તમારા મેરેજમાં તમારે એકદમ બ્રાઇડલ જેવા દેખાવુ છે? તો ના કરતા આ ભૂલો..

આવનારા લગ્નસરામાં ભાવિ દુલ્હને પોતાના વાળને લઈને આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ

ભાવી દુલ્હને પોતાના મહત્ત્વના દિવસે વાળને લગતી આ ભૂલો ન કરવી જોઈએ

image source

શું તમારા લગ્ન થવા જઈ રહ્યા છે ? તો તમારા વાળ બાબતે આ ભૂલો ક્યારેય ન કરતાં !

લગ્ન સિઝન હવે લગભગ ચાલુ જ થવા જઈ રહી છે. અને ભાવી દુલ્હનોએ તો પોતના લગ્નના દીવસના લૂકનું બધું જ પ્લાનીંગ અત્યારથી જ કરી રાખ્યું હશે. કેવું પાનેતર કે ચણિયાચોળી પહેરવા, કેવો મેકઅપ કરવો, કેવી જ્વેલરી પહેરવી, કેવી નેઇલપોલિશ કરવી અને કેવી હેરસ્ટાઇલ કરવી. પણ જો તમે તમારા મહત્ત્વના દિવસની મજા જરા પણ બગાડવા ન માગતા હોવ તો તમારી હેરસ્ટાઇલને લગતી આ ભૂલો ક્યારેય ન કરશો.

લગ્ન સમયે વધારે પડતાં લેયર્ડ હેરકટ કરાવવાની ભૂલ ન કરવી

image source

લગ્નના દિવસે 99.99 ટકા કન્યાઓ પોતાના વાળને બાંધેલા જ રાખે છે તે પછી ચોટલો વાળે કે અંબોડો વાળે. પણ તે ક્યારેય ખુલ્લા તો નથી જ રાખતી. કારણ કે તે દિવસે ઘણા બધા ફંક્શન અને વિધિઓ હોય છે અને ત્યારે એકધારા ખુલ્લા વાળ રાખવા શક્ય નથી હોતા માટે વધારે પડતાં લેયર્ડ બ્લન્ટ હેરકટ લગ્નના નજીકના દીવસોમાં ન કરાવવા.

મહત્ત્વના દિવસના લૂકની ટ્રાયલ તો તમારે લગ્ન પહેલાં એકવાર લેવી જ જોઈએ

image source

લગ્નમાં હવે લાખોથી કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. આ મહત્ત્વના દીવસે માત્ર બ્રાઇડલ મેકઅપ પાછળ જ હજારો રૂપિયા ખર્ચી નાખવામા આવતા હોય છે. પણ તમારે તમારા આ લૂકની લગ્નના થોડા દિવસપહેલાં ટ્રાયલ લઈ જ લેવી જોઈએ જેથી કરીને તમે નિશ્ચિંત રહો કે નક્કી કરેલા લૂકમાં તમે પર્ફેક્ટ લાગશો.

આ ટ્રાયલ લેતી વખતે તમારે કોઈપણ વસ્તુ બાકી ન રાખવી તમે લગ્નના દિવસે જેવા તૈયાર થવા માગતા હોવ તેવા જ તૈયાર થવું અને જોઈ લેવું કે શું તમે તમારા લૂકથી સંતુષ્ટ છો ? અને જો ના હોવ તો તેને બદલવાનો તમારીપાસે સમય રહે.
લગ્ન નજીકના દીવસે હેર કલર કે હાઇલાઇટ ન કરાવવા

image source

જ્યારે તમારા આ મહત્ત્વના દીવસની વાત થઈ રહી હોય છે ત્યારે તમને તે દિવસ માટે કે પછી ત્યાર બાદના હનીમૂન કે પછીના પ્રસંગો માટે તમને તમારા વાળ તેમજ તમારા લૂક સાથે નિતનવા પ્રયોગો કરવાનું મન થતુ હોય છે. જેમ કે વાળ હાઇલાઇટ કરાવવા કે પછી વાળને રંગવા કે પછી ધોળા વાળને છૂપાવવા માટે હાઇલાઇટ કરાવવા. જો તમે આવું કંઈ કરવા માગતા હોવ તો તે તમારે લગ્નના 20-25 દિવસ અગાઉ કરાવી લેવું જોઈએ. કારણ કે વાળ પર કલરને સેટ થતાં વાર લાગે છે.

તમે તમારી હેરસ્ટાઇલમાં ગજરા કે ફુલોનો સમાવેશ કરવા માગતાહોવ તો ધ્યાનમાં રાખો આ બાબત

image source

આમ તો વર્ષોથી લગ્નના દીવસે વાળમાં ગજરો કે વિવિધ જાતના સુગંધીત ફુલો સજાવવાની પરંપરા રહેલી છે. પણ તાજેતરમાં ખાસ કરીને દીપીકા-પ્રિયંકા-અનુષ્કાના લગ્ન બાદ આ ટ્રેન્ડે કંઈક ઓર જ રંગ જમાવ્યો છે.

જો તમે પણ તમારી હેરસ્ટાઇલમાં ફુલોનો સમાવેશ કરવા માગતા હોવ તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેવા જ ફુલોની પસંદગી કરો જે લાંબાસમય માટે તાજા રહે જેથી કરીને તે તમારી હેરસ્ટાઇલને સુંદર બનાવે નહીં કે મુર્ઝાઈ ગયા બાદ તેના લૂકને બગાડે. તમારી હેરસ્ટાઇલ માટેના ફ્લાવર્સ તદ્દન ફ્રેશ જ વાપરવા. તેને તમે તાજા રાખવા માટે ફ્રીજમાં પણ મુકી શકો છો.

image source

લગ્નના દીવસે વાળ ધોવાની ભૂલ ન કરવી

image source

હા, તમને આ સલાહ થોડી વિચિત્ર લાગશે પણ તે તમારી હેરસ્ટાઇલને તેમની તેમ રાખવામાં મદદ કરશે. તાજા જ ધોયેલા વાળમાં હેરસ્ટાઇલ સેટ થવી અઘરી રહે છે જ્યારે એક-બે દિવસ પહેલાં ધોયેલા વાળમાં હેરસ્ટાઇલ ટકી રહે છે. તેમ છતાં તમારે તમારા વાળ ધોવા જ હોય તો તે દિવસે ડ્રાય શેમ્પુ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ