જલ્સા કરોને જેંતીલાલ

કરિના કપૂર અને પ્રિયંકા ચોપરાની મેક અપ આર્ટિસ્ટે ટ્રમ્પની દીકરીને કરી હતી તૈયાર, જોઇ લો અંદરની તસવીરો

ટ્રમ્પની ભારત યાત્રા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પુરા પરિવારની સાથે બે દિવસીય ભારતની યાત્રા પર આવ્યા છે. આ યાત્રાને લઈને લોકોના મનમાં જબરદસ્ત ઉત્સુકતા જોવા મળી રહી છે. ઉપરાંત અન્ય એક વસ્તુ પણ એવી છે જે બધાના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અને તે છે ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પના આઉટફિટ અને તેમનો લુક.

image source

ઈવાંકા ટ્રમ્પએ પોતાના હેર સ્ટાઈલિંગ માટે અમેરિકી ડિઝાઈનરને છોડીને એક હિન્દુસ્તાની પર ભરોસો બતાવ્યો છે. ઈવાંકા ટ્રમ્પે પોતાની હેરસ્ટાઈલીંગ પોપ્યુલર મેકઅપ આર્ટિસ્ટ અનુ કૌશિક પાસે કરાવ્યું છે. અનુ કૌશિક પણ ઈવાંકાની હેરસ્ટાઇલ કરીને ગર્વ મહેસુસ કરે છે. અનુ કૌશિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની ફીલિંગ્સ શેર કરી છે.

ઈવાંકાની હેરસ્ટાઇલ ના ફક્ત સુંદર લાગી રહી હતી ઉપરાંત તેણીની ડ્રેસ મુજબ હતી. તે પોતે પણ ખાસ ખુશ જોવા મળી રહી હતી.

image source

આપને જણાવીએ કે અનુ કૌશિક એક પ્રસિધ્ધ મેકઅપ આર્ટિસ્ટ છે. તેમણે બૉલીવુડના મોટા મોટા સિતારાઓનો મેકઅપ કર્યો છે. અનુએ પ્રિયંકા ચોપડાનું પણ ખૂબસુરત મેકઓવર કર્યું હતું. એ ફોટો લાંબાસમય સુધી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી હતી.

image source

અનુ કૌશિકે ઐશ્વર્યા રાયનો પણ મેકઅપ કર્યો હતો. અનુની કાબેલિયતના કારણે ઐશ્વર્યા રાયની સુંદરતા વધારે નિખરીને સામે આવી રહી હતી.

કરીના કપૂર ખાનનો પણ અનુ કૌશિક પાસે પોતાનો મેકઅપ કરાવી રાખ્યો છે. ખુદ અનુએ એ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આમ આપને જણાવીએ કે અનુ કૌશિકનો ફિલ્મ મર્દાનીમાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેમણે ફિલ્મની લીડ રાની મુખર્જીનો મેકઅપ કર્યો હતો. રાની મુખર્જીના એ પોસ્ટર્સ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

આમ તો આપ જાણીને હેરાન રહી જશો કે, ઈવાંકા ટ્રમ્પે હૈદરાબાદમાં જે ડ્રેસ પહેર્યો હતો, તે પણ એક હિંદુસ્તાનીએ જ ડિઝાઇન કર્યો છે. ઈવાંકાએ એક વાઈટ સિલ્ક શેરવાની પહેરી હતી.આ આઉટફિટને ઇન્ડિયન ડિઝાઈનર અનીતા ડોંગરેએ ડિઝાઇન કર્યો છે. અનીતાએ આની પહેલાં કેટલાક અન્ય બૉલીવુડ સિતારોના આઉટફિટ ડિઝાઇન કર્યા છે.

આપએ જાણીને હેરાન થઈ જશો કે ઈવાંકાએ જે વાઈટ શેરવાની પહેરી હતી, તે આઉટફિટને અનીતા ડોંગરેએ ૨૦ વર્ષ પહેલાં ક્રિએટ કરી હતી. તેના મુજબ આ ખૂબ મોટી વાત છે કે આજે ૨૦ વર્ષ પછી પણ આ ડિઝાઇનને એટલી જ પસંદ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સિનેમાના ખૂબ વખાણ કર્યા.ડોનાલ્ડ ટ્રમ્પએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલવાલે દુલહનીયા લે જાયેંગે’ અને અમિતભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની અને જયા બચ્ચન સ્ટારર મુવી ‘શોલે’ના પણ ખૂબ વખાણ કર્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે હિન્દી સિનેમામાં દર વર્ષે હજારો ફિલ્મો બને છે. આખી દુનિયામાં બોલીવુડની ફિલ્મોને પસંદ કરવામાં આવે છે અને અહીંના ભાંગડાને લોકો એન્જોય કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version