માતા-પિતાએ બાળકનું એવું તો શું નામ રાખ્યું કે ડોમિનોઝ ફિદા થઈ ગઈ, સીધા 60 વર્ષ સુધી ફ્રી પિઝાનું ઇનામ આપ્યું

ડોમિનોઝ એ આખા ભારત અને વિશ્વમાં જાણીતું નામ છે. સાથે જ તેની બ્રાન્ડ પણ લોકોમાં ઓછી પ્રખ્યાત નથી. પણ હાલમાં ડોમિનોઝે એક એવું સરસ કામ કર્યું કે લોકોમાં વધારે ચર્ચાવા લાગ્યું છે અને વખણાવા લાગ્યું છે. તો આવો જાણીએ કે ડોમિનોઝે શું સરસ કામ કર્યું છે. આમ પણ કહેવાય છે ને કે બાળકનો જન્મ કોઈપણ માતા પિતા માટે કોઈ વરદાનથી ઓછું નથી હોતું. પરંતુ ઓસ્ટ્રેલિયામાં કંઈક એવું થયું કે બાળકને જન્મ આપનાર માતા પિતાની ખુશી બેગણી થઈ ગઈ.

image source

જો આ કેસ વિશે વિગતે વાત કરીએ તો બાળકના જન્મ પર ફાસ્ટ ફૂડ ચેઇન ડોમિનોઝે ઓસ્ટ્રેલિયાના આ પરિવારને આગામી 60 વર્ષ સુધી ફ્રી પિઝા આપવાનું વચન આપ્યું છે. એની પાછળ પણ એક જોરદાર કિસ્સો છે. જો કે આ વાત પર તમને વિશ્વાસ નહીં થાય પણ આ એકદમ સાચી વાત છે. ઓસ્ટ્રેલિયા ડોમિનોઝો પોતાની ફાસ્ટ ફૂડ ચેઇનની 60મી વર્ષગાંઠ પર 9 ડિસેમ્બરે એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. કંપનીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સ્પર્ધાની જાહેરાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Domino’s Australia (@dominos_au)

જો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો આ સ્પર્ધામાં શરત અનુસાર 9 ડિેસમ્બરના રોજ જન્મેલ જે બાળકનું નામ ડોમિનિક અથવા ડોમિનીક્યૂ રાખવામાં આવશે તેને 60 વર્ષ સુધી ફ્રી પિઝા આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્લીમેટાઇન ઓલ્ડફીલ્ડ અને એંથની લોટે પણ પોતાનું બાળનું નામ ડોમિનિક રાખ્યું. આ બાળકનો જન્મ 9 ડિસેમ્બરે થયો હતો. જે વાત સૌથી વધારે આશ્ચર્ય કરે તે છે કે ક્લીમેટાઇન ઓલ્ડફીલ્ડ અને એંથની લોટને ડોમિનોઝની આ સ્પર્ધા વિશે કોઈ જાણકારી ન હતી. તેમણે પહેલા જ પોતાના બાળકનું નામ વિચારીને રાખ્યું હતું. જ્યારે સંબંધીઓને બાળકના નામની જાણકારી થઈ તો તેમણે માતા પિતાને આ સ્પર્ધા વિશે જણાવ્યું.

image source

પછી જોવા જેવી વાત એ થઈ કે 9 ડિસેમ્બરે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં તેઓ એકમાત્ર માતા પિતા હતા જેમણે પોતાના બાળકનું નામ ડોમિનોઝન કંપનીના સૂચવેલા નામ અનુસાર રાખ્યું હતું. સિડનીના રોયલ પ્રિન્સ એલફ્રેડ હોસ્પિટલમાં સવારે 1-45 કલાકે ડોમિનિકે આંખ ખોલી અને આ સ્પર્ધા જીતી લીધી. ત્યારબાદ હવે 60 વર્ષ સુધી આ પરિવારને પિત્ઝા ફ્રીમાં મળશે. હવે આ ઘટના ચારેબાજુ વાયરલ થઈ રહી છે અને લોકો ડોમિનોઝના આ કામને વખાણી વધાવી રહ્યા છે.

image source

2019માં સમાચાર સામે આવ્યા હતા કે વૈશ્વિક મંદીની અસર પસંદીદા ખાદ્ય ચીજ ડોમિનોઝ પિઝા પર પડી છે અને યુકેની આ કંપનીએ નુકસાનીને કારણે ચાર દેશોમાં તેનો વ્યવસાય સમેટી લેવાનો નિર્ણય લીધો છે. બ્રિટનની સૌથી મોટી પીઝા ડિલિવરી કંપનીએ ગુરુવારે કહ્યું છે કે તે વધારે નુકસાનને કારણે ચાર દેશોમાંથી તેના વ્યવસાયને સમેટી લેવામાં લાગેલી છે. ડોમિનોઝની આ ઘોષણા બાદ તે દેશોના નાગરિકો કે જેને પીઝા ખાવાનું પસંદ છે તેને આંચકો લાગી શકે છે.

image source

ડોમિનોઝના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડેવિડ વાઈલ્ડે કહ્યું કે, “અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે જે દેશોમાં અમે નુકસાનમાં ચાલી રહ્યાં છીએ તેવા દેશોના આકર્ષક બજારોનું પ્રતિનિધિત્વ કરવામાં સમર્થ નથી.” અમે ત્યાં આ વ્યવસાયના શ્રેષ્ઠ માલિક નથી. ” જો કે, ભારતના લોકોને આ માટે ચિંતા કરવાની જરૂર નથી કેમકે, ડોમિનોઝનો આ નિર્ણય ભારત માટે નહીં પરંતુ સ્વિટ્ઝરલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન જેવા દેશો માટે છે જ્યાં ડોમિનોઝ કંપની સતત નુકસાન વેઠી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ