કુતરુ પાળવાથી શું થાય છે ફાયદાઓ, આજે જ જાણી લો તમે પણ

કોઈપણ જાતની દવા લીધા વગર સ્વસ્થ રહેવું હોય તો એક કૂતરુ પાળી લો

કૂતરાને પોતાનો સાથી બનાવો અને દવા લીધા વગર જ રહો સ્વસ્થ

image source

કૂતરાનો સંગાથ તમને અપાવશે સ્વસ્થ હૃદય ! વાંચો કૂતરાને પાળવાના શારીરિક-માનસિક લાભો વિષે

આજે ઘણા બધા ઘરોમાં પાલતુ પ્રાણી તરીકે કૂતરું રાખાવામાં આવે છે. કૂતરા માટે કહેવામાં આવે છે કે પોતાના માલિકને પોતાના કરતાં પણ વધારે પ્રેમ કરે છે. અને આપણે બધા કૂતરાની વફાદારીથી તો માહિતગાર જ છીએ. અને બાળકોમાં તો કૂતરાઓ એટલા પ્રિય છે કે બાળકો તો ગમે તે કૂતરા કે પછી તેના ગલુડિયાને જુએ કે તરત જ તેને રમાડવા લાગે છે.

image source

જો તમે પણ કૂતરાને પાળી રહ્યા હોવ અથવા વિચારી રહ્યા હોવ તો તમને એ જાણીને આનંદ થશે કે કૂતરાનો સંગાથ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભપ્રદ છે, તે હૃદય રોગીને, ડાયાબીટીક પેશન્ટને ને તેમજ તમારા મનને સ્વસ્થ રાખવામાં તમને મદદ કરી શકે છે. અને આ કોઈ કેહવાની વાત નથી પણ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કરીને સાબિત કરવામાં આવેલું છે.

ડાયાબીટીક પેશન્ટને સ્વસ્થ બનાવે છે કૂતરાનો સંગાથ

image source

હા, સંશોધકોનું એવું ચોક્કસ પણે માનવું છે કે જો ડાયાબીટીક પેશન્ટ એક કૂતરાને પાળી લે અને તેમની સાથે એક્ટિવ રહે તો તે તમને ઝડપથી ચાલવા અને દોડવામાં પણમદદ કરી શકે છે. ટુંકમાં કૂતરાના માલિક હોવું એટલે એક્ટિવ જીવન જીવવું અને એક્ટિવ જીવન જીવવું એટલે ઘણીબધી બીમારીઓથી દૂર રહેવું.

કૂતરાનો સંગાથ તેના માલિકના હૃદયને રાખે છે સ્વસ્થ

image source

કરવામાં આવેલા સંશોધન પ્રમાણે સંશોધન દરમિયાન જે પણ લોકોને તેમાં શામેલ કરવામા આવ્યા હતા તેમના બોડી માસ ઇન્ડેક્સ, ફિઝિકલ એક્ટિવિટી, ડાયેટ, સ્મોકિંગ સ્ટેટસ, બ્લડ ગ્લુકોઝ તેમજ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું સતત માર્કિંગ કરવામાં આવતું હતું. અને સંશોધનના અંતે વૈજ્ઞાનિકો એવા તારણ પર પહોંચ્યા કે આ સંશોધનમાં જેટલા લોકો કૂતરાના માલિક હતા તેમના કાર્ડિયોવાસ્ક્યુલર સ્વાસ્થ્યની સરખામણી જે લોકો પાસે કૂતરું નહોતું તેમની સાથે કરવામા આવી.

image source

જેમાં જાણવા મળ્યુ કે પેટ ઓનર્સનું સ્વાસ્થ્ય જેમની પાસે પેટ્સ નહોતા તેમના કરતાં વધારે સારુ હતું. અને ખાસ કરીને તેવા લોક કે જેમની પાસે પાલતુ પ્રાણી તરીકે કૂતરું હતું તેમનું હૃદય બીજાઓની સરખામણીએ વધારે સ્વસ્થ જોવા મળ્યું.

image source

તેની પાછળ કારણ એ છે કે કૂતરાઓ અન્ય પાલતુ પ્રાણીઓની સરખામણીએ વધારે પ્રવૃત્તિશીલ હોય છે. અને તેમની સાથે સાથે તેમના માલિકને પણ પ્રવૃત્તિશિલ રહેવું પડે છે અને તેના કારણે જ તેમનું હૃદય અન્યો કરતાં વધારે સ્વસ્થ હતું. કૂતરુ તેના માલિકને એક્ટિવ રાખતુ હોવાથી તેમના વજનમાં પણ ઘટાડો જોવા મળે છે અને તે રીતે પણ શરીર સ્વસ્થ રહે છે.

માનસિક સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે કૂતરાનો સંગાથ

image source

અહીં ભલે આપણે કૂતરાને પાલતુ પ્રાણી તરીકે સમજીએ છીએ પણ તે મૂળે તો એક જીવ છે અને તે કોઈ પણ સંજોગોમાં પોતાન માલિકનો સાથ નથી છોડતો. તે મનુષ્યો કરતાં પણ વફાદાર છે. પાલતુ કૂતરો હોવાથી તેની સાથે સમય પસાર કરવાથી તેના માલિકને એકલતા નથી લાગતી આ સિવાય તે સમાજમાં પણ સરળતાથી ભળી શકે છે. અને તેના કારણે તે માનસિક રીતે પણ સ્વસ્થ અને પ્રસન્ન રહે છે અને તે જ કારણસર તેનું હૃદય પણ સ્વસ્થ રહે છે.

image source

તમારા જીવનને અર્થપૂર્ણ બનાવે છે. ઘણીવાર માણસ એકલો પડી જાય છે ત્યારે તે ડીપ્રેસનમાં જતો રહે છે પણ જો તે જ વ્યક્તિ પાસે પોતાનો પેટ ડોગ હશે તો તેની સાથે આવું થવાની શક્યતા નહીવત છે. તો રાહ જોયા વગર આજે જ તમને ગમતી બ્રીડનો કૂતરો પાળી લો અને તમારી જાતને સ્વસ્થ રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ