કારથી કંટાળી ગયેલા ગ્રાહકે MG હેક્ટર કારને ગધેડા દ્વારા ખેંચાવડાવી !

કારથી કંટાળી ગયેલા ગ્રાહકે MG હેક્ટર કારને ગધેડા દ્વારા ખેંચાવડાવી ! કંપનીનું નામ ખરાબ કરવા બદલ કંપની લેશે ગ્રાહક વિરુદ્ધ પગલાં.

ગઈકાલથી એક વિડિયો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોમાં એક ગધેડો ભારતમાં નવી જ લોંચ થયેલી એમેજી હેક્ટર કારને ખેંચી રહ્યો છે. આ વિડિયો વાયરલ તો બે દિવસથી થઈ રહ્યો છે પણ તેને યુ ટ્યુબ ચેનલ પર ત્રીજી ડીસેમ્બરે અપલોડ કરવામા આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં છ લાખ કરતાં પણ વધારે વ્યુઝ મળી ગયા છે. ચાલો જાણીએ વાસ્તવિક મામલો.

image source

તમને જણાવી દઈએ કે આ વર્ષના એટલે કે 2019નાં જૂન મહિનામાં એમજી હેક્ટર ભારતમાં લોન્ચ થઈ છે. અને અત્યાર સુધીમાં તેના ત્રણ હજાર કરતાં પણ વધારે યુનિટ્સ વેચાઈ ચુક્યા છે. તેની કિંમત પણ ભારતની અન્ય એસયુવી જેવી જ છે. જે 12.48 લાખથી 17.28 લાખ વચ્ચેની છે.

પણ આ એમજી હેક્ટર કાર કંપની માટે એક શરમજનક ઘટના તાજેતરમાં ઘટી છે. એક વિડિયો ઇન્ટરનેટ પર ફરી રહ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે તેમાં આ જ ગાડીના એક મોડેલને તેનો ગ્રાહક ગધેડા વડે ખેંચાવડાવી રહ્યો છે. આ વિડિયો અરુણ પોનવરની યુટ્યુબ ચેનલ પર ત્રીજી ડીસેમ્બરે મુકવામાં આવી હતી જેને અત્યાર સુધીમાં લાખોવાર જોઈ લેવામાં આવી છે.

image source

આ વિડિયોમા ગાડીનો માલિક અને એમજી હેક્ટર કંપનીનો ગ્રાહક વિશાલ પંચોલી કે જે ઉદયપુરનો રહેવાસી છે. તેણે પોતાની એમજી હેક્ટર કંપનીને કેટલાક પોસ્ટર્સથી કવર કરી લીધી છે જેમાં લખવામાં આવ્યું છે, ‘ડોન્કી વેહિકલ’ અને ‘ઇટ્સ એન એમલ થીંગ’ અને તેની સાથે સાથે તેણે ગાડીને ગધેડા દ્વારા ખેંચાવડાવી છે.

વાસ્તવમાં વિશાલ પંચોલીને ગાડીના ક્લચ સાથે સમસ્યા હતી. આ વિડિયોમાં તમે જોઈ શકશો કેતે કંપનીના અધિકારીઓ પર આરોપ લગાવી રહ્યો છે કે તેની આ સમસ્યાને તેમણે દૂર નથી કરી અને તેને ધમકાવ્યો પણ હતો.

image source

જો કે કંપનીએ આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમણે આ ગ્રહકને સંતોષ આપવા માટે બધા જ પ્રયાસ કર્યા છે. તેમણે ફેસબુક દ્વારા જણાવ્યું છે કે એમજી કંપનીએ ગ્રાહકની સમસ્યાને દૂર કરવાનો બધો જ પ્રયાસ કર્યો છે. કંપનીનું કહેવું છે કે આ ગ્રાહક કંપનીની કસ્ટરમ ફર્સ્ટ પોલીસીનો ગેરફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

જ્યારે ગ્રાહકનું કહેવું છે કે તેણે ત્રણ મહિના પહેલાં જ એમજી હેક્ટર ખરીદી હતી. થોડા સમય બાદ તેના એન્જિનમાંથી ધૂમાડો નિકળવા લાગ્યો. જ્યારે તે આ પ્રોબ્લેમ લઈને કંપની પાસે પહોંચ્યો ત્યારે તેને એ કહેવામાં આવ્યું કે તેણે ગાડી બીજા ગીયરમાં ચલાવી હશે. જેના કારણે આ સમસ્યા થઈ હશે. તેમણે ગાડીમાં કોઈ ટેક્નિકલ ખામી હોવાનું સમજીને ગાડીને કંપનીને ઠીક કરવા આપી દીધી.

image source

પણ વિશાલે જણાવ્યું કે ગાડી પાછી મળતાં તેને માત્ર 150 કીલોમીટર ચલાવ્યા બાદ ફરી તેના એન્જિનમાંથી ધૂમાડો નીકળવા લાગ્યો. ત્યાર બાદ તેમની આ સમસ્યા કંપની દ્વારા દૂર કરવામાં ન આવી. અને માટે જ તેમણે આ પગલું ઉઠાવવું પડ્યું. તેણે કંપનીના લોકો પર ધમકી આપવાનો આરોપ પણ મુક્યો છે. વિશાલે ખરીદેલી આ ગાડીની બજાર કીંમત લગભગ 20 લાખ રૂપિયા છે.

હવે કોઈ પણની આટલી મોંઘેરી ગાડી લીધા બાદ સંતોષકારક રીઝલ્ટ ન આપે તો કોઈનું પણ મગજ ગરમ થવાનું જ. હવે સાચી હકીકત તો જ્યારે સામે આવે ત્યારે પણ ગ્રાહકનો આ વિરોધ વ્યક્ત કરવાનો અંદાજ ખુબજ અનોખો છે તે તો કહેવું જ પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ