ડાંગ જિલ્લાના નાનકડા ગામના આ છોકરાએ આખા ભારતને આપ્યું સંઘર્ષનું ઉદાહરણ, IIT દિલ્હીમાં વગાડ્યો ડંકો

સુરત થી ૧૮૦ કિલોમીટર દૂર ડાંગ જિલ્લાના થોરપાડા નામના નાનકડા ગામમાં વસતા અવિરાજ ચૌધરી એ પોતાની મહેનત,સંઘર્ષ અને આંખોમાં જોયેલા એ સપના ને સાકાર કરીને ડાંગ જિલ્લાનો પ્રથમ એવો વિદ્યાર્થી બન્યો કે જેમણે IIT દિલ્હી ખાતે એન્જિનિયરિંગ ની અંદર પ્રવેશ મેળવ્યો હોય અને આ સિદ્ધિ મેળવીને અવિરાજ ચૌધરીએ ફક્ત ડાંગ માંજ નહીં પરંતુ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ માટે એક અનેરૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પિતા શ્રી સુખારામભાઈ કે જે ખેતીનું કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવે અને માતૃશ્રી સેવંતીબેન ઘરકામ કરી પરિવારને મદદ કરે.

અવિરાજ ચૌધરી 11 ભાઈ બહેનોનો પરિવાર જેમાં અવિરાજ ચૌધરી સૌથી નાનો ભાઈ પરિવારની આર્થિક પરિસ્થિતિ ન હોવાથી આઠ ધોરણ સુધીનો અભ્યાસ ગામડાની જ શાળામાં પૂર્ણ કર્યો અને ધોરણ ૯ થી ૧૨ નો અભ્યાસ સાપુતારા ની નજીક આવેલા માલેગાવ માં સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર ખાતે કર્યો કે જે આદરણીય પી.પી સ્વામી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે.

11 સાયન્સમાં જ્યારે પ્રવેશ મેળવ્યો ત્યારે એવો પણ ખ્યાલ ન હતો કે IIT નામની એન્જિનિયરિંગની સંસ્થાઓ છે અને આવી સંસ્થાઓમાં ગ્રેજ્યુએશન કરવાથી આપણે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકીએ પરંતુ સમય જતાં IIT માટે ની JEE mains અને JEE Advanced નામની પરીક્ષાઓ અને એ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછીના ભવિષ્ય વિશે માહિતી પ્રાપ્ત થઇ બસ ત્યારથીજ સપનું બન્યું હવે તો જવું તો IIT માં જ.

મિત્રો ડાંગ વિસ્તારના ગરીબ પરિવારમાંથી આવતો આ દીકરો જેમનું અંગ્રેજી પણ એટલું જ કાચું અને એમાં પણ JEE Advanced ની પરીક્ષા તો અંગ્રેજીમાં જ આવે પરંતુ કહેવાય છે ને મન સે હારે હાર ઓર મન સે જીતે જીત અને આ જ સુત્રને સાર્થક કરતા અવિરાજ ભાઈ મહેનત કરવામાં ક્યારેય પણ પાછળ ફરીને ન જોયું ,દરરોજની ફક્ત ચાર કલાકનો જ આરામ કરીને સતત 15-16 કલાકની મહેનતથી આજે અવિરાજ ચૌધરી IIT દિલ્હીમાં ત્રીજા વર્ષમાં ટેકસટાઇલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છે.

અને એવું નથી કે અહીંયા સંઘર્ષ પૂરો થયો કોરોના ને કારણે ઓનલાઈન એજ્યુકેશન જ્યારે લેવું પડે પરંતુ ડાંગ વિસ્તાર જ્યાં આજે પણ પાવર અને નેટવર્કની સમસ્યા છે જ.

કોલેજમાંથી અપાતા એ લેક્ચર અને pdf મટીરીયલ ડાઉનલોડ કરવા માટે ઘરથી ૬૦ કિલોમીટર દૂર અઠવાડિયે એક વખત જવાનો અને આખા અઠવાડિયાના લેક્ચર ડાઉનલોડ કરીને આવવાના.

આવી રીતે અભ્યાસ કરીને અવિરાજ ચૌધરી કોલેજમાં પણ 8.9 CPI જેવું રિઝલ્ટ લાવે છે.

અભિરાજ ચૌધરી ની આખી સંઘર્ષ ગાથા ને રજૂ કરતું ઇન્ટરવ્યૂ થોડા સમયમાં મારી YouTube ચેનલ પર રજૂ કરવામાં આવશે આ સ્ટોરી આપની સાથે શેર કરવાનો હેતુ ફક્ત એટલો જ છે કે એક વિદ્યાર્થી જો ધારે તો કોઈપણ લેવલની સફળતા ચોક્કસ પામી શકે છે બસ જરૂર છે તો ફક્ત સંકલ્પ કરવાની.

આવો આપણે પણ આજે જે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોઇએ એમાં એક સંકલ્પ લઈએ અને અવિરાજ ચૌધરી ની જેમ આપણી પણ એક સફળ સ્ટોરી બનાવીએ…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong