કૂતરાના કારણે સંબંધોની થઈ હત્યા, બહેને કુતરાઓ માટે રોટલી બનાવવાની ના પાડી તો ભાઈએ ગોળી મારીને કરી દીધી હત્યા

આજના સમયમાં લોકો પોતાના મગજ પરનો કાબૂ ધીમે ધીમે ખોઈ બેઠા છે. અને પોતાના પરનો સંયમ પણ ગુમાવવા લાગ્યા છે. અને તેના કારણે સમાજમાં અપરાધોની સંખ્યા પણ વધી ગઈ છે.

image source

સાવ જ નાની બાબતોમાં લોકો ગંભીર ઝઘડા કરી બેસતા હોય છે અને છેવટે તેનું ગંભીર પરિણામ ભોગવવું પડતું હોય છે. આજની આ ઘટનામાં પણ તેવું જ કંઈક ઘટ્યું છે અહીં એક ભાઈએ માત્ર એ બાબતે પોતાની બહેનની ગોળી મારીને હત્યા કરી દીધી કારણ કે તેણીએ તેના કૂતરાઓ માટે રોટલી ન બનાવી. આખો મામલો જાણવા માટે આગળ વાંચો.

ઉત્તર પ્રદેશના મેરઠમાં સોમવારે રાત્રે એક ભાઈએ સાવજ નાનકડી બાબતમાં બહેનની હત્યા કરી દીધી. આરોપી કૂતરાની ખરીદી અને વેચાણ કરે છે. તેની પાસે 20થી વધારે કૂતરા છે. તેમના માટે તે તેની બહેન પાસે રોજ રોટલીઓ બનાવડાવતો હતો. બહેને તેને રોટલી બનાવવાની ના પાડી દેતા તેણીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી

એક ગોળી છાતીમાં અને બીજી ગોળી માથામાં વાગી

પોલીસે જણાવ્યું કે મેરઠની કૈલાશ વાટિકા કોલોનીમાં રહેતો યોગેન્દ્ર કુમાર એક બિલ્ડર છે. તે અહીં પોતાની માતા સરોજ, બેહન પારુલ અને નાના ભાઈ આશીષ સાથે રહે છે. સોમવારે લગભગ 7.30 વાગે આશીષે પારુલને પોતાના 26 કૂતરાઓ માટે રોટલી બનાવાનું કહ્યું, ત્યારે બેહને તે બનાવવાની ના પાડી દીધી અને તે બાબતને લઈને બન્ને વચ્ચે દલીલબાજી પણ થઈ.

રાત્રે 8 વાગે આશીષે રિવોલ્વરથી પોતાની બહેનના માથામાં પાછળથી એક ગોળી મારી દીધી. ત્યાર બાદ બીજી ગોળી તેણીની છાતીમાં ધરી દીધી. અને તેણીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું.

આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે

image source

ઘટનાના સમયે યોગેન્દ્ર દિલ્લીમાં હતા અને તેમની માતા ઘર પર જ હતી. ગોળીનો અવાજ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા અને છેવટે પોલીસને જણાવવામાં આવ્યું. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીને પોતે જે કૃત્ય કર્યું તેનો કોઈ જ પછતાવો નથી. તેણે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.

image source

સામાન્ય રીતે એવું કહેવાય છે કે માણસ જાનવરો પ્રત્યે કેટલો ક્રૂર બની ગયો છે પણ આ કિસ્સામાં માણસે જાનવર માટે માણસની જ હત્યા કરી દીધી તે પણ સાવજ નાની સરખી બાબતમાં. કેટલાક લોકો માટે જીવન એટલું સસ્તુ બની ગયું છે કે તેઓ કોઈની જીવ લેવા જેટલો ગંભીર ગુનો કરતાં પહેલાં એક વાર પણ વિચાર નથી કરતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ