ફ્લર્ટ કરતી વખતે ભૂલથી પણ ના કરતા આ 5 ભૂલો, નહિં તો બગડી જશે આખી વાત…

કેટલાક લોકો ફ્લર્ટ કરવામાં એટલા માહિર હોય છે કે, એમની સાથે વાતો કર્યા પછી એવુ જરા પણ ના લાગે કે, આ વ્યક્તિ ફ્લર્ટ કરી રહ્યો છે. આમ કેટલાક લોકો ફ્લર્ટ કરતી વખતે એટલા ચિપકુ થઇ જાય કે, સામેવાળી વ્યક્તિને ખબર ના પડે કે, આ પતિ છે કે બોયફ્રેન્ડ છે. જો કે આવા લોકોને જોઇને મનમાં એવો વિચાર આવે કે, આની સાથે ક્યાં વાતો કરવાની ચાલુ કરી. આમ, આજકાલ આ ચલણ ખૂબ જ વધી ગયુ છે જેમાં અનેક છોકરા-છોકરીઓની લાઇફ ખરાબ થઇ જતી હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, ફ્લર્ટિંગ કરતી વખતે તમારે કઇ વાતો ભૂલથી પણ ના બોલવી જોઇએ.

હિરો બનવાની કોશિશ ના કરો જો તમે કોઇને ફ્લર્ટ કરી રહ્યા છો તો તમે જેવા છો તેવા જ રહો. છોકરીઓને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં મોટાભાગના છોકરાઓ હિરો બનવાની કોશિશ કરતા હોય છે. જો તમે પણ આવુ વર્તન સામેવાળી વ્યક્તિની સાથે કરો છો તો તમારી ઇમ્પ્રેશન ખરાબ પડે છે. જો તમે આવી રીતે જ કોઇને ફ્લર્ટ કરતા રહેશો તો તમારી સામે કોઇ જોશે પણ નહિં.

કેટલાક લોકો ફ્લર્ટ કરવામાં એટલા માહિર હોય છે કે, એમની સાથે વાતો કર્યા પછી એવુ જરા પણ ના લાગે કે, આ વ્યક્તિ ફ્લર્ટ કરી રહ્યો છે. આમ કેટલાક લોકો ફ્લર્ટ કરતી વખતે એટલા ચિપકુ થઇ જાય કે, સામેવાળી વ્યક્તિને ખબર ના પડે કે, આ પતિ છે કે બોયફ્રેન્ડ છે. જો કે આવા લોકોને જોઇને મનમાં એવો વિચાર આવે કે, આની સાથે ક્યાં વાતો કરવાની ચાલુ કરી. આમ, આજકાલ આ ચલણ ખૂબ જ વધી ગયુ છે જેમાં અનેક છોકરા-છોકરીઓની લાઇફ ખરાબ થઇ જતી હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે, ફ્લર્ટિંગ કરતી વખતે તમારે કઇ વાતો ભૂલથી પણ ના બોલવી જોઇએ.

હિરો બનવાની કોશિશ ના કરો
જો તમે કોઇને ફ્લર્ટ કરી રહ્યા છો તો તમે જેવા છો તેવા જ રહો. છોકરીઓને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં મોટાભાગના છોકરાઓ હિરો બનવાની કોશિશ કરતા હોય છે. જો તમે પણ આવુ વર્તન સામેવાળી વ્યક્તિની સાથે કરો છો તો તમારી ઇમ્પ્રેશન ખરાબ પડે છે. જો તમે આવી રીતે જ કોઇને ફ્લર્ટ કરતા રહેશો તો તમારી સામે કોઇ જોશે પણ નહિં.

ખોટુ ના બોલો

છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે અનેક છોકરાઓ તેમની સામે ખોટુ બોલતા હોય છે. જો તમે પણ કોઇ છોકરીને ઇમ્પ્રેસ કરતી વખતે ખોટુ બોલો છો તો તમારી ઇમ્પ્રેસન સામેવાળી વ્યક્તિની નજરમાં એકદમ જ ખરાબ પડે છે. તમને જણાવી દઇએ કે, જો તમે છોકરીઓને મનાવવા માટે ખોટુ બોલવાનો સહારો લો છો તો તે તમારી એક સૌથી મોટી ભૂલ છે કારણકે ખોટુ ક્યારે પણ છુપુ રહેતુ નથી તે આજે નહિં તો કાલે કોઇની કોઇ રીતે સામેવાળી વ્યક્તિને ખબર પડી જ જાય છે. આમ, છોકરીઓના દિલ જીતવા માટે ક્યારે પણ ખોટુ બોલવુ જોઇએ નહિં.

કોઇ પણ વસ્તુનો દેખાડો ના કરોતમારી પાસે મોંધી કાર હોય કે પછી બંગલો હોય, તેનાથી છોકરીઓને કોઇ ફરક પડતો નથી. આ માટે ફ્લર્ટ કરતી વખતે ખોટો દેખાડો ના કરો. હા, તમે એક વખત છોકરીને તમારી વાતો શેર કરી શકો છો પરંતુ એનો મતલબ એ નથી કે, તમે વારંવાર તેને તમારી મોંધી ગાડીઓ ગણાવો અને બંગલા વિશે જ વાતો કર્યા કરો.

ટચ ના કરો જો તમે કોઇ છોકરીને ફ્લર્ટ કરી રહ્યા છો તો તેને વારંવાર ટચ ના કરો. ફ્લર્ટ કરવાનો મતલબ એ નથી કે, તમે સામેવાળી છોકરીને વારંવાર ટચ કર્યા કરો. સામેવાળી વ્યક્તિને રિસપેક્ટ આપીને તેને ફ્લર્ટ કરો. જો તમે કોઇ છોકરીને ટચ કરો છો તો બની શકે તેને આ વસ્તુ ના પણ ગમતી હોય અને તે તમારી આ આદત પર ગુસ્સે પણ થઇ જાય.

કોઇની લાગણી સાથે રમત ના રમશોફ્લર્ટ કરવાના ચક્કરમાં કોઇની લાગણીને ઠેસ પહોંચાડશો નહિં. કારણકે આમ કરવાથી તમારી ઇમ્પ્રેશન ખૂબ જ ખરાબ પડે છે અને તમે જાતે કરીને જ સામેવાળી વ્યક્તિની નજરમાં તમારી વેલ્યુ ડાઉન કરો છો.

લેખન સંકલન : નિયતી મોદી

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, લગતા વળગતામિત્રોને શેર જરૂર કરજો...

ટીપ્પણી