્ક પાઉડર ડ્રાય ફ્રુટ માંથી બનતો પાઉડર છે. જેને આપણે દૂધ માં મિક્ષ કરી રોજ રાત્રે પી શકીએ છીયે. આ પાઉડર બધી જ ઉમર ના લોકો લઇ શકે છે. નાના બાળકો જેને યાદશક્તિ નો પ્રોબ્લેમ હોય જે બીજી કેટલીક દવા લેતા હોય તો હવે કોઈ પણ દવા ની જરૂર નથી આ પાઉડર માં વધારે પ્રમાણ માં બદામ ઉમેરવામાં આવે છે. જે બાળકો માટે ખુબ જ મદદ રૂપ બને છે. જે લોકો ને નિંદ્રા નો પ્રોબ્લેમ હોય. નીંદર ના આવતી હોય તે લોકો માટે પણ આ પાઉડર ખુબ જ ઉપયોગી છે.

ઉનાળા માં તાપ થી બચવા માટે કેટલાક ઠંડા પીણા પીતા હોઈએ પરંતુ દૂધ ખુબજ પોષ્ટિક માનવામાં આવે છે અમ પણ ઠંડા ઠંડા દૂધ માં આ પાઉડર ઉમેરીને પીવાથી શરીર માં અંદર થી શીતળતા આપે છે.  આ પાઉડર બારણી માં ભરી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે. પાઉડર ઠંડા તેમજ ગરમ ગરમ દૂધ જોડે ખુબ જ સરસ લાગે છે. બનાવવામાં ખુબ જ સરસ અને સાથે જ પોષણ યુક્ત પાઉડર પણ ખુબ જ ટેસ્ટી બને છે.

સામગ્રી:

  • ૧૫૦ ગ્રામ બદામ,
  • ૧ જાયફળ,
  • ૧૦-૧૨ નંગ ઇલાઇચી.
  • ૧ કપ દૂધ. (સેર્વ કરવા માટે).

રીત:

સૌપ્રથમ આપણે લઈશું બદામ, ઇલાઇચી, અને જાયફળ. આમાં મેં લીધેલા સામગ્રીઓ ના માપ તમારા સ્વાદ મુજબ ફેરફાર કરી શકો છો. આ પાઉડર માં કાજુ તથા સુંઠ નો પાઉડર ઉમેરવાથી પાઉડર સરસ લાગે છે. પંરતુ તમને ભાવે તે જ ડ્રાય ફ્રુટ ઉમેરી ને પણ આ પાઉડર ઉમેરી શકાય છે.હવે આપણે લઈશું જાયફળ અને તેને દસ્તા વડે તોડી અને ભૂકો કરી લેવો.હવે આપણે લઈશું ઇલાઇચી. તેને આપણે દસ્તા વડે ભાંગી ને તેના બીજ કાઢી લઈશું.હવે આપણી પાસે મળી જશે ઇલાઇચી ના છાલ વગર ના દાણા. તેને ક્રસ કરવા માટે તેમાં થી છાલ અલગ કરી લેવી.

અને જાયફળ ની પણ છાલ કાઢી લઈશું જેથી તેને ક્રશ કરી શકાય.હવે આપણે લઈશું મિક્ષ્ચરના પવાલા માં લઈશું બદામ. આમાં જે પણ ડ્રાય ફ્રુટ લીધા હોય તે બધા ઉમેરી લેવા.હવે તેમાં બધી જ સામગ્રીઓ પણ ઉમેરી લઈશું તેને ભેગા કે અલગ અલગ પણ ક્રસ કરી શકાય છે.તેને મિક્ષ્ચરમાં ક્રસ કર્યા બાદ ખુબ જ સરસ પાઉડર મળી જશે. તેને એકદમ બારીક કરવો જેથી તે દૂધ માં પ્રોપર મિક્ષ થઇ જાય.હવે લઈશું દૂધ આપણે રાત્રે ગરમ દૂધ પીતા હોઈએ તો અત્યારે આપણે દૂધ ગરમ કરી લઈશું. આ પાઉડર ઠંડા દુધ માં પણ સરસ લાગે છે પરંતુ ગરમ દૂધ માં આ પાઉડર સરસ રીતે ઓગળી ને મિક્ષ થઇ જાય છે.હવે દૂધ ઉફાણો આવે એટલું ગરમ કરી તેને એક કપ માં કાઢી લઈશું.હવે બનેલા પાઉડર ને ગરમ ગરમ દૂધ માં ઉમેરી મિક્ષ કરી દો. અને સેર્વ કરો. તો તૈયાર છે. ફ્રાય ફ્રુટ મિલ્ક પાઉડર.

નોંધ:

આ પાઉડર માં સુંઠ નો પાઉડર તેમજ કાજુ ઉમેરવાથી પણ ખુબ જ સરસ લાગે છે.

આ પાઉડર મીઠા દૂધ માં ઉમેરવો. અને જો દૂધ માં સીધો પાઉડર જ ઉમેરવો હોય તો ખાંડ ને દળી સ્વાદ પ્રમાણે આ પાઉડર માં ઉમેરી શકાય છે. અને પછી પાઉડર દૂધ માં ઉમેરી દૂધ સેર્વ કરી શકાય છે.

જો ગરમ પાઉડર માં દૂધ ઉમેરવો હોય તો દૂધ ઉકળતી વખતે પણ ઉમેરી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી