સમાજ ની સમજણ! – જો તમે તમારા દેશ અને પરિવારના કલ્યાણ માટે વિચારો છો તો એકવાર આ જરૂર વાંચજો…

સમાજ ની સમજણ!

સરળ રિતે એકજ વાકયમા સમજીએ તો: સમાજ એટલે સાથે રહેતા વિવિધ કાર્યો ને જીવનશૈલી જીવતા માનવ સમુદાય.

સમાજ એટલે જે સમુદાય માં દરેક કોઇને કોઇ રિતે એકબીજા થી જોડાયેલા હોય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રિતેએક બીજા પર આધારીત હોય છે અને તેથીજ તેમનુ સહ અસ્તિત્વ હોય છે. આમા જ્યારે પરસ્પર ના તાલમેલ ખોરવાય છે. તે સમાજના અસ્તિત્વ ને માટે જોખમ બની શકે છે. આ માટે સમાજના જે વર્ગના વ્યક્તિઓ ની નોંધ સમાજ લેતા હોય તેમણે પોતાનુ અંગત અને સામજિક જીવન અને પોતાની સામજિક વૃતિ અને અંગત વૃતિને બહુજ કાળજી પુર્વકબેલેન્સમાં યોગ્ય દિશા તરફ પ્રયોજીત કરવી એ તેનુ કરતવ્ય કે ફરજ નહિ પણ તેના અને સમાજના અસ્તિત્વ નો સવાલ છે. આજે વિવિધ કારણો સર વિવિધ જાતિઓ વચ્ચે વૈમનસ્ય ની જે ભાવના ગહેરી થાય છે તે સમાજને વિઘટન અને વિનાશ તરફ દોરી જતા પહેલા દરેક પરિવાર માટે ડગલેને પગલે અનિચ્છનીય પરિસ્થિતિ ને નુકશાન કારક બનશે.

આ માટે જે અંગત સ્વાર્થ અને વિકાસ માટે અમુક વ્યક્તિઓ ના કાર્યો અને વર્તણૂક ને યોગ્ય પ્રતિકાર કરવાના રસ્તા અને તેમની દુ:શપ્રભાવની ભાવના ને નિશ્ફળ નહિ પણ નશ્યત કરવી અતિ આવશ્યક છે.

આ માટે પત્રકાર, સર્જન કરતા સર્જકો, પ્રકાશન કર્તા અને વિવિધ માધ્યમના પ્રસાર કરતા જે આંતરિક સ્પર્ધા ને માટે નજરઅંદાજ કરે છે. તે એક સરળ વાત સમજણ માં લાવે કે જો સમાજ મા જયારે અસ્તિત્વ માટેની પ્રાથમિક જરુરિયાતએવા પાણી અને ખોરાક ની ઉત્પાદન વિતરણ અને જરુરિયા માટેની સંગૃહ કરવાની વ્યવસ્થા અને વિતરણ પ્રણાલી નો નાશ થશે. તો પછી સમજણ નો અને સ્વયંશિસ્ત કયાંથી આવશે તેનો લોપ થવાનો જ છે. દરેક જાતિ કે સમુદાયને વધારે સારી રિતે સંગઠિત થઇ પોતાના સમુહ ના ઉત્કર્ષ સાથે એકબિજા સમુદાય જોડાઈનેએક સાથે આગળ વધવાને બદલે જે દરેક ક્ષેત્રે એકબિજાના પગ ખેચી ને નીચે પાડી અથવાતો એકબિજાના ખભા અને માથા પર પગ મુકીને આગળ વધવાની જે વૃતિ પરાકાષ્ઠા તરફ ગતિ કરે છે તેનાથી જો ચેતવામાં નહિં આવે તો વિશ્ર્વસતા તો દુરની વાત રહિ પણ હજુ ઘણા ક્ષેત્રમાં ગુલામીની બેડીઓ છે તે ઘટવાની બદલે ફરી આપણુ રાષ્ટ્ર વિદેશી સતઅોનુ ગુલામ બનવાની સંભાવના નહિં પણ હકિકત બહુ દુર નથી એ આપણી દરેક ક્ષેત્રમાં ની મુખ્ય નિર્ણાયક સંસ્થાઓ પર જે અધિપત્ય વિદેશી સંસ્થાનોનુ વધવા લાગ્યુ છે તે સાબીત કરે છે પછી સમાચાર પત્રો, ટીવી ચેનલો, ઔદ્યોગિક એજ્યુકેશન, વિજ્ઞાન, મનોરંજન કે કોઇ પણ ક્ષેત્ર હોય આપણે તેમાં ગુલામ બનવા તરફ જઇ રહ્યા છે અને છતા પણ હજુ એજ મુશક દોડ અને સ્વકેન્દ્રિત માં જ રચ્યાપચ્યારહેવુ છે ?!

આ સવાલ દરેકે પોતાની જાત અને સંસ્થાના નિયમન કારને પુછવાથી કશુજ થવાનુ નથી. પરંતુ આપણે સાથે રહિને આ માટે શુકરીશુ તે કરીએજ આ માટે અંગત રાગ-દ્વેશ, ગમા- અણગમાને ચાલો બાજુ પર મુકી દરેક પોતાની યોગ્યતા મુજબ યોજનાબધકાર્યો કરીએ. એએક રિતે જ ફરક પડી શકે. અને તેજ કોઇપણ ધર્મ કરતા રાષ્ટ્ર ધર્મ નો સાર છે.
આજ આપણી ભારતમાં ના ચરણોમાં ધરાવેલુ આપણુ કર્મફળ રહેશે. અને આવા કર્મ ફળ ધરાવીને જ આપણા રાષ્ટ્ર ના પુણ્યાત્મા ના જીવન વિરમ્યા છે. એ પછી સ્વામિ વિવેકાનંદ થી શરુ કરીને વિક્રમ સારાભાઇ, કલામસાહેબ, પ્રમુખસ્વામી, કુરીયન સાહેબ, કે.કા. શાસ્ત્રી , લાલ બહાદુર શાસ્ત્રીજી, ધુમકેતુ, ટાગોરજી, શિવાનંદ અર્ધવર્યુજી, જિવિતરુપે ડો. એચ એલ ત્રિવેદી સાહેબ (કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ)….. અગણિત છે.
આ તમામ તો તેમના કાર્યો કરીને અનંત સફરે ચાલી નિકળ્યા. પણ જો તેમણે જે રસ્તા તૈયાર કરી આપેલા છે. તેના પર ચાલીને હજુ જે કાર્યો બાકી છે. તે આગળ નહિ ધપાવશુ તો તે કેટલા અંશે વ્યાજબી રહેશે ?!

વર્તમાન માં પણ આપણે અનેક ક્ષેત્રે વિવિધ જરુરતો માટે વિવિધ દેશ પર આધારિત રહેવુ પડે છે. અને ઘણા ક્ષેત્રે આપણે આપણી ક્ષમતા ને કારણે વિશ્ર્વના ઘણા દેશને આપણા પર આધારિત કરી શક્યા છીએ. જેમકે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન, અનેક દવાના પ્રાથમિક રસાયણો તૈયાર કરી પુરા પાડવા, વિવિધ રોગોને કાબુ માં રાખવા માટેની ની રસી/ વેકેશીન. વિવિધ શાખા માં જ્ઞાન ધરાવતા તબિબો, એન્જીનયર્સો, સંશોધન કર્તા, ગમે તેવી મોટી સંસ્થા કે ઔદ્યોગિક સમુહ નું મેનેજમેન્ટ કરી શકે તેવા બાહોશ વ્યક્તિઓ જે આજે અનેક મહાકાય સંસ્થાનો અને કંપની નુ સંચાલન કરે છે.

તો આવા અનેક વિલક્ષણ વ્યક્તિઓ આપણા દેશમાં હોય અને તેમનો અને તેમની ક્ષમતા નો સદઉપયોગ નો લાભ દેશના અને તેમના વિકાસ મા કેમ ના કરી શકાય ?! બંને તરફથી આ માટે આગળ વધવુ જરુરી છે. જે તે વ્યક્તિઓ એ પોતાના વિઝન અને યોજના ને દેશની નિયમન કારી સંસ્થા સમક્ષ રજુ કરવા જરુરી છે. એજ રિતે નિયમન કારી સરકાર પણ આવા વ્યક્તિઓ ને શોધે છે તેનો પ્રતિભાવ પોતાના તરફથી આપવો એ પણ એટલુજજરુરી છે.

આપનામાં બિરાજમાન પરમાત્મા ના અંશને મારા વંદન

લેખક : ડો.નચિકેત એ. પંડયા

ખરેખર એક સારા સમાજની રચના કરવા માટે આપણે સુથી પહેલા આપણી અંદર રહેલી કાબેલીયતને ઓળખીને સમાજના સારા કર્યો માટે વાપરવી જોઈએ…

દરરોજ આવા અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી