ડોનાલ્ડ ટ્રમ્પ આ વસ્તુઓ ખાવાના છે જોરદાર શોખીન, જાણી લો તેમની ફુડ હેબિટ્સ વિશે

ડૉનાલ્ડ ટ્ર્મ્પને ખૂબ જ પસંદ છે પિઝા અને બર્ગર, જાણો તેમની ફૂડ હેબિટ્સ વિશે.

image source

અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્ર્મ્પ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ડૉનાલ્ડ ટ્ર્મ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા પછી તેમની લાઈફસ્ટાઈલના કારણે ઘણી વખત ચર્ચામાં રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે ડૉનાલ્ડ ટ્ર્મ્પ ફૂડના શોખીન છે અને તેમાં પણ જંક ફૂડ્સના તો તેઓ ભારે શોખીન છે. તો ચાલો જાણીએ ડૉનાલ્ડ ટ્ર્મ્પની ફૂડ હેબિટ્સ એટલે કે તેમની પસંદગીના ફૂડ્સ વિશે.

image source

ડૉનાલ્ડ ટ્ર્મ્પના પસંદગીના ફૂડ્સમાં જંક ફૂડ્સ સૌથી આગળ છે. તેઓને પિઝાથી લઈને ડાયટ કૉક ખૂબ જ પસંદ છે. પિઝાના શોખીન એવા ડૉનાલ્ડ ટ્ર્મ્પને બર્ગર ખાવા પણ પસંદ છે. ડૉનાલ્ડ ટ્ર્મ્પને વેજિટેબલ સલાડ પણ પસંદ છે. તેઓ ઝીણા સમારવામાં આવેલા શાકભાજીનો સલાડ પસંદ કરે છે.

આ સિવાય તેઓ સલાડમાં પનીર, ઈંડા અને શાકભાજી ખાવાનું પણ પસંદ કરે છે. ડૉનાલ્ડ ટ્ર્મ્પને મેકડૉનાલ્ડ અને કેએફસીનું ફૂડ ખૂબ પસંદ છે.

image source

એક ન્યૂઝ ઈન્ટરવ્યૂમાં ડૉનાલ્ડ ટ્ર્મ્પે જણાવ્યું હતું કે તેઓને સવારના બ્રેકફાસ્ટમાં કૉર્ન ફલેક્સ પસંદ છે. આ સિવાય ડૉનાલ્ડ ટ્ર્મ્પને હેમ બર્ગર (Hamburger)થી લઈને મેક્રોની, ચીઝ અને ચેરી-વેનિલા આઈસક્રીમ ભાવે છે.

આ સિવાય ડૉનાલ્ડ ટ્ર્મ્પ નૉનવેજ ફૂડ ખાવાનું પણ પસંદ કરે છે. ડૉનાલ્ડ ટ્ર્મ્પને પૉટેટો ચિપ્સ અને દરિયાઈ ફૂડ્સ પણ ખૂબ જ પસંદ છે. ડૉનાલ્ડ ટ્રમ્પ આલ્કૉહૉલથી દૂર રહે છે.

image source

તેમજ હંમેશા ટ્રમ્પની સાથે પડછાયાની જેમ રહે છે આ ખાસ ‘ફૂટબોલ’ અને ‘બિસ્કિટ’. એ વિશેની માહિતી પણ જાણો.

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની 24મી તારીખે બે દિવસના ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ પોતાના પ્રવાસની શરુઆત અમદાવાદથી કરવાના છે. આ પછી તેઓ તાજમહેલ જોવા માટે આગ્રા જશે અને ત્યાંથી એક દિવસ માટે દિલ્હી જશે.

image source

ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સાથે ખાસ ‘ફૂટબોલ’ અને ‘બિસ્કિટ’ લઈને આવી રહ્યા છે. આ ‘ફૂટબોલ’ અને ‘બિસ્કિટ’ પડછાયાની જેમ તેમની સાથે રહે છે. આ ફૂટબોલ અને બિસ્કિટમાં આખી દુનિયાને સાફ કરી નાખવાની તાકાત રહેલી છે.

ટ્રમ્પના આ ફૂટબોલને તમે મેદાનમાં જોવા મળતો ફૂટબોલ ના સમજી લેતા.. આ ફૂટબોલ એટલે એક એવી બ્રીફકેસ કે જેને દુનિયાની સૌથી શક્તિશાળી બ્રીફકેસ માનવામાં આવે છે. જે ભૂંડના ચામડામાંથી બનેલી હોય છે અને કાળા રંગની હોય છે. આ ટોપ સીક્રેટ બ્રીફકેસમાં પરમાણુ બોમ્બના હુમલા માટેના કોડ સહિત 4 ખાસ વસ્તુઓ હોય છે.

image source

જેના કારણે જ આ બ્રીફકેસને ન્યૂક્લિયર ફૂટબોલ તરીકે ઓળખવામાં આવે છે. લોન્ચ કોડ સિવાય બ્રીફકેસની અંદર અમેરિકાના પરમાણુ હુમલાની સંપૂર્ણ યોજના અને ટાર્ગેટની તમામ માહિતી તેની અંદર રહેલા એક પુસ્તકમાં લખેલી હોય છે. આ 75 પાનાના કાળા રંગના પુસ્તક દેખાવમાં હોટલના મેનુ કાર્ડ જેવી હોય છે.

આ સિવાય એક અન્ય કાળા રંગનું પુસ્તક આ બ્રીફકેસમાં હોય છે જેમાં હુમલા સમયે ક્યાં છૂપાઈ જવું તે અંગેની જાણકારી આપવામાં આવી હોય છે. ટ્રમ્પની આ બ્રીફકેસમાં એક ઈમરજન્સી બ્રોડકાસ્ટ સિસ્ટમ હોય છે. ન્યૂક્લિયર ફૂટબોલની અંદર 3થી 5 ઈંચ લાંબું એક કાર્ડ હોય છે. જે કાર્ડમાં પરમાણુ બોમ્બના હુમલાની પુષ્ટી કરનારો કોડ લખેલો હોય છે.

image source

જોવામાં ક્રેડિટ કાર્ડ જેવું લાગતું આ કાર્ડ એટલે ‘બિસ્કિટ’.. આ બિસ્કિટમાં 5 અલાર્મ લાગેલા હોય છે અને જો આ ખોવાઈ જાય તો તેને વગાડવામાં આવે છે. બ્રીફકેસની અંદર એક એન્ટેના લગાવેલું સંચાર ઉપકરણ હોય છે, જેના ઉપયોગથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દુનિયાના ગમે તે ખુણામાંથી તાત્કાલિક વાત કરી શકે છે.

image source

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ પોતાની સાથે આ બ્રીફકેસ નથી રાખતા. ટ્રમ્પના 5 સૈન્ય સહાયકો હંમેશા તેમની સાથે રહે છે, મતલબ કે તેઓ સાથે જ ચાલતા હોય છે, જે 5 માંથી કોઈ એકની પાસે ન્યૂક્લિયર ફૂટબોલ રહે છે. આ સૈન્ય સહાયક હંમેશા હથિયારથી સજ્જ હોય છે જેના કારણે તેમની પાસેથી કોઈ બેગ છીનવી ના શકે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિસ્કિટને પોતાની સાથે લઈને પણ ચાલે છે.

image source

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જિમી કાર્ટરના હાથે એકવાર ‘બિસ્કિટ’ ખોવાઈ ગયું હતું. તેમણે બિસ્કિટ પોતાના સૂટની અંદર રાખ્યું હતું અને તેમણે સૂટ ડ્રાય ક્લિનરમાં આપી દીધો હતો. અમેરિકાના 40મા રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગન પર જ્યારે જીવલેણ હુમલો થયો હતો ત્યારે તેમના લોહીવાળા કપડામાં રહેલું બિસ્કિટ હોસ્પિટલના કચરામાં ભૂલથી જતું રહ્યું હતું. બિલ ક્લિન્ટનના સમયમાં પણ ઘણાં મહિનાઓ સુધી બિસ્કિટ ગાયબ રહ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ