માઇક્રોવેવનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? વાંચો અને શેર કરો…

માઇક્રોવેવનો ઉપયોગમાં આટલું ધ્યાન રાખો..

DO :

* બટરને ઓગળવા માટે થોડીક જ સેકન્ડ માટે મુકો.

* પાપડ ને શેકવા હોય તો ૩ થી ૪ પાપડ ની થપ્પી મૂકી ૧ મિનીટ માટે માઈક્રો હાઈ કરો.

* તળેલા પાપડ નો ટેસ્ટ જોય્તો હોય તો પાપડ ની બન્ને બાજુ તેલ લગાવી લેવું.અને બટર
પાપડ બનાવવા માટે બન્ને બાજુ બટર લગાવી દેવું,

* દૂધ ગરમ કરવું હોય તો ૧ લીટર દૂધ ને ઊંડા બાઉલ માં રેડી ૪ મિનીટ માટે માઈક્રો હાઈ પર
મુકો અને ઉકાળવું હોય તો ૫ થી ૬ મિનીટ માટે મુકો.

* ખાખરા બનાવવા માટે ૪ રોટલી ને ખુલ્લી જ માઇક્રોવેવ માં ૨ મિનીટ માટે હાઈ પર મુકો.પછી
૨ મિનીટ નો સ્ટેન્ડિંગ ટાઈમ આપવો.

* ઘી બનાવવા માટે ૧ કપ માખણ ને પહેલા ૮ મિનીટ માઈક્રો મીડીયમ કરો અને પછી ૨ મિનીટ
માઈક્રો લો કરો.૨ મિનીટ સ્ટેન્ડિંગ ટાઈમ આપો.

* વેફર ને તળવા માટે તેમની પર તેલ લગાવી થપ્પી કરી મુકો અને માઈક્રો હાઈ પર ૨ થી ૩ મિનીટ
માટે મુકો.સમય વેફર ની જડાઈ અને સંખ્યા પ્રમાણે બદલાઈ શકે છે.આ જ રીતે પાતળા મઠીયા પણ
તળી શકાય છે.

* બટાકાને કૂક કરવા માટે ૨ મધ્યમ કદ ના બટાકા ને ધોઈ ને ચપ્પા કે કાંટા થી ટોચી ને કાણા કરેલી
પોલીથીન બેગ માં મૂકી બંધ કરી ૪ મિનીટ માટે માઈક્રો હાઈ પર મુકો.

* સમય નું ધ્યાન રાખો થોડી સેકન્ડ પણ વધારે થશે તો ખોરાક બળી જશે પણ જો ખોરાક કાચો હશે તો
ફરી થી મૂકી શકાશે.

* કોથમીર ,ફુદીનો ,મેથી વગેરે ના તાજા પાન સૂકવવા માટે પાન ને ધોઈ વધારાનું પાણી ઝાટકી પેપર
નેપકીન પર પાથરી ને ૩ થી ૪ મિનીટ માટે માઈક્રો લો કરો.

* કૂક થઇ ગયા પછી ઢાંકણું અથવા પ્લાસ્ટિક રેપ ખોલતી વખતે સાચવવું વરાળ થી દાઝો નહિ તેનું
ધ્યાન રાખવું.

* શાક રાંધતી વખતે ટુકડા સરખા જ રાખવા.અને જો અલગ અલગ શાક અલગ અલગ સાઈઝ ના હોય તો
મોટા ટુકડા સાઈડ માં અને નાના ટુકડા વચ્ચે રાખવા.

DO NOT :

* માઇક્રોવેવ માં ધાતુ કે અલુંમીનીયુંમ ફોઈલ નો ઉપયોગ ન કરવો.વળી ચાંદી ના વરખ વાળી મીઠાઈ પણ
ન મુકાય.

* ખાલી માઇક્રોવેવ કોઈ પણ સંજોગો માં ચાલુ ન કરવું.

* મીણ ના આવરણ વાળા કાગળ નો ઉપયોગ પણ ટાળવો મીણ ઓગળી ને ખોરાક માં જશે.

* માઈક્રો ઓવન માંથી ભાર કાઢેલા કાચ ના વાસણ ને તરત જ ઠંડી કે ભીની જગ્યા પર ન મુકો
આમ કરવાથી વાસણ માં તિરાડ પડી શકે છે.

* સુકા મસાલા કે સુકો મેવો માઈક્રો ઓવન પ્રૂફ કાચ ના વાસણ માં જ શેકવા પ્લાસ્ટિક માં શેકવા થી
તેમાં ચોટી જશે.

શેર કરો આ ઉપયોગી ટીપ્સ તમારી દરેક ફ્રેન્ડ સાથે..

ટીપ્પણી