ગર્વ થશે આ ડોક્ટર પર, પત્ની છે ગર્ભવતી તેમ છતા તેમની પાછળ નથી આપતા સમય, અને બચાવે કોરોના વાયરસના દર્દીને, વાંચો વિગતવાર

ફરજ પહેલાં, પરિવાર પછી – ગર્ભવતિ પત્નીને ઘરે મૂકી ડોક્ટર લોકોને કોરોના વાયરસથી બચાવી રહ્યા છે

image source

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી રહ્યો. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાંથી 132 દેશોમાં આ વાયરસ ફેલાઈ ચુક્યો છે. તાજેતરમાં મળેલા સમાચાર પ્રમાણે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોની પત્નીને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે અને હોલીવૂડના લોકપ્રિય અભિનેતા ટોમ હેન્ક્સ અને તેની પત્નીને પણ વાયરસનો ચેપ લાગ્યો છે.

ચીન બાદ ઇટાલીની સ્થિતિ સૌથી ગંભીર છે અહીં તો જાણે દરેક રસ્તાઓ પર કર્ફ્યુનો માહોલ છે. કોરોનાવાયરસના કારણે સમગ્ર વિશ્વના સ્ટોક એક્સ્ચેન્જમાં ઉથલપાથલો મચી ગઈ છે.

image source

પણ આવી મહામારીના સમયે સૌથી વધારે પરિક્ષા જો કોની લેવાતી હોય તો તે છે મેડિકલ સ્ટાફ તે પછી ડોક્ટરો હોય કે નર્સો હોય. ભારતમાં અત્યાર સુધીમાં 75 કેસ નોંધાઈ ચુક્યા છે. અને વાયરસ વધારે ફેલાય નહીં તે માટે એરપોર્ટ પર સતત સ્ક્રીનીંગ પણ થઈ રહ્યું છે અને આ સ્ક્રીનીંગ કોઈ સામાન્ય વ્યક્તિઓ દ્વારા નહીં પણ ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે આમ જોવા જઈએ તો ડોક્ટરો આ કામ કરીને સમગ્ર દેશને કોરોના વાયરસના ચેપથી બચાવી રહ્યા છે.

બેંગલુરુ એરપોર્ટ પર પણ આ પ્રકારનું સ્કેનીંગ ચાલું છે અને તેમાં ડો. દિનેશ પણ ફરજ બજાવી રહ્યા છે. તેઓ પોતાની ફરજ તો બજાવી જ રહ્યા છે પણ સાથેસાથે ટ્વિટર દ્વારા પણ વાયરસને લઈને જાગૃતિ ફેલાવી રહ્યા છે.

તેઓ પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા સતત અપડેટ આપી રહ્યા છે. અને સાથે સાથે સામાન્ય જનતાએ કેવા પ્રકારની સાવચેતીઓ દાખવવી જોઈએ તે વિષે પણ તેઓ જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેઓ ટ્વિટર પર લખે છે, ‘સ્થિતિ જોતાં કોરોના વાયરસના કેસ હજુ વધી શકે છે, પણ આરોગ્ય વિભાગ દ્વારા મુકવામાં આવેલા નિયંત્રણના કારણે સ્થિતિ કાબુમાં છે. લોકોના સહકારથી આ લડાઈ જીતી લેવાશે. છેલ્લા એક મહિનાથી હું કોરોનાના સ્ક્રિનીંગ માટે એરપોર્ટ પર ફરજ બજાવી રહ્યો છું. સરકાર પણ પૂરતા પ્રયાસ કરી રહી છે માટે સામાન્ય જનતાએ ભયભીત થવાની જરૂર નથી.’

એરપોર્ટ પર સતત એક મહિનાથી ફરજ બજાવતા ડો. દિનેશની ખાસ બાબત એ છે કે તેઓ થોડાક જ સમયમાં પિતા બનવા જઈ રહ્યા છે. તેમની પત્નીને 8 મહિનાનો ગર્ભ છે. આવા સમયે જ્યારે ડો. દિનેશે પોતાની પત્ની સાથે રહેવું જોઈએ પણ તેઓ પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યા છે જેમાં તેમની ગર્ભવતિ પત્ની પણ તેમનો સાથ આપી રહી છે. અને તેમના કામની લોકો જ્યારે પ્રશંસા કરે છે ત્યારે તેઓ પોતે માત્ર પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેવું જણાવે છે.

image source

ડો. દિનેશની આ સેવા ભાવના જોઈ ટ્વીટર પર તેમની ખૂબ પ્રશંસા કરવામા આવી રહી છે. અને પોતાની પ્રશંસા કરવા બદલ તેઓ લોકોનો આભાર માનતા લખે છે, ‘હું લોકોના પ્રેમ તેમજ તેમના આશિર્વાદથી ખુશ છું. કોરોના સામેની લડતમાં જોડાયેલા મેડિકલ તેમજ પેરામેડિકલ સ્ટાફ તરફથી બધાનો આભાર. મારા મત પ્રમણે સાચા હીરો તો તે લોકો છે જે પોતાનો સહયોગ અને સહકાર આપી રહ્યા છે.’

કોરાના વાયરસથી બચવા માટે ડો. દિનેશે આપી છે આ સલાહો

image source

ઉપર જણાવ્યું તે પ્રમાણે ડો. દિનેશ ટ્વિટર પર કોરોના વાયરસના ફેલાવાને અટકવવા માટે જરૂરી સુચનો આપીને જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે. તેઓ સલાહ આપે છે કે લોકોએ પોતાના હાથ હેન્ડવોશ, સાબુ તેમજ હેન્ડ સેનેટાઇઝરથી સતત સ્વચ્છ રાખવા જોઈએ. આ બાબત તમને કોઈ માસ્ક કરતાં વધારે સુરક્ષિત રાખશે. તેમ છતાં જો તમે માસ્કનો ઉપયોગ કરવા માગતા હોવ તો તેનો યોગ્ય નિકાલ પણ થવો જોઈ તે વાતનું પણ ધ્યાન રાખો. તેમજ માસ્કને સમયે સમયે બદલતા પણ રહો. અને જુના માસ્કના કચરાનું યોગ્ય વ્યવસ્થાપન પણ કરો.

image source

ઉપરાંત વાયરસથી બચવા માટે મીઠાના કોગળા પણ કરી શકો છો, તેમજ તમારે તમારા આંખ-નાક અને મોઢાને હાથેથી વારંવાર અડવું પણ ન જોઈએ. જો તમે બીમાર હોવ તો તમારે સીધું જ હોસ્પિટલ જવું જોઈએ. તેમજ ખાંસતી કે છીંકતી વખતે તમારે રુમાલ કે ટીશ્યુ પેપર દ્વારા મોઢું ઢાંકવું જોઈએ. અને આવા લોકોથી તમારે ઓછામાં ઓછું એક મીટર એટલે કે ત્રણ ફૂટ દૂર રહેવું જોઈએ.

image source

તેઓ સરકારને પણ અરજ કરે છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જ ક્વોરેન્ટાઇન સેન્ટર (અલાયદા ઓરડા)ની વ્યવસ્થા કરવામાં આવે. સરકારે હોસ્પિટલો કે મેડિકલ કોલેજોમાં ક્વોરેન્ટાઇ સેન્ટર નહી રાખીને અહીં જ રાખવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ