સાવ સામાન્ય લાગતો આ માણસ અસામાન્ય છે. કોઈ કલ્પના પણ ન કરી શકે કે એ આટલી સાદગીથી જીવન જીવતો આ માણસ ઉત્તરપ્રદેશ કેડરના નિવૃત આઈ.એ.એસ. અધિકારી છે !
ડો.કમલ તાઓરી મહારાષ્ટ્રના વર્ધાના વતની છે. અભ્યાસ પૂર્ણ કરીને ભારતીય સેનામાં જોડાયા. 6 વર્ષ સેનામાં સેવા આપ્યા બાદ આઈએએસ બનીને વહીવટીતંત્રમાં જોડાયા. કલેક્ટર કે કમિશનર જેવી જુદી જુદી પાવર વાળી પોસ્ટ પર કામ કર્યા બાદ ભારત સરકારના સેક્રેટરી તરીકે પણ સેવાઓ આપી. તેમણે આઈએએસ તરીકે 2006 સુધી ભારતને પોતાની નિઃસ્વાર્થ સેવા પોતાની વૈવિધ્યસભર કાર્યક્ષમતા દ્વારા પૂરી પાડી છે.

ડો. કમલ ઉત્તર પ્રદેશ કેડરના છે તેમની પાસે રુરલ એન્ટરપ્રિન્યેરશીપની ડોક્ટરેટ ડીગ્રી પણ છે. તેમને સરકારી સેવામાં ત્રણ દાયકા સેવાઓ આપી છે. અને તેમની કારકીર્દી દરમિયાન કંઈ કેટલાએ વિભાગો તેમજ વિસ્તારોમાં વારંવાર બદલી કરવામાં આવી હતી. તેઓ પોતાની આ બદલીને પનીશમેન્ટ પોસ્ટીંગ કહે છે. જો કે તેમને તેનાથી કોઈ જ અસર નહોતી થતી. તેઓ તે વિષે જણાવે છે, ‘મારી સમગ્ર કારકીર્દી પડકારોથી ભરેલી હતી, અને હું હંમેશથી ઓછા પસંદ કરવામાં આવતા વિસ્તારોમાં કામ કરવાની ઇચ્છા દર્શાવતો. અને તેના કારણે મારે માત્ર સમગ્ર ભારત જ નહીં પણ વિદેશમાં પણ ઘણું ફરવાનું થતું. અને તે વિષેના અનુભવો કહેતા લગભગ 40 કરતાં પણ વધારે પુસ્તકો મેં લખ્યા છે.’

દેશની સમસ્યાઓને દૂર કરવા માટે ડો. કમાલે પોતાનો જ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેનાથી હાલ દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તેનું નિરાકરણ આવી શકે તેમ છે. તેઓ આપણને બધાને અરજ કરે છે કે આપણે ઉપાય મેળવવા માટે આપણા મૂળિયા તરફ પાછા ફરવું જોઈએ, જેને તેઓ ‘જડ સે જુડો’ કહે છે અને તે જ નામનું તેઓ રીટાયર્ડ થયા બાદ એક પ્રકારનું અભિયાન ચલાવી રહ્યા છે.
હાલ ડો. કમલ નિવૃત થયા બાદ સામાન્ય લોકો માટે સેવાકીય કામ કરે છે અને સામાન્ય માણસની જેમ જ જીવન વ્યતીત કરીને જીવનની મોજ માણે છે.

હજુ તો સામાન્ય હોદો મળે ત્યાં તો ફાટીને ધુમાડે જતા સરકારી બાબુઓએ આ માણસ પાસેથી જીવન જીવવાની જડીબુટ્ટી મેળવવા જેવી છે. ખુરશી મુકતાની સાથે ખુરશીનો પાવર મુકતા આવડે તો જીવન જીવવાની મજા કાંઈક જુદી જ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ