કયાંક નજીકની વ્યક્તિને ના ખોઈ બેસતા!

એક જૂની છતા પણ ચોટદાર પોસ્ટ: –

એક વાર એક ગરીબ છોકરો એક અમીર છોકરીને પ્રેમ કરતો હતો…

છોકરાએ પ્રપોઝ કર્યું.

છોકરી :

“અરે સાંભળ! તારી એક મહિનાની સેલરી જેટલો તો મારો એક દિવસનો ખર્ચો છે.શું હું તારી સાથે પ્રેમ કરું ક્યારેય? કદી નહિ!

તું આવું વિચારી પણ કેવી રીતે શકે. મને ભૂલીજા અને તારા લેવલની કોઈને પકડી લે.”

પરંતુ છોકરાને સાચા દિલથી પ્રેમ હતો એટલે તે તેને ભૂલીન શક્યો…

દસ વર્ષ પછી….

એક શોપિંગમોલમાં બંને સાથે મળી ગયા.

છોકરી :

“અરે તું? કેમ છે તને? મારા તો લગ્ન થઈ ગયા છે મારો પતિતો બહુ જ પૈસાદાર છે…

મહિનાનો ૨ લાખનો પગારદાર છે, અને તે સ્માર્ટ પણ તેટલો જ છે….”

આ શબ્દો સાંભળીને પેલા છોકરાની આંખમાં આસું આવી ગયા.

થોડી ક્ષણો બાદ પેલી છોકરીનો પતિ આવ્યો, અને પેલા છોકરાને જોઈને બોલ્યો,

“ અરે સર! તમે અહિયા! આ મારી પત્ની છે.”

પછી તે તેની પત્નીને કહેવા લાગ્યો,

“ હું આ સરના પ્રોજેક્ટ પર જ કામ કરું છું. જે ૨૦૦ કરોડનો છે….

તું સર વિષે એક વાત જાણે છે? સર એક છોકરીના પ્રેમમાં હતા. પરંતુ પેલી છોકરીએ બીજા સાથે લગ્ન કરી લીધા.

પણ સરની કેટલી મહાનતા કેવાય કે તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. પેલી છોકરીના ભાગ્ય જ ફૂટલાં હશે!

નહિ તો આ જમાનામાં આવો સાચો પ્રેમ કોણ કરે છે?”

મોરલ :

જીવન એક લાંબી યાત્રા જેવું છે.

આપણી પાસે રહેલ ભૌતિક વસ્તુના (ગાડી,બંગલો,પૈસા વગેરે) ખોટા અભિમાનને કારણે ઘણીવાર જીવનમાં મહત્વની વ્યક્તિઓ ને ઓળખવામાં આપણે આંધળા બની જઈએ છીએ….

વસ્તુ કરતા વ્યક્તિનું મહત્વ જીવનમાં હમેશા વધુ હોવું જોઈએ. વસ્તુ જશે તો પછી મેળવી શકશો વ્યક્તિને નહિ !

ક્યારેક વગર કારણ તમારા જુના દોસ્તને ખાલી ફોન કરીને પણ જોજો કેવો આનંદ આવે છે !

આ વાર્તા પરથી હું જે શીખ્યો તે લખ્યું, હવે તમે પણ લખો કે તમે આ વાર્તા પરથી શું શીખ્યા?

ટીપ્પણી