મિત્ર ગમે તેટલો સારો હોય તો પણ લગ્ન પછીના સિક્રેટ કોઇ પણ વ્યક્તિએ એકબીજા સાથે શેર ના કરવા જોઇએ…

દરેક વ્યક્તિની લાઇફમાં મિત્ર એક એવો સંબંધ હોય છે જે સુખ-દુખમાં સાથ આપે અને હંમેશા મદદરૂપ સાબિત થાય. પરંતુ મિત્ર ગમે તેટલો સારો હોય તો પણ લગ્ન પછીના સિક્રેટ કોઇ પણ વ્યક્તિએ એકબીજા સાથે શેર ના કરવા જોઇએ. આમ, જો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં બધી જ વાતો શેર કરો છો તો તમારે પહેલા અનેક વિચારો કરવા જોઇએ. આમ, જો તમને લગ્ન પછી કોઇ પણ મુશ્કેલી આવે અને તમે બધી જ વાતો તમારા મિત્ર સાથે શેર કરો છો તો હવે થોભીજજોકારણકે આજે અમે તમને જણાવીશું કે, લગ્ન પછી કઇ વાતો મિત્ર સાથે શેર કરવાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે.

નાણાંકીય સ્થિતિક્યારે પણ તમારા મિત્રો સાથે તમારા ઘરના ખર્ચના લઇને વાતો ના કરો. ઘરના ખર્ચાની વાત માત્રને માત્ર તમારા પરિવાર સુધી જ સિમિત રાખો. કારણકે જો તમે તમારી પૈસાની લેવડ-દેવડની વાત તમારા મિત્રોની સાથે કરો છો તો તમારી વાત પર્સનલ ના રહેતા તે બધે જ ફેલાઇ જાય છે, જે તમને ભવિષ્યમાં અનેક ઘણી મુશ્કેલીમાં મુકી દે છે. આમ, નાણાંકીય વાત તમારા મિત્રો સાથે જો તમે કરી રહ્યા છો તો તેનો કોઇ મતલબ જ નથી અને તે માત્રને માત્ર એક ટાઇમ પસાર કરવાની જ બાબત છે.

સાસુ-સસરાના સંબંધો વિશેછોકરો હોય કે છોકરી, સાસુ-સસરા સાથેના તમારા સંબંધો કેવા છે તે વિશેની વાત તમારે ક્યારે પણ કોઇની સાથે ના કરવી જોઇએ. પછી ભલે તે તમારી ગમે તેટલો નજીકનો ફ્રેન્ડ કેમ ના હોય. તમને જણાવી દઇએ કે, જો તમે બધી જ તમારા ફેમિલી વિશેની વાતો તમારા સર્કલમાં કરો છો તો તેનાથી તમારા અને સાસુ-સસરાના સંબંધો વધુ પ્રમાણમાં બગડી શકે છે. આ કારણોસર પછી ઘરમાં ઝઘડા થવાના શરૂ થઇ જાય છે. આ માટે જો તમે ઘરની વાતો ઘરના સભ્યો સાથે જ શેર કરો છો તો તમારા માટે એ એક બેસ્ટ વસ્તુ છે.

પતિ-પત્નીના કેરેક્ટર વિશેની વાત

તમારા મિત્ર અથવા અન્ય વ્યક્તિની સાથે તમારે તમારા પતિ-પત્નીના કેરેક્ટર વિશેની વાત ક્યારે પણ ના કરો કારણકે આવી વાતો કરવાથી તમે તમારુ સન્માન ઓછુ કરો છો. આ સિવાય તમારા બંન્ને વચ્ચેની રિલેશનશિપ કેવી છે તે વિશે પણ તમારે ક્યારે વાત ના કરવી જોઇએ કારણકેતેનાથી પણ સંબંધોમાં ખટાશ આવી શકે છે.

બેડરૂમસિક્રેટભલે તમે તમારા ફ્રેન્ડસની સાથે બધાજ પ્રકારની ગોસિપ કરતા હોવ પણ તમારે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખવુ કે, તમારે ક્યારે પણ તમારા સર્કલમાં બેડરૂમ વિશેના સિક્રેટ ના કહેવા જોઇએ. કારણકે પતિ-પત્નીના સંબંધોમાં આ બાબત ખૂબજ મહત્વની છે. આમ જો તમે બેડરૂમની વાતો તમારા ફ્રેન્ડસ સાથે કરો છો તો તેનાથી તમારા સંબંધોમાં એટલે કે, પતિ-પત્ની વચ્ચે ધીરે-ધીરે તકરાર થવા લાગે છે અને સંબંધોમાં ખટાશ આવી જાય છે. જો કે આ બધી બાબતોને કારણે એક બીજાપરથી વિશ્વાસ પણ ઉઠી જાય છે.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક અવનવી વાતો અને માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી