જો તમે ખાતા હોવ એક સાથે આ વસ્તુઓ, તો ચેતી જજો આજથી જ કારણકે..

ખાવાનું કોને પસંદ નથી હોતું, એ વાત જુદી છે કે પસંદીદા ખાવાનું બનાવતા નથી આવડતું.

image source

પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જે આપણે જાતે પણ બનાવી શકીએ છીએ. જેમ કે, મેગી, દુધ, ચા, કોફી વગેરે વસ્તુઓની સાથે આપણે એવી બેમેલ વસ્તુઓ જોડી દઈએ છીએ. એટલે કે તે આપણને ખાવામાં તો સારી લાગી છે પણ સ્વાસ્થ્ય માટે લાભકારક નથી.

image source

ખરેખરમાં આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે એ નથી જોતા કે તેનો શરીર પર શુ પ્રભાવ પડશે? એટલે જ પછીથી તકલીફો વેઠવી પડે છે.

આજે અમે આપને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જે એકસાથે ખાવાથી આપના શરીર માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો હવે જાણીશું એ કઈ વસ્તુઓ છે જે એકસાથે ખાવાથી શરીરને નુકસાન થાય છે…

-દહીં અને પરોઠા:

image source

પરોઠાનું નામ સાંભળતા જ આપણા મોમાં પાણી આવી જાય છે. ઉપરાંત જો પરોઠાની સાથે દહીં મળે તો તો ખૂબ મજા પડી જાય છે. પણ શું આપ જાણો છો કે દહીં અને પરોઠાનું એકસાથે સેવન કરવું એ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

એનું કારણ છે પરોઠામાં રહેલ ચરબી જે દહીં ખાવાથી પચી શકતું નથી. પરંતુ આપ રોટલી સાથે દહીંનું સેવન કરી શકો છો પરંતુ પરોઠા સાથે શક્ય હોય તેટલું ઓછું કરી દેવું જોઈએ દહીંનું સેવન નહિતર આ આપના સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.

-ભોજન પછી ચા પીવી:

image source

કેટલાક લોકો જમવામાં સાથે ચા પીવા જોઈએ તો કેટલાક લોકોને જમ્યા પછી ચા પીવાનું પસંદ કરે છે. કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે જો તેઓ જમ્યા પછી ચા પીવે છે તો એનાથી પાચન શક્તિ વધે છે. પરંતુ હકીકત તેનાથી એકદમ વિરુદ્ધ છે.

ખરેખર તો જમ્યા લીધા પછી તરત ચા પીવાથી પાચનશક્તિ ખરાબ થવા લાગે છે. એના કારણથી પેટમાં કેટલીક તકલીફો પણ થવા લાગે છે.

-દૂધ અને માછલી:

image source

દૂધ અને માછલીનું સેવન એકસાથે કરવું જોઈએ નહીં. આયુર્વેદ મુજબ દૂધની સાથે માછલીનું સેવન કરવાથી સફેદ દાગની તકલીફનો સામનો કરવો પડી શકે છે.

દૂધ ઉપરાંત દહીંની સાથે પણ માછલીનું સેવન કરવું હિતાવહ નથી. કેમકે દહીંની તાસીર ઠંડી હોય છે જ્યારે માછલીની તાસીર ગરમ હોય છે. એવામાં પેટમાં ઠંડુ અને ગરમ બંને ભેગું થાય અને પેટને કેટલાક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે.

-પાણી:

image source

આપણા માંથી મોટાભાગના લોકો ભોજન કરતા સમયે વચ્ચે વચ્ચે પાણી પીએ છીએ. જે ખોટું છે.

ભોજન કરી લીધાના લગભગ ૧૦-૧૫ મિનિટ પછી જ આપે પાણી પીવું જોઈએ. શક્ય હોય તો ઠંડુ પાણી પીવું નહિ. ઠંડા પાણીના બદલે હુંફાળું પાણી પીવું જોઈએ.

-બિયર અને દારૂ:

image source

કેટલાક લોકો લાઈફ એન્જોય કરવા માટે કંઈપણ કરે છે. જેમ કે એકસાથે દારૂ અને બિયર પીવે છે.

જે ખૂબ ખોટું છે.

ભૂલથી પણ બિયર પીધા પછી દારૂનું સેવન કરવું જોઈએ નહીં. કારણ કે જો બિયર પીધા પછી પણ દારૂ પીવાય છે તો તે પાચનતંત્ર માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

-દૂધ અને ફળ:

image source

કેટલાક લોકોને આદત હોય છે કે સવારના નાસ્તામાં ફળ અને દૂધ એકસાથે સેવન કરે છે જે ખોટું છે.
ખરેખરમાં જ્યારે આપણે દૂધની સાથે ફળ ખાઈએ છીએ તો દૂધમાં રહેલ કેલ્શિયમ ફળોના એન્ઝાઇમને શોષી લે છે અને ફળોથી મળનારું શરીરને પોષણ મળી શકતું નથી.

-કોલ્ડ ડ્રિંક્સ અને પિઝા:

image source

આમ તો ચલણ થઈ ગયું છે કોલ્ડ ડ્રિંક્સ અને પિઝા ખાવા. પરંતુ પીઝા જ નહીં, પણ બર્ગર, છોલે ભટુરેની સાથે પણ કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું જોઈએ નહીં.

કેમ કે જ્યારે આપણે તળેલું અને વધારે મસાલાવાળું ખાઈએ છીએ તો પેટમાં ગેસની તકલીફ થઈ શકે છે. ઉપરાંત કોલ્ડ ડ્રિંક્સ પણ ઠંડી હોય છે. જ્યારે બીજી વસ્તુઓ ગરમ હોય છે. આવામાં એકસાથે ખાવાથી શરીરનું તાપમાન બગડી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ