ફક્ત આટલું કરશો તો તમારી ત્વચા વર્ષો સુધી સ્વસ્થ તેમજ યુવાન રહેશે…

આપણી ત્વચા કે આપણો ચહેરો, એ એવી વસ્તુ છે જે સામેવાળી વ્યક્તિની નજરમાં સૌ પ્રથમ આવે છે અને લોકો દ્વારા તેની પ્રથમ નોંધ લેવામાં આવે છે. કારણ કે આપણે જ્યાં ક્યાંય પણ જઈએ ત્યાં તે જ આપણું પ્રતિનિધિત્વ કરે છે, માટે આપણી ત્વચાને સ્વસ્થ તેમજ યુવાન દેખાડવી એ ખુબ મહત્ત્વનું છે. આ ઉપરાંત આપણે બધા એક ચોક્કસ ઉંમરે પહોંચીએ છીએ જ્યાંરથી આપણી વય વધવાની ચિંતા આપણને સતાવવા લાગે છે. પણ આપણે તે છતાં યુવાન જ રેહવા માગતા હોઈએ છીએ અને આપણી ઉંમરના કેટલાક લોકો પણ આપણા કરતાં યુવાન દેખાતા જ હોય છે માટે તે અશક્ય પણ નથી અને તેવા સંજોગોમાં એક જ ઉપાય બચે છે કે આપણે આપણા શરીર તેમજ ત્વચાની કાળજી જાતે જ લઈએ. બહાર એવા કેટલાએ ખોરાક છે જે આપણી ત્વચાના બાહ્ય આવરણને નુકસાન પહોંચાડી શકે તેમ છે. તે જ રીતે તેવા કેટલાક બીજા ખોરાક પણ છે જે આપણી ત્વચાને સુંદર, સ્વસ્થ યુવાન બનાવે છે. ત્વચા નિષ્ણાતોનું એવું કહેવું છે કે સારું પોષણ એ સ્વસ્થ ત્વચા માટેનું મુંળભુત બંધારણ છે. યોગ્ય ખોરાક ખાવાથી તમારી ત્વચાને અદ્ભુત ફાયદા થઈ શકે છે. તેમાં સમાયેલી કેટલીક કુદરતી સામગ્રી ત્વચાનું આવરણ ઉતારવાની પ્રક્રિયાને વધારી દે છે. જે આપણી ત્વચાને યુવિ કિરણોથી થતાં ઘેરા ધબ્બા તેમજ કરચલી પડવાના નુકસાનથી બચાવે છે. આજના આ લેખમાં જણાવવામાં આવેલા કેટલાક મહત્ત્વના ફૂડ તમારી ત્વચાને યુવાન બનાવશે. તેમજ તે તમારી તેમજ તમારી ત્વચાની સુંદરતાને વધારે લાંબો સમય જાળવી રાખશે.

કેપ્સિકમ (બેલ પેપર) અને બ્રોકોલીત્વચાના બિલ્ડિંગ બ્લોક્સને કોલેજન કહેવામાં આવે છે, તેમાં આપણા શરીરનું પ્રચૂર પ્રોટિન સમાયેલું હોય છે. સંયોજક પેશી પદાર્થ, શરીરને એક સાથે પકડી રાખે છે અને લવચિકતા, કોમળતા તેમજ, ત્વચા કોષોના એકધારા નવિનીકરણમાં મદદ કરે છે. સાથે સાથે કોલેજન એ ત્વચાની લવચિકતા માટે મહત્ત્વના છે. વિટામિન સી કોલેજનના ઉત્પાદનમાં વધારો કરતું હોવાથી, કેપ્સિકમ અથવા બ્રોકોલી ખાવાથી ત્વચાનું યૌવન જળવાઈ રહે છે. માટે તમારી આંખ તેમજ મોઢા આસપાસની કરચલીઓ ઓછી થાય છે. બ્રોકોલી અથવા કેપ્સિકમ ખાવાથી ઉંમર સંબંધીત શુષ્કતા તેમજ કરચલીઓ દૂર રહે છે. તમારે દિવસમાં ઓછામાં ઓછો અરધો કપ રાંધેલા કેપ્સિકમ કે બ્રોકોલી ખાવા જ જોઈએ.

ટામેટા ટામેટામાં લાઇકોપિન, એક લાલ કેરોટિનોઇડ રંગદ્રવ્ય હોય છે, જે તમને તમારી ત્વચા સુંવાળી રાખવામાં મદદ કરે છે. 2008માં પ્રકાશિત થયેલી યુરેપિયન જર્નલ ઓફ ફાર્માસ્યુટિક્સ, બાયોફાર્માસ્યુટિક્સમાં એક અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તે સંશોધનમાં, તેમને જાણવા મળ્યું હતું કે જે લોકોમાં લાઇકોપિનનું પ્રમાણ વધારે હોય છે તેમની ત્વચા સુંવાળી હોય છે. આ ઉપરાંત વધારે લાઇકોપિનનું સેવન કરવાથી તે તમારી ત્વચાને સૂર્યના નુકસાનકારક કિરણોથી પણ બચાવે છે. માટે તમારી ત્વચાને રક્ષણ આપવા તમારે ટામેટા તો ખાવા જ જોઈએ. તમે તેને રાંધેલા કે તાજા ખાઈ શકો છો. લાઇકોપિનથી ભરપુર ખોરાકમાં, ગાજર, તરબુચ, જામફળ અને ગુલાબી ગ્રેપફ્રુટનો સમાવેશ થાય છે.

રોમેઇન લેટસ –

જો તમે ઇચ્છતા હોવ કે તમારી ત્વચા ચમકે અને સ્વસ્થ રહે, તો તમારે રોમેઇન લેટસ ખાવી જોઈએ. એક અભ્યાસ પ્રમાણે રોમેઇન લેટસમાં જે પોટેશિયમ ખનીજ હોય છે તે ત્વચાને લોહીનું ભ્રમણ સુધારી પોષકતત્ત્વો તેમજ ઓક્સિજનથી ભરપુર રિફ્રેશિંગ બુસ્ટ આપે છે. દિવસ દરમિયાન લેટસના છ પાંદડા ખાવાથી તે તમને તમારી દિવસ દરમિયાનની વિટામિન એની 100 ટકા જરૂરિયાત પૂરી પાડે છે. વિટામિન એ કોષોની આવૃત્તિમાં વધારો કરી ત્વચાને યુવાન બનાવે છે. વધારે રોમેઇન લેટસ ખાવાનું બીજું એક કારણ એ છે કે તે તમારી વાસ્ક્યુલર હેલ્થને સપોર્ટ કરતાં પ્રોટિનને એક્ટિવેટ કરે છે. તે એટલા માટે કારણ કે રોમેઇન લેટસના છ પાંદડામાં તમારી દિવસ દરમિયાનની વિટામીન કેની જરૂરિયાતના 45 ટકા હોય છે.

કોફી

આપણામાંના મોટા ભાગનાને કોફી ખુબ પ્રિય હોય છે. સવારની સુસ્તીને ભગાડવા માટે માત્ર એક કપ કોફી જ આપણને દિવસ શરૂ કરવાનો પુશ આપી દે છે. પણ કોફી પ્રેમીને એ જાણીને આનંદ થશે કે રોજની એક કપ કોફી પીવાથી તમારી ત્વચા યુવાન તેમજ સ્વસ્થ રહે છે. વધારામાં, રોજ કોફી પીવાથી તમારી ત્વચાને કેન્સર થવાનું જોખમ પણ ઘટી જાય છે. ધી યુરોપિયન જર્નલ ઓફ કેન્સર પ્રિવેન્શનમાં એક લેખ પ્રકાશીથ થયો હતો જે 93000 સ્ત્રીઓ પર કરવામાં આવેલા અભ્યાસ પર આધારીત હતો. આ સંશોધનમાં, જાણવા મળ્યું હતું કે જે સ્ત્રીઓએ વધારે કેફેનેટેડ કોફી પીધીહતી તેમનું નોનમેલાનોમા સ્કિન કેન્સરનું જોખમ ઘટ્યું હતું. તે સ્ત્રીઓને આ અભ્યાસમાં સમાવિષ્ટ અન્ય સ્ત્રીઓ કરતાં સ્કિન કેન્સર થવાનું જોખમ 10 ટકા ઓછું હતું. જો કે ડી કેફ કોફી પીવાથી તમને આ જ સુરક્ષા મળતી નથી.

સ્ટ્રોબેરીઆપણામાંના મોટાભાગનાને સ્ટ્રોબેરી ભાવતી જ હશે કારણ કે તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સ્ટ્રોબેરીમાં ભરપુર માત્રામાં વિટામિન સી હોવાથી તે તમારી ત્વચાને યુવાન તેમજ સ્વસ્થ દેખાવા મદદ કરે છે. રોજની એક કપ સ્ટ્રોબેરી ખાવાથી તે તમને તમારા દિવસ દરમિયાનની વિટામિન સીની લગભગ 150 ટકા જરૂરિયાત પૂર્ણ કરે છે. ઉંમરના કારણે ત્વચામાં આવતી શુષ્કતા તેમજ કરચલીઓ દૂર કરતી સ્ટ્રોબેરી તમારી ત્વચાની બહેનપણી છે.

પપૈયુંપપૈયું જો કે ઘણા બધા લોકોનું અપ્રિય ફળ છે પણ તેના સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓની સાથે સાથે તે ત્વચા માટે પણ ઉત્તમ છે. તે માટેનું એક કારણ એ છે કે આ ફ્રૂટમાં પણ વિટામિન સીનું પ્રમાણ ખુબ હોય છે. એક સંશોધન પ્રમાણે વિટામિન સી તમારા યુવી કિરણને કારણે નુકસાન પામેલા ડીએનએને રીપેર કરવામાં મદદ કરે છે. તેનો અર્થ એ થાય છે કે આ એન્ટિઓક્સિડન્ટ્સ સૂર્ય તેમજ તેના નુકસાનકારક કિરણોના કારણે ત્વચાના કોષોને થતાં નુકસાનથી રક્ષણ આપે છે. ત્વચાના કોષોના રસાયણ અનુબંધને તોડીને યુવિ કીરણો ડીએનએને નુકસાન કરે છે. પપૈયું ખાવાથી, તમને પુષ્કળ પ્રમાણમાં વિટામીન સી મળશે જે તમને આ નુકસાનકારક કિરણોથી રક્ષણ આપશે. હવે તમને કદાચ સમજાઈ ગયું હશે કે આજે મળતાં મોટા ભાગના કોસ્મેટિક્સમાં વિટામિન સીનું પ્રમાણ શા માટે વધારે હોય છે.

તોફુતોફુ એટલે કે સોયાબિનનું પનિર આઇસોફ્લેવોનિસથી ભરપુર હોય છે જે તમારી ત્વચાનું એજિંગ થવા દેતું નથી. અન્ય સોયફૂડ જેમકે સોયાબિનનું દૂધ અને એડામામે પણ એન્ટિ-એજિંગ વિભાગમાં તમારી મદદ કરે છે. ધી જર્નલ ઓફ અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશનમાં એક ઉંદર પર થયેલો અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ સંશોધનમાં ઉંદરને આઇસોફ્લેવોનિસ આપવામાં આવ્યું. તે જ વખતે ઉંદરને અલ્ટ્રાવાયોલેટ રેડિએશનમાં ખુલ્લું મુકવામાં આવ્યું. જે ઉંદરને આઇસોફ્લેવોનિસ આપવામાં આવ્યું હતું તેની ત્વચા સુંવાળી હતી અને કરચલીઓ ઓછી હતી, જ્યારે જે ઉંદરને પોલિફેનોલિક કમ્પાઉન્ડ આપવામાં આવ્યું હતું તેની ત્વચા ઓછીં સુંવાળી તેમજ વધારે કરચલીવાલી હતી. આ અભ્યાસના આધારે, સંશોધકોનું એવું માનવું છે કે આઇસોફ્લેવોનિસ કોલેજન બ્રેકડાઉન રોકે છે અને નુકસાનકારક યુવિ કિરણોથી રક્ષણ આપે છે.

સફરજનતમે સફજન વિષેની આ ઇંગ્લિશ કહેવત સારી રીતે જાણતા જ હશો કે દિવસનું એક સફરજન ખાવાથી ડોક્ટર દૂર રહે છે. અને સાથે સાથે સ્વાદિષ્ટ ફળો ખાવાથી પણ તમને સ્વસ્થ ચમકતી ત્વચા મળે છે. સફરજનમાં કુર્સેટિન હોય છે, આ એક જાતનું ફ્લેવોનોલ હોય છે જે ઘણા ફળો, શાકભાજીઓ, પાંદડાવાળા શાકભાજીઓ તેમજ અનાજમાં મળી આવે છે. આ પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ યુવીએના દઝાડી નાખતા કીરણોથી તમને ભરપુર રક્ષણ આપે છે. અને આપણે એ સારી રીતે જાણીએ છીએ કે નુકસાનકારક યુવિ કીરણોથી કેટલાએ પ્રકારના સ્કિન કેન્સર થવાનો ભય રહેલો છે. સફરજનની છાલમાં પુષ્કળ પ્રમાણમાં કુર્સેટિન અને ફાયબર હોય છે. અને તેમાં સમગ્ર ફળના મોટાભાગના વિટામિન સમાયેલા હોય છે. માટે જ તમારે ક્યારેય સફરજનની છાલ ઉતારીને ખાવું જોઈએ નહીં. જો તમે હવે પછી ક્યાંય સૂર્યના તાપમાં જવાનું આયોજન કરતા હોવ તો સનસ્ક્રીન તો લગાવો જ પણ તે પહેલાં એક-બે સફરજન પણ ખાઈ લો જેથી કરીને તમને યુવીબીથી સંપૂર્ણ રક્ષણ મળી રહે.

કોકોઆએવું કેહવામાં આવે છે કે વધારે પડતી ચોકલેટ ખાવાથી તમને ખીલ થઈ શકે છે. જો કે અસંખ્ય અભ્યાસો જણાવે છે કે વધારે પડતી ચોકલેટ ખાવાને ત્વચાલક્ષી સમસ્યાઓ સાથે કોઈ જ સંબંધ નથી. કોકોઆમાં સમાયેલું ફ્લેવાનોલ તમારી ચામડીમાંના લોહીના ભ્રમણને સુધારે છે અને તે તમારી ખોપરી તેમજ શરીરના અન્ય ભાગોમાં લોહીનું વહેણ વધારે છે. ડાર્ક ચોકોલેટ ખાવાથી પણ તમને તે પોષકતત્ત્વો મળે છે જે તમારી ખોપરીને સ્વસ્થ રાખે છે. કોકોઆમાં મળતા ફ્લેવોનોઇડને એપિકેટેચિન કહેવાય છે અને તે તમારી ત્વચાનું સામુહિક સ્વાસ્થ્ય મોટાપાયે સુધારે છે. એપિકેટેચિન ત્વચામાં લોહીનું વહેણ વધારે છે, જેના કારણે ઓક્સિજન તેમજ પોષકતત્ત્વોના પુરવઠામાં વધારો કરે છે. માટે એપિકેટેચિનથી ભરપુર કોકોઆ પીણા પીવા હિતાવહ છે. હકીકતમાં, જર્નલ ઓફ ન્ટુટ્રિશનમાં પ્રકાશિત એક અભ્યાસ જેને 24 સ્ત્રીઓ પર કરવામાં આવ્યો હતો તેનું પરિણામ ખુબ જ પ્રભાવશાળી આવ્યું હતું. જે સ્ત્રીઓએ એપિકેટેચિનથી ભરપુર કોકોઆ પીણું 12 અઠવાડિયા સુધી રોજ પીધું હતું તેમની ત્વચાના ટેક્ચરમાં અત્યંત સુધારો જોવા મળ્યો હતો.

સ્વીટ પોટેટો – શક્કરીયાસ્વિટ પોટેટોમાં બિટાકેરોટીન હોય છે જે મુક્ત કણોનો નાશ કરે છે. જેના કારણે ત્વચાના કોષોને નુકસાન થતું અટકે છે. કારણ કે આપણું શરીર બિટા કેરોટિન વિટામિન એ માં ફેરવે છે માટે આ પ્રક્રિયા ઉંમરના લક્ષણો સામે લડવામાં મદદ કરે છે. તે તમારી ત્વચાને રક્ષણ આપે છે અને તેને સ્વસ્થ રાખે છે. તમે સ્વીટ પોટેટો ઉપરાંત, ગાજર અને પાક્કી કેરીનું સેવન પણ કરી શકો છો જેમાં પણ બેટા-કેરોટિન ઉચ્ચ પ્રમાણમાં હોય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી