વર્ક આઉટ કર્યા પછી પણ જો ના ઘટતુ હોય તમારું વજન, તો ક્લિક કરીને જાણી લો ક્યાં થાય છે તમારી ભૂલો

વધેલું વજન એક એવી સમસ્યા છે જેનાથી આજે ઘણા બધા લોકો હેરાન થઈ રહ્યા છે.

image source

વજન ઓછું કરવા માટે કેટલાક લોકો અલગ અલગ પ્રયત્નો પણ કરે છે. કેટલાક તો વજન ઘટાડવા માટે ભારે કસરતો પણ કરે છે, ડાયટિંગ, હેલ્ધી ડાયટ અહિયાં સુધી કે કેટલાક લોકો તો ભૂખ્યા પણ રહેવા લાગે છે. તો પણ વજન ઓછું થતું નથી.

આમ થવા પાછળનું કારણ છે કે વજન ઘટાડવાને સંબંધિત જાણકારીનો અભાવ. તો આવો જાણીએ એવા કયા કારણો છે કે ભારે કસરત અને હેલ્ધી ડાયટ લેવા છતાં પણ વજન ઓછું થતું નથી..

વધારે પડતું કડક થવું.:

image source

એક અધ્યયન મુજબ, કેટલાક લોકો પોતાનું વજન ઓછું કરવા માટે એક જ ડાયટ અને મીલને ફોલો કરે છે જે યોગ્ય નથી. સમય સમય પર ડાયટમાં બદલાવ જરૂરથી કરવો જોઈએ. આની સાથે જ લોકો વારંવાર ભોજન ખાવાથી બચવા માટે એક જ વર્મા હેવી મીલ લઈ લે છે, આમ કરવું પણ ખોટું છે. તેના બદલે દિવસમાં ૫-૬ વાર થોડું થોડું ભોજન લેવું જોઈએ.

આત્મવિશ્વાસનું ઓછું થવું.:

image source

વધેલા વજનથી હેરાન થતાં લોકો જ્યારે વજન ઘટાડી નથી શકતા ત્યારે અસફળ થવા પર પોતાની પરથી ભરોસો ખોઈ બેસે છે. એવામાં વ્યક્તિ નિરાશ થવા લાગે છે અને તેઓને એવું લાગે છે કે તેઓ વજન ઓછું નહિ કરી શકે. આ રીતે આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે જેના કારણે તેઓ પુરા દિલથી પ્રયત્ન કરી શકતા નથી અને તેની અસરથી તેઓનું વજન ઘટી શકતું નથી. એટલા માટે કોઈપણ કામ કરતાં પહેલા પોતાની પર ભરોસો અને આત્મ વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે.

ડેલી એક્સરસાઈઝ ના કરવાથી:

image source

વજન ઓછું કરવા માટે હેલ્ધી ડાયટની સાથે એક્સરસાઈઝ કરવી પણ ખૂબ જ જરૂરી હોય છે. એવામાં જો આપ એક્સર્સાઇઝને નજરઅંદાજ કરો છો તો આ ખોટું છે. ફક્ત ડાયટ પર ધ્યાન આપવાથી વજન ઓછું કરવામાં કોઈ મદદ મળી શકતી. એટલા માટે વજન ઘટાડવા માટે સારા ડાયટની સાથે રોજ એક્સરસાઈઝ કરવાનું ભૂલવું નહિ.

ઈમોશનલ થવાથી:

image source

કેટલાક લોકો એવા પણ હોય છે જે દુઃખી કે નિરાશ થાય છે ત્યારે વધારે ઓઈલી અને જંક ફૂડ્સ ખાઈને ખુશી મેહસુસ કરે છે. આવું કરવાથી વજન ખૂબ ઝડપથી વધવાનું કારણ બને છે. આવામાં આપના દ્વારા વજન ઘટાડવા માટે કરવામાં આવેલ બધા પ્રયત્નો અને મહેનત પર પાણી ફેરવવાનું કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ