સરગવાની કાઢી – સાદી કઢી તો દરેક ઘરમાં બનતી જ હશે હવે એકવાર આ કઢી પણ ટ્રાય કરી જુઓ…

સાદી કઢી ખાઈ ને કંટાળ્યા છો?? તો આજે જ બનાવી લો એકદમ નવીન અને સ્વાદિષ્ટ “સરગવા ની કઢી”

સામગ્રી :

સરગવા ની સીંગો – ૫૦૦ ગ્રામ,
ખાટું દહીં – ૩૦૦ ગ્રામ ,
ચણા નો લોટ – ૫૦ ગ્રામ ,
તેલ – ૨ ચમચી ,
ધી – ૩ ચમચી,
રાઈ – ૧/૨ ચમચીજીરું – ૧/૨ ચમચી ,
હિંગ – ચપટી ,
લીલા મરચા – ૩-૪ નંગ ,
સુકા લાલ મરચા – ૧-૨ નંગ ,
તમાલ પત્ર – ૧-૨ પત્તા ,
આદું લસણ ની પેસ્ટ – ૨ ચમચી,
પાણી – ૨ કપ ,
હળદર – ૧/૨ ચમચી,
લાલ મરચું પાવડર – ૧ ચમચી ,
ધાણાજીરું – ૧ ચમચી,
મેથી ના દાના – ૧/૨ ચમચી ,
કાઢી નો મસાલો – ૧/૨ ચમચી ( ઓપસનલ ),
મીઠું – સ્વાદ અનુસાર ,

ગાર્નીસિંગ માટે:

ઝીણી સમારેલ કોથમીર

રીત:

સો પ્રથમ સરગવા ની સીંગો ને બરાબર ધોઈ અને ટીની નશો કાઢી ને ૩-૪ ઇંચ જેટલા લાંબા ટુકડા કરી લો.

હવે આ ટુકડા ને એક કુકર માં લો. તેમાં ૨-૩ કપ ગરમ પાણી લો અને લગભગ ૧ ચમચી જેટલું મીઠું નાખી અને ૨-૩ સીટી થવા ડો. અને સીંગો ને બરાબર બાફી લો.

હવે એક તપેલી માં દહીં લો. દહીં ને બરાબર વલોવી લો અને તેમાં ચાના નો લોટ નાખી બરાબર મિક્ષ કરી લો. આ પ્રોસેસ માં ખાસ એ ધ્યાન રાખજો કે ચાના ના લોટ નો એક પણ ગાંગડો રહી ના જાય.

ત્યાર બાદ તેમાં હળદર, સ્વાદાનુસાર મીઠું અને પાણી ઉમેરો અને બરાબર મિક્ષ કરો.

હવે એક કઢાઈ માં તેલ લો. તેલ ગરમ થઇ એટલે તેમાં ઝીણા સમારેલા લીલા મરચા, તમાલપત્ર, હિંગ, રાઈ અને આદુ લસણ ની પેસ્ટ એડ કરો.

રાઈ બરાબર તતડી જાય એટલે દહીં અને ચાના ના લોટ નું મિશ્રણ એડ કરો. આ મિશ્રણ ને ૫-૭ મિનીટ મીડીયમ તાપે ચડવા દેવું. હવે તેમાં કઢીનો મસાલો નાખવો.

કઢી નો એકાદ ઉભરો આવે એટલે તેમાં બાફેલી સરગવા ની સીંગો ને એડ કરી લો. અને બરાબર હલાવી તેને ૧-૨ મિનીટ ચડવા દેવું.

હવે એક વાઘરીયા માં જીરું સેકો. જીરું બરાબર સેકાઈ જાય એટલે તેમાં ઘી નાખો. સાથે તેમાં મેથી ના દાનાં અને સુકા મરચા નાખી તતડવી લો.

અને આ વઘાર ને તૈયાર થયેલ કઢી માં એડ કરી લો. તો તૈયાર છે મસાલેદાર અને નવીન પ્રકાર ની સરગવા ની કઢી.

ફાયદાઓ :

– સરગવા ની સીંગો એ એન્ટીઓક્સીદેન્ત થી ભરેલ હોઈ છે જે શરીર માં રહેલ વધારા ની ચરબી ને ઘટાડવા માં મદદરૂપ થઇ છે.

– દહીં એ પ્રોટીન થી ભરપુર હોઈ છે તદુપરાંત તેમાં રહેલી ખટાસ વિટામીન સી નો સ્ત્રોત છે.

– ચાના નો લોટ સ્કીન માટે ઘણો ગુણકારી છે.

તો આજે જ બનાવો સરગવાની કઢી.

રસોઈની રાણી : દર્શિતા પટેલ 
સૌજન્ય : ચટાકો

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી