ડ્રેગન રોલ – ચાઇનીઝ ટેસ્ટનાં રોટલીમાંથી બનતા આ રોલ આજે જ બનાવો ને ખવડાવો તમારા પરિવારજનોને…..

ડ્રેગન રોલ 

આ રેસીપી એક ટાઇપની ચાઇનીઝ ટેસ્ટ આપી બનાવ્યુ છે.જેનુ નામ ડ્રેગન રોલ આપ્યું છે. આ સ્પાઇસી ડ્રેગન રોલમાં બટેકા,કાંદા,કેપ્સીકમ,ગાજર,સોયાસોસ,સેઝવાન સોસ, નાખી બનાવ્યુ છે. જેને મેંદા ની સ્પ્રીંગા પટ્ટીમાં રોલ કરી ડીપ એક સરળ પણ થોડી મહેનત વાળુ છે પણ આ એક કોક્ટેલ પાર્ટી માં બનાવી શકાય એવુ હેન્ડ સાઇઝ નું પરફેક્ટ સ્નેક્સ છે.. આ ડ્રેગન રોલ ને કીટીપાર્ટી/કોક્ટેલપાર્ટી માં તમે બનાવી સર્વ કરી શકો છો.

સામગ્રી :

 • ૧ કપ ઘઉં નો લોટ
 • ૧ કપ મેંદો
 • ૩ મિડીયમ બટેટા
 • ૨ tsp સેઝવાન સોસ
 • ૧ tsp આમચુર પાવડર
 • ૧ tsp સોયા સોસ
 • ૧ tsp કોથમીર
 • ૧ cup કોબી (બારીક સમારેલ)
 • ૧/૨ cup કેપ્સીકમ (છીણેલ)
 • ૧/૨ cup કાંદા (બારીક સમરેલ)
 • ૧ tsp કોર્ન્ફ્લોર(પેસ્ટ બનાવવા)
 • ૧ tsp બારીક સમારેલ લીલા મરચાં(અથવા લીલા મરચાની પેસ્ટ)
 • ટેસ્ટ પ્રમાણે મીઠું
 • તળવા માટે તેલ

રીત :

રોટી બનાવા માટે :

૧) એક બાઉલ માં ઘઉંનો લોટ,મેંદો, બન્ને મિક્સ કરી પાણી નાંખી લોટ બાંધી લો. અને તેને ઢંકી 30 મિનીટ સાઇડ પર મુકી દો.૨) હવે નાના નાના લુવા લઇ ગોળ રોટી વણી રોટી મેકર માં કાચી પાકી શેકી ચારેય કોર કાપી સ્ક્વેર રોટી કટ કરી લો.

ફિલીંગ માટે :

૧) સૌ પ્રથમ કોબી કાંદા કેપ્સીકમ બારીક સમારી લો. ગાજર ને છીણી લો.

૨) બીજા એક બાઉલ માં બટેકા બાફી છીણી લો અથવા મેશ કરી લો. અને આ કોબી કાંદા કેપ્સીકમ બારીક સમાર્યા છે એને બટેકા સાથે નાખી મિક્સ કરી લો.

૩) હવે તેમાં આમચુર પાવડર, મીઠું, સેઝવાન સોસ, સોયા સોસ, લીલા મરચાંની પેસ્ટનાખી બરાબર મિક્સ કરી લો.

૪) હવે જે રોટી બનાવી છે એનાં બે ભાગ કરી લો. અને જે ફિલીંગ કર્યુ છે એના બતાવ્યા છે એ પ્રમાણે નાના રોલ કરી લો.( અહીં મે રેડી સ્પ્રીંગ રોલ ની પટ્ટી લીધી છે.)

૫) હવે એ પટ્ટી પર કોર્ન્ફ્લોર ની પેસ્ટ લગાવો. અને ફીલીંગ નાખી ટાઇટ રોલ કરતા જાવ અને લાસ્ટ માં કોર્ન્ફ્લોર ની પેસ્ટ વડે બરાબર સ્ટીક કરી લો અને એવી જ રીતે બીજા રોલ પણ સેમ મેથડ થી રોલ કરી લો.

૬) હવે બધા રોલ થઇ ગયા બાદ તેલ માં તળી લો. અને બ્રાઉન કલર નાં થાય એટલે તેને ટીસ્યુ પેપર માં કાઢી લો.

૭) તો રેડી છે ડ્રેગન રોલ. આ ડ્રેગન રોલ ને સર્વીંગ પ્લેટ માં સેઝવાન સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

નોંધ :

૧) આ ડ્રેગન રોલ ને જેમ જેમ ખાવા હોઇ તેમ તેમ ગરમ ગરમ સર્વ કરવા.. નહિતો એ ચવ્વડ થઇ જશે.અને રોલ વાળો એ પણ જેમ જેમ જોવે એમજ રોલ વળી તળવા.

૨)કોર્નફલોર અને મેંદામાં પાણી નાખી પેસ્ટ રેડી કરવી. અને આ ડ્રેગન રોલ માં ચીઝ પણ ઉમેરી શકાય છે.

૩) આમાં તમે પનીર પણ નાખી શકાય છે.મે અહીં બહાર થી રેડી સ્પ્રીંગ રોલ/સમોસા પટ્ટી આવે એ લીધી છે. અને ઘરે એજ સેમ પટ્ટી કઇ રીતે બનાવી એની રીત જ આપી છે. જેમણે ઘરે બનાવી છે એ ઉપાર આપ્યા મુજબ બનાવી શકે છે

રસોઈની રાણી: ખુશ્બુ દોશી (સુરત)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી