સબંધો હવે મોબાઈલ માં આવી ગયા છે અને લાગણી ઓ Emojis… વાંચો અને સમજો…

“Black single tick” થી “Blue double ticks”સુધી
કહેવાની જરૂર નથી કે ઉપર લખેલી એ કોઈ કહેવત નથી. હવે તો “blue double ક્લિક” ની વાત આવતા ખબર પડી જ જાય કે “whats app ” ની વાત થઇ રહી છે.
આજકાલ આપણી જિંદગી ની મોટા ભાગની ક્ષણોંની ગુણવત્તા, આપણું વર્તન, આપણા સબંધો, આ બે ટીકમાર્ક જ તો નક્કી કરે છે. હું કોઈ “રિલેશનશિપ એક્સપર્ટ ” નથી પણ જે અનુભવ્યું છે એ પરથી એટલું તો ચોક્કસ કહી શકું કે જો Whats App કે FaceBookની પૂજા કરવાથી સ્ટેટ્સ ના views કે Post ની likes વધી શકતે તો ૧૧૦% આપણા મંદિરો માં વોટસએપદેવી કે ફેસબુક દેવતા ની મૂર્તિ હોત.
એપ્લિકેશન્સના જેટલા નવા ફીચર્સ આવે છે ને એટ્લી જ કોમ્પ્લિકેટેડ આપણી માનસિકતા અને સબંધો થતા જાય છે. અને હવે તો પાછી એક નવી ફેશન આવી છે કે આપણા જીવન માં કઈ પણ થાય ને એટલે આપણે Google માં એના રિલેટેડ “Quotes ” શોધીએ અને એને ફેસબુક પર પોસ્ટ્સ કરીએ અથવા તો DP મૂકીએ.
Anniversary હોય ત્યારે એક-બીજા ને વીશ કરવા કરતા મહત્વનું છે ફેસબુક માં પોકારવું “Dear Hubby..Happy Anniversary..Love you “અને હોય તો પાછા સાથે એક જ ટેબલ પર. પણ એકબીજા ને આ લાગણી વ્યક્ત કરવા ના બદલે લોકોને બતાવું છે કે હું મારા પતિ/પત્ની ને કેટલો પ્રેમ કરું છું. દીકરા કે દીકરી નો જન્મદિવસ હોય તો તરત જ પાર્ટી ના ફોટોસ અપલોડ કરવાની ચિંતા હોય છે, લોકો ને બતાવું છે કે મારા દીકરા એ તો કેટલા બ્રાન્ડેડ કપડાં પહેર્યા છે અને કેવી પાર્ટી કરી છે. બીજા ના ફોટોસ ને એમની જિંદગી માની ને થતી ઈર્ષ્યા, પોતાના ફોટોસ પર લાઇક્સ અને કમેન્ટ્સ ની અપેક્ષા, બીજા જ્યાં ફરવા ગયા છે એવી જગ્યા એ જવાની લાલસા આ બધું આપણા સબકોન્શિયસ મગજ ને ખુબ અસર કરે છે. તમે કોઈને કમેન્ટ ના કરો ને તો એ નોટિસ માં લાવવા વાળા નવરાઓ પણ રાહ જોતા જ બેઠા હોય છે.
પણ હવે આપણી દરેક સારી પળો, પણે જીવવા માં નહિ પણ બતાવવા માં માનીએ છીએ. ભલે ને દિવસ ગમે તેટલો સારો કેમ ના ગયો હોય પણ જો ફેસબુક પર વધારે Likes ના મળે તો એ દિવસ નક્કામો થઇ જાય છે. ફોટો આપણે મેમરી માટે નથી પડતા, પણ અપડેટ કરવા પાડીએ છીએ એ પણ એડિટિંગ કરીને એટલે સ્કિન ગોરી થયેલી દેખાય ..

WhatsApp જેમજેમ update થતું જાય એમ એમ આપણા સબંધો ના સેતુ નબળા પડતા જાય છે, આપણી જાણ બહાર. અને આપણે પણ એના આદી બનતા જ રહીએ છીએ એ પણ આપણી જાણ બહાર.
પેલો “Last Seen ” વાળો ઓપશન તો બધાને ખબર જ છે જે હવે મોટા ભાગે લોકો ઑફ જ રાખે છે. જેથી સામે વાળા ને ખબર ના પડે કે તમે છેલ્લે online ક્યારે હતા.! વિચારો.. આપણને બીજા નું online સ્ટેટસ જાણવામાં ઇન્ટરેસ્ટ છે પણ આપણું સ્ટેટસ બતાવું નથી.. આ ઓછું હતું એમ બ્લુ ટિક વાળો ખતરનાક ઓપશન..દરેક જાણ આમાંથી પસાર થયું જ હશે..

“મારા મેસેજ વાંચ્યા તો પણ જવાબ ના આપ્યો..?”
“આજે તો આને બતાવી જ દઉં કે મારી પાસે પણ ટાઈમ નથી..”
આપણે આ બ્લુ ટીકસ થી તો ઘણું બધું એક-બીજા ને બતાવતા થઇ ગયા છે અને ના કહેલું સમઝતા પણ થઇ ગયા છે.. આપણી સંવેદનાઓ ને તો આ WhatsApp એ તો જાણે મારી જ નાખી છે. પોતાની જાત ને જ પૂછો કે કયારેક અપને આપણી અંગત વ્યક્તિ ને કસમયે Online જોઈએ તો પહેલા મનમાં શું વિચાર આવે છે? નેગેટિવ જ વિચારો આવશે. તરત જ શક ના વમળ ઉત્પન્ન થવા લાગે છે. અને ખરી હકીકત આવતા સુધી માં તો google માં જાતજાત ના quotes સર્ચ થઇ ગયા હોય “trust ” વિશે. આપણા મેસેજ ને બ્લુ ટીક મળ્યા હોવા છતાં રીપ્લાય ના મળે તો મન છંછેડાશે જ.
આટલું બધું ઓછું હતું એમ “Groups ” આવ્યા. ગમે તે લોકો ગમે તેવા ગ્રુપ બનાવી ને તમને એડ કરે. કરે તો કરે પણ જયારે તમે એમાંથી નીકળી જાઓ તો ખોટા પણ લાગે.. સવારે ઉઠો ત્યારે અમુક ગ્રુપ માં ૧૦૦-૨૦૦ મેસેજ હોય અને એ બધી વાંચવાની તમે તસ્દી ના લો અને કોઈ ને વીશ કરવાનું ભૂલી જાઓ કે ફોટા ના વખાણ કરવાનું ભૂલી જાઓ તો મનામણાં કરવાની તૈયારી રાખવી જ સમઝો…

આ આપણા મગજ સાથે ચેડાં નથી તો બીજું શુ છે?
લોકો પોતાના જીવન માં થતી સારી વસ્તુઓ માટે પણ likes મેળવવા માંગે છે અને ખરાબ વસ્તુઓ માં પણ એટેંશન. અનેઘણી વાર આપણે લોકો ને મેસેજ પહોંચાડવા પણ સોશ્યિલ મીડિયા નો સહારો લઈએ છીએ.
ઘણી વાર તમારા કોઈ અંગત વ્યક્તિ સાથે ઝગડો થાય તો સાથે બેસીને એનું નિરાકરણ લાવવાના બદલે ફેસબુક પર બીજા “friends” સાથે “check-in”s થાય છે.. feeling “relaxed” “relieved”- એવું બધું લખાય છે અને બતાવાય છે જેનાથી સબંધો વધારે નબળા બને છે.
એક કપલ છૂટાછેડા ના નિર્ણય પર આવ્યું. પરિવાર ને લાગ્યું કે કદાચ સમઝાવવાથી બંને માની જાય એમ વિચારી ને સમાજ માં વાત ના ફેલાય એની તકેદારી રાખી. તો આ બાજુ આ બંને જણા ફેસબુક માં પોતાની પ્રોફાઇલ્સ માં Heart Break ને Trust break, lonely path, ફલાણું-ઠીકનું એવું એવું શેર કર્યું કે આખી દુનિયા ને વાત ખબર પણ પડી ગઈ. બંને જણા એક-બીજા ની પોસ્ટ વાંચીને ગુસ્સે થાય, ટોન્ટ મારે અને ફાઈનલી એક-બીજા ને એવું જતાવામાં કે તારા વગર પણ હું ખુશ જ છું બંને લીગલી છુટા પણ પડી ગયા. કદાચ ફેસબુક ના હોત તો બંને શાંત હોત. મન નો બળાપો “પોસ્ટ્સ” ના બની જાત અને સબંધ સચવાઈ ગયા હોત.

એક જ વ્યક્તિ ને બતાવવા કે ટોન્ટ મારવા તમારું dp ચેંજ થાય છે. હવે એ dp માત્ર પેલો એક વ્યક્તિ નહિ પણ આખી દુનિયા જોવાની છે એ આપણે ભૂલી જઈએ છીએ. હવે આપણે કોઈ વ્યક્તિ ને એના વર્તન કે સ્વભાવ પરથી નહિ પણ એના DP , status કે Posts પર થી જજ કરતા થઇ ગયા છીએ.આપણને અંગત સબંધો ની ગુણવત્તા સાથે કોઈ લેવા દેવા નથી પણ વર્ષગાંઠ ના દિવસે ફેસબુક વોલ પર કેટલી wishes મળી છે એ નંબર સાથે છે, સ્ટેટસ ના કેટલા views છે એસાથે છે. કોઈને ફોન કરીને બધાઈ આપવી એ હવે મહત્વનું નથી જેટલું મહત્વનું ફેસબુક પર વીશ કરવું છે.
સબંધો હવે મોબાઈલ માં આવી ગયા છે અને લાગણી ઓ “Emojis “.
બેશક આ ઇમોજીસ એ “લિંગ્વિસ્ટિક્સ ” નું સ્થાન લીધું છે અને લાગણીઓ પહોંચાડવાનું બેસ્ટ માધ્યમ છે પણ તે ગેરસમજ પણ એટલી જ ઉભી કરે છે. ખોટા સબંધો online બંધાઈ જાય છે..ઇમોજીસ ને તમે સામી વ્યક્તિ ની સાચી લાગણીઓ માની બેસો છો અને પછી જિંદગી અને સબંધો ના બધા જ સરવાળા ધીરે ધીરે ક્યાં બાદબાકી માં ફેરવાય છે એનો ખ્યાલ જ રહેતો નથી. માત્ર ઇમોજીસ જ નહિ પણ વાક્ય અને શબ્દો ના મર્મ પણ ક્યાં online સમઝાય છે? ચેટિંગ દરમ્યાન ગુજરાતી માં જ લખેલા કોઈ પણ વાક્ય નું આપણે આપણા મૂડ પ્રમાણે ભાષાંતર કરી જ લઈએ છે.!
નિઃસંદેહ સોશ્યિલ મીડિયા ના લીધે જિંદગી ઘણી સરળ બની છે. દૂર રહેતા આપણા સ્નેહીઓ સાથે સંપર્ક સરળ બન્યો છે. વિડિઓ કોલ , Facetime વગેરે ના લીધે સેંકડો માઈલ ની દૂરી જાણે કે રહી જ નથી. ફેસબુક થી પોતાને ગમતી પ્રવુતિઓ વિશે વધારે નોલેજ મેળવી શકાય તેમ જ દુનિયા માં થતી ચહલ-પહલ થી અપડેટ રહેવાય છે.
પણ પોતાના જ સગાઓ થી અલુફ રહીને ૬ઈન્ચ ની કાલ્પનિક દુનિયામાં જીવંતતા શું કામ ની..!
અંગત વ્યક્તિ ની પરેશાની ની ખબર તો છે નહિ અને પાછા “update” ..ખરેખર?
સોશ્યિલ મીડિયા ખુબ પાવરફુલ છે- દૂર ના આપણા સગાઓ અને મિત્રો થી જોડવા માટે પણ આપણા નજીકનાઓ થી દૂર કરવા માટે પણ એટલું જ “પાવરફુલ” છે. એક મોટો કટાક્ષ તો એ છે કે હવે વડીલો પણ બાળકો ને મોબાઈલ ના ઓવરયુસ માટે ઠપકો નથી આપી શકતા કેમકે પોતે પણ……!
કેમ આપણને લોકો થી sympathy જોઈએ છે? કેમ આપણને આટલું બધું નાહક નું attention જોઈએ છે?માણસે જ સર્જેલી ટેક્નોલોજી માણસ ની જ લાગણીઓ પર કબ્જો કરીને બેઠી છે.
આનંદ (Happiness) અને મનોરંજન (pleasure) માં તફાવત જ રાખીએ.પોતાના પ્રશ્નો અને પ્રોબ્લેમ્સ “ટ્વિટર’ કે “ફેસબુક” પાર પોસ્ટ ના કરતા પોતાના એક, પણ અંગત વ્યક્તિ સામેલાવીએ. ૧૦૦ sympathetic likes ના બદલે એક સોનેરી સલાહ નોઆગ્રહ રાખીએ જે આપણુંજીવન સુંદર બનાવી શકે.વ્યક્તિ ને એના સ્વભાવ થી ઓળખવાનો પ્રયત્નકરીએ નહિ કે એના સ્ટેટ્સ કે ઇમોજીસ પર થી. જે પેરેન્ટ્સ ફેસબુક પર છે જ નહિએમના માટે Mother’s-Father’s Day નિમિતે ફેસબુક પર પ્રેમ નો “શૉ ઑફ”કરવાના બદલે ૫ મિનિટ એમની સાથે બેસીને વાતકરીએ. dpબદલવાનીઝનઝટછોડીએઅને એનિવર્સરીને એક અદભુત યાદ બનાવીએ.
મોબાઈલ ને “સગવડ નું સાધન” જ રાખતા એને ઘર નું મેમ્બર ના બનાવો.
અને જે દિવસે આ મોબાઈલ ને એનું અસલી સ્થાન બતાવશો ને એ દિવસ થી તમે જ તમારી life ને બહુ બધા likes આપતા થઇ જશો અને પછી નહીં કંઈ પોસ્ટ કરવું પડે કે નહીં dp બદલવું પડે.!

-Dr.Megha Bhatt

લેખક : ડૉ. મેધા ભટ્ટ
આપના વિચારો કોમેન્ટમાં જણાવો અને દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

 

ટીપ્પણી