જલ્સા કરોને જેંતીલાલ

પ્રધાનમંત્રી મોદીએ ‘તારક મહેતાકા…’ ના આ હાસ્ય અભિનેતાના નિધન પર પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શોક વ્યક્ત કર્યો.

મનોરંજન જગતના પીઢ હાસ્ય અભિનેતા દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન.

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં અવારનવાર નાના-નાના ચરિત્રો કરતાં દિનયાર કોન્ટ્રેક્ટરનું નિધન થયું. ઉંમરના કારણે તબિયત છેલ્લા લાંબા સમયથી નરમ ગરમ રહેતી હતી.

ગત બુધવારે તેમણે છેલ્લા સ્વાસ લીધા હતા. અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી વિસ્તારમાં કરવામાં આવ્યા છે.

પ્રધાન મંત્રી મોદીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શ્રી કોન્ટ્રાક્ટરના મરણ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે શ્રી કોન્ટ્રાક્ટરના પરિવારજનોને આશ્વાસન આપ્યું છે.

તેમની આ ટ્વીટને સ્મૃતિ ઇરાનીએ પણ ટ્વીટ કરીને પોતાનો શોક વ્યક્ત કર્યો છે. સાથે સાથે ઘણા બધા રાજકીય નેતાઓએ પણ પ્રધાન મંત્રી મોદીના ટ્વીટ પર ટ્વીટ કર્યું છે.

તમને જણાવી દઈએ કે તેમણે તારક મહેતા ઉપરાંત અસંખ્ય હીન્દી, ગુજરાતી ફીલ્મો તેમજ ગુજરાતી નાટકો તેમજ ટીવી સીરીઝમાં અભિનય આપ્યો છે.

તેમજ તેમણે હીન્દી નાટકોમાં પણ કામ કરેલું છે. આ ઉપરાંત તેમણે ખીચડી જેવી સુપરહીટ સીરીયલમાં પણ કામ કર્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સીંહ સોઢીના સસરાનો રોલ તેમણે કર્યો હતો. હા, રોશનના પારસી પિતાનું ચરિત્ર તેમણે નીભાવ્યું હતું. હવે તમને કદાચ તેમનું કેરેક્ટર યાદ આવી ગયું હશે.

તેમણે બાઝીગર, ખીલાડી, 36 ચાઈનાટાઉન જેવી અગણિત સુપરહીટ ફીલ્મોમાં કામ કર્યું છે. અને પોતાની કોમેડી દ્વારા લોકોના દીલ જીતી લીધા હતા.
અભિનય ક્ષેત્રે તેમની ઉલબ્ધીઓને માન આપવા માટે તેમને વર્ષ 2019માં પદ્મશ્રી પણ આપવામાં આવ્યો હતો.

પી.એમ મોદી ઉપરાંત સ્મૃતિ ઇરાનીએ પણ કોન્ટ્રાક્ટરના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું.

સ્મૃતિ ઇરાનીએ શ્રી દીનયાર પોતાના અભિનય દ્વારા લોકોને જે રીતે હસાવતા હતા તેના વખાણ કરતું ટ્વીટ કર્યું છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version