પોતાની પરસેવાની કમાણીના 200 કરોડ રૂપિયાનું દાન, આ દંપતી બન્યું દેશ માટે પ્રેરણાસ્વરૂપ…

જ્યારે આપણે સફળતાની ટોચ પર પહોંચીએ છીએ અને ઉચ્ચ હોદ્દા પર જઈને બેસીએ છીએ ત્યારે મોટે ભાગે આપણે સમાજ તેમજ આપણી સફળતા માટે જવાબદાર કેટલાક લોકોને તેનો બદલો આપવાનું ભૂલી જતા હોઈએ છીએ. ત્યારે આપણે સ્વાર્થી બની જઈએ છીએ અને માત્ર પોતાના વિષે જ વિચારીએ છીએ. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જે ગમે તેટલી ઉંચી ટોચ પર પહોંચી જાય છતાં જમીન સાથે જોડાયેલા રહે છે અને તેઓ જરૂરીરિયાતવાળા લોકોની મદદ કરવાનું નથી ભૂલતા.તો ચાલો આજે એવા પરોપકારી દંપત્તી વિષે વાત કરીએ. બેંગલોરના વિજય ટાટા અને અમૃતા ટાટા, તેઓ બિઝનેસ દંપતિ છે. તેમણે એક એવો પ્રોજેક્ટ હાથ પર લીધો છે જે ખરેખર અનોખો છે. વિજય ટાટા જે એક સિટિ-બેસ્ડ બિઝનેસમેન છે, તેમણે પોતાનું સેલ્ફ-ફંડેડ એનજીઓ ઉભું કર્યું છે જેનું નામ છે ન્યુ ઇન્ડિયા, તેમાં તેમણે 200 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ એનજીઓ એક એવું હોસ્પિટલ વિકસાવવા માગે છે જ્યાં કેન્સરના દર્દીઓની સારવાર મફતમાં થાય.ન્યુ ઇન્ડિયા, બે આંતરપ્રિન્યોર અને સહાનુભૂતિભર્યા વ્યક્તિઓ વિજય અને અમૃતા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ તે સમાજ અને દેશને પાછુ આપવાનો છે જેણે તેમને સપના જોવા તેમ જ તેને વાસ્તવિકતામાં ફેરવવાનો મોકો આપ્યો છે. ન્યુ ઇન્ડિયા સંપૂર્ણ રીતે સેલ્ફ-ફંડેડ છે અને તે બીજા પાસેથી દાન નથી સ્વીકારતું.

તેમનું લક્ષ ગરીબ વર્ગના લોકોને મદદ કરીને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું છે જે ભારતની વસ્તીના 80% ધરાવે છે. આ રીતે તે લોકોને સ્વસ્થ જીવન જીવવાનો હક અપાવતા તેમણે દેશની અર્થ-વ્યવસ્થામાં યોગદાન આપી શકવાને શક્ષમ બનાવવાનું છે.આ એનજીઓ ત્રણ મોટા ઉદ્દેશથી શરૂ કરવામાં આવ્યું હતું. તેના પ્રથમ તબક્કામાં ભારતીયો માટે વધારેમાં વધારે સામાન્ય સંસાધન ઉપલબ્દ કરાવવાનું છે. ન્યુ ઇન્ડિયા, સ્ત્રીઓને સહયોગ આપવા અને તેમને સક્ષમ બનાવીને સ્ત્રીઓના રહેવા માટે એક સુરક્ષિત આશ્રય સ્થાન બનાવવા તરફ કામ કરી રહ્યું છે. તેમની પહેલ “સ્ટોપ રેપ”નું લક્ષ રેપનો શિકાર બનેલી સ્ત્રીઓને ન્યાય અપાવવાનું અને તેમને પોતાના જીવનને ફરી શરૂ કરવામાં મદદ કરવાનું છે. તેમની બીજી એક પહેલ છે “ફ્યુચર કિડ્સ” 2011માં શરૂ કરવામાં આવ્યું છે. તે હેઠળ અત્યાર સુધીમાં 400 ગરીબ બાળકોને દત્તક લઈને તેમને આશ્રય, ભોજન, શિક્ષા અને ઘર જેવું વાતાવપણ આપવામાં આવ્યું છે.શરૂઆતમાં વિજયે 10 કરોડ ગરીબ કુટુંબોને હેલ્થ કેયર માટે 5-5 લાખ રૂપિયા આપવાનું આયેજન કર્યું હતું. પણ તેમને લાગ્યું કે આ રકમ કેન્સરના દર્દીઓ માટે પુરતી નથી. માટે તેમણે નક્કી કર્યું કે તેઓ હોસ્પિટલનું નિર્માણ કરવા માટે 100 કરોડ રૂપિયાની કીંમતની 50 એકર જમીન ખરીદશે અને 100 કરોડ રૂપિયા હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનો માટે આપશે.વિજયે નિમ્ન મધ્યમ વર્ગ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે પણ વ્યવસ્થા કરી છે. જો તેમને થોડા સમય માટે આર્થિક સમસ્યા હોય તો તે મફતમાં હોસ્પિટલનો લાભ મેળવી શકે છે. વિજય અને તેમની પત્ની અમૃતાએ પોતાની દીકરીના જન્મદિવસ પર આ વિશિષ્ટ જાહેરાત કરી હતી.હોસ્પિટલમાં 150 પથારીઓ રાખવામાં આવશે તેનું નિર્માણ કેટલાએ તબક્કામાં પુરુ થશે. શરૂઆતનો તબક્કો ડિસેમ્બર 2018 સુધી પુર્ણ થઈ જશે. તે જાણીતી કેન્સર સારવારના નિષ્ણાતો અને અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ હશે. આ હોસ્પિટલ પ્રોજેક્ટને યુકે બેસ્ડ આર્કિટેક્ટ એન્ડ એન્જિનિયરિંગ ફર્મ, બિલ્ડિંગ ડિઝાઈન પાર્ટનરશિપ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે.

હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ઇમરાન હાશમી દ્વારા કરવામાં આવ્યું છે. એનજીઓના ઉદ્ઘાટન ભાષણમાં તેમણે કહ્યું, “મેં ખુબ જ નજીકથી કેન્સરના દર્દી અને તેમના કુટુંબની પીડાને જોઈ છે. ગરીબ કેન્સર દર્દીઓ માટે આ શરૂઆત એક નવું આશાનું કિરણ લઈને આવી છે જે ખરેખક વખાણવા યોગ્ય છે.”

વિજય અને અમૃતનો આ પ્રયાસ વધારે સારું ભારત બનાવવાની દિશા તરફનું પ્રથમ પગલું છે. જ્યારે સરકાર ગરીબોની સેવામાં પહોંચી વળતી નથી તેવે સમયે આ દંપત્તીએ તેમને મદદ કરવા પોતાનો હાથ લંબાવ્યો છે. તેમનું આ કામ ખરેખર વખાણવા યોગ્ય છે.ખરેખર વખાણવા લાયક કાર્ય છે બનેનું તેમની માટે બે શબ્દો કોમેન્ટમાં લખો. અને એક શેર તો કરવું જ રહ્યું.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી